પૌષ્ટિક તત્વોથી ભરપૂર બિમાર માણસને નાસ્તામાં આપી શકાય એવા બે પ્રકારનાં ઢોસાની રીત વાંચો અને શેર કરો

૧ ) મગના ઢોસા 

સામગ્રી :

૨ કપ મગ,
૧ કપ ચોખા,
આદુ,
મીઠું,
લીલું મરચું,
ઝીણી સમારેલી ડુંગરી,
ઝીણા સમારેલા કોથમીર,

રીત :

૧.મગ અને ચોખા ને આખી રાત પલાળી લો .
૨. સવારે વધારા નું પાણી કાઢીને આદુ, મરચા ની જોડે વાંટી લો.
૩. પ્રમાણસર મીઠું નાખીને હલાવી લો ખીરું તૈયાર.
૪. જે રીતે સાદા ઢોસા ઉતારીએ છે એ રીતે ખીરું પાથરી ને તેના પર ડુંગરી અને કોથમીર ભભરાવી લો .
૫. સંભાર કે ચટણી જોડે ગરમ ગરમ પીરસો.

૨ ) સેટ ઢોસા

આ વાનગી કર્નાટક અને બેંગ્લોરમાં ખુબ જ ફેમસ છે. ત્યાના લોકો રેગ્યુલર આ વાનગીનો ઉપયોગ કરે છે એટલે તેને ટ્રેડીશનલ ઢોસા પણ કહે છે. પરંતુ એનું રીયલ નામ છે “સેટ ઢોસા

સામગ્રી :

2 કપ ચોખા,
– 1 કપ પૌઆ,
– 1/2 કપ અડદની દાળ,
– 1/2 ટી સ્પુન મેથી,
– સાદું મીઠું (આયોડાઇઝ નહી) સ્વાદ પ્રમાણે,
– તેલ જરૂરિયાત મુજબ.

રીત :

ચોખા ધોઈ પુરતા પાણીમાં 5 કલાક માટે ભીંજવી દો.
– અડદની દાળ, મેથી ધોઈ પુરતા પાણીમાં 5 કલાક માટે ભીંજવી દો.
– પૌઆને પીસતા પહેલા ધોઈ લેવા.
– મિક્સર માં અડદની દાળ, મેથી, મીઠું, પૌઆ એક કપ પાણી નાખી સોફટી બને ત્યાં સુધી પીસી લેવું. જરૂર પડે તો વધારે પાણી નાખી શકાય. (પાણી વધુ ન પડે તેનુ ધ્યાન રાખવુ નહી તો ખીરૂ પતલુ થઈ જશે)
– મિશ્રણને બાઉલમાં કાઢી લો.
– મિક્સર માં ચોખા 1/4 કપ પાણી નાખી સ્મુથ પેસ્ટ બનાવો.
– હવે ચોખાના મિશ્રણને બીજા મિશ્રણ સાથે સારી રીતે મિક્સ કરી લો.
– તવાને ગરમ કરી ચમચો ભરીને ખીરૂ ઠાલવો. મિશ્રણ હળવા હાથે ચોપડો. ( સાદા ઢોસાની જેમ ફેરવવું નહી)
– તવાને થોડીવાર માટે ઢાંકી દો જેથી ઢોસો અંદરથી પણ રંધાય. પછી પલટાવીને પણ થોડું શેકો એટલે તૈયાર.
– ઉપર સ્પાઈસી મસાલા છાંટી ગરમાગરમ ચટણી સાથે સર્વ કરો.

(નોંધઃ ક્રીસ્પી ઢોસા માટે ગેસની આંચ ધીમી કરો. અને વધુ વખત માટે રાંધો.)

રસોઈની રાણી : ઉર્વી સેઠિયા (સેટ ઢોસા)

રસોઈની રાણી : રચના ચોકસી ( મગ ઢોસા) 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી