આજનો દિવસ :- જાણો, આપણા પ્રથમ ક્રાંતિકારી મહિલા મેડમ ભીખાઇજી કામા.

ભીખાઇજી રૂસ્તમ કામાનો જન્મ આજના દિવસે એટલેકે ૨૪ સપ્ટેમ્બર ૧૮૬૧ ના દિવસે મુંબઇમાં એક પારસી પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ સોરાબજી અને માતાનું નામ જાયજીબાઇ હતું. ભીખાઇજી કામાએ એલેકઝાંડર પારસી ગર્લ્સ ઇંગ્લિશ સ્કુલમાં અભ્યાસ કર્યો હતો. ચોવીસ વર્ષની વયે તેમનાં લગ્ન મુંબઈમાં જ રૂસ્તમા કામા સાથે થયા જે પછીથી ભંગાણમાં પરિમણતા મેડમ કામાએ ધર છોડ્યું. તેમણે પોતાનું જીવન ભારતની આઝાદી માટે સમર્પિત કરી દીધું. આઝાદીના સંગ્રામમાં ઝુકાવી દેશનાં પ્રથમ ક્રાંતિકારી મહિલા બન્યાં.

ગુજરાતી વીરાંગના માદામ ભીખાઇજી ના હ્રદયમાં બાળપણથી જ દીન દુખિયાની સેવા અને દેશની સ્વતંત્રતાના કોડ ખીલ્યા હતા. લંડનમાં આગ ઝરતાં વ્યાખ્યાનો તેમણે આપવા માંડ્યાં. અમેરિકામાં પણ તેજીલા વ્યાખ્યાનો આપ્યા તેથી તેથી બ્રિટિશ સરકારે તેમને હિંદ આવવાની બંદી કરી. ભારતના અગ્રગણ્ય ક્રાંતિકારીઓએ ત્યાં ભારતની મુક્તિકાજે સક્રિય કામ કરનારી ‘અભિનવ ભારત’ નામની સંસ્થા શરૂ કરી. માદામ કામા તેના અગ્રણી કાર્યકર હતા. તેમણે પાંત્રીસ વર્ષ સુધી દેશવટો ભોગવ્યો.

ઈ.સ. ૧૯૦૨માં પોતાની ખરાબ તબિયતની સારવાર માટે લંડન ગયા હતા જ્યાં તેમની મુલાકાત દાદાભાઈ નવરોજી સાથે થઈ હતી. ત્યારબાદ એમની આઝાદી જંગમાં સક્રિયતા વધી હતી. તેઓ આઈરીશ અને રશિયન ક્રાંતિકારીઓને ક્રિસમસની ભેટ તરીકે છૂપી રીતે પિસ્તોલ મોકલીને પોતાના મિત્રોને વધારતા હતા. તેમણે ભારતની બહાર રહીને આઝાદી માટે પોતાનુ જીવન સમર્પિત કરી દીધુ હતું. વિદેશની ધરતી પર ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાનું બહુમાન મેડમ ભિખાઈજી કામાને મળ્યું હતું.

વિદેશમાં તેમના વધતા જતા પ્રભાવથી ભયભીત થઈને બ્રિટિશરોએ તેમને ફ્રાંસમાંથી ભારત હાંકી કાઢવાની માંગણી કરી હતી. પરંતુ ફ્રેંચ સરકારે તેમને પોતાની માતૃભૂમિમાં પાછા મોકલવાની અને તેમની સંપત્તિને જપ્ત કરવાની બ્રિટિશરોની માંગણીને નકારી કાઢી હતી. મેડમ કામાને પરાસ્ત કરવાના બ્રિટિશરોના અથાક પ્રયત્નો બાદ પણ મેડમ કામાએ ભારતની સ્વતંત્રતા માટે તેમની લડત ચાલુ રાખી હતી.

સૌ પ્રથમ ૧૯૦૭ માં જર્મનીના સ્ટટગાર્ટમાં સમાજવાદીઓની સભામાં પોતે બનાવેલો રાષ્ટ્રધ્વજ રજુ કર્યો હતો, જેમાં ત્રણ રંગ હતા..લાલ ..પીળો ..અને લીલો.. આ ધ્વજના લીલા પટ્ટામં કમળ, પીળા પટ્ટામાં ‘વંદે માતરમ’શબ્દો અને લાલ પટ્ટામાં સુર્ય અને ચંદ્રના નિશાન હતાં. મેડમ કામા જયાં ભાષણ આપવા જાય ત્યાં એ આ ધવ્જ ટેબલ પર ફરકાવતાં. આ ધ્વજને તેમણે ફ્લેગ ઓફ ઇંડિયન ઇંડિપેંડંસ નામ આપ્યું હતું.
કોઇ પણ રાજકીય પ્રવૃતિમાં ભાગ નહિ લેવાની શરતે બ્રિટિશ સરકારે ભારત આવવાની પરવાનગી આપી.
આઠ માસની બીમારી ભોગવી તેઓ ૭૪ વર્ષની વયે ૧૩ ઓગષ્ટ ૧૯૩૬ ના રોજ અવસાન પામ્યા.

? લેખન, સંકલન અને Post :– Vasim Landa ☺ The-Dust Of-Heaven ✍

ટીપ્પણી