શું તમે મા-બાપ બનવા સજ્જ છો? – Very Useful Article

“જન્મ એ આકસ્મિક ઘટના નથી, પરંતુ પ્રકૃતિએ કરેલું વ્યસ્થિત આયોજન છે. બીજમાં પડેલી સંભાવનાઓને ઉજાગર કરવાની પ્રક્રિયા એટલે જ જન્મ.”

તારાં ગમતાં પાત્ર સાથે તારાં લગ્ન થયા તે બદલ તને હાર્દિક અભિનંદન. તારો પ્રશ્ન છે કે મોટી ડિગ્રીઓ લેવામાં અને કરિયર સેટલ કરવાના ચક્કરમાં લગ્ન ઘણી મોટી ઉમરે થયા છે,તો અમારે બાળકનું પ્લાનિંગ ક્યારે કરવું જોઈએ? અને હજી અમારી ઈચ્છા તો એવી જ છે કે બે-ત્રણ વર્ષ કરિયરને આપીએ. કરિયર વ્યવસ્થિત બની જાય પછી બાળક લાવીએ, જેથી એની પાછળ આપવો પડતો સમયનો કે કરિયરનો ભોગ આપણને નડે નહીં. વળી, આવનાર બાળકને સારી શાળામાં ભણાવવાથી માંડીને અન્ય બધા ખર્ચાઓને આપણે પહોંચી શકીએ.

જો બેટા, ઉપરના તારા સવાલના પ્રત્યુતરમાં મારો જવાબ એ છે કે…
આજકાલ મોટી ઉમરે થતાં લગ્ન ખૂબ સામાન્ય બાબત છે, કદાચ સમયની આ માંગ છે. દીકરી ભણેલી-ગણેલી અને સુ-સંસ્કારી હોય એ કોઈપણ માં-બાપનું સ્વપ્ન હોય જ. છેવટે મોટી ઉમરે લગ્ન થવા એ પણ સ્વાભાવિક છે, પરંતું લગ્ન બાદ પણ બે-ચાર વર્ષ કરિયર સેટલ કરવામાં જ વિતાવી દેવા અને પછી બાળકનું વિચારવું એ નરી મૂર્ખતા છે. મોટા ભાગે આવું વિચારતા દંપતીઓમાં એવું બને છે કે બે-ચાર વર્ષમાં બાળકના પાલન-પોષણ માટે ભેગો કરેલો પૈસો, બે-ચાર વર્ષ બાદ પ્રેગ્નન્સી રાખવા પાછળ જ ખર્ચાઈ જાય છે.

આજના ઝડપી યુગમાં દીકરીઓ માસિક-ધર્મમાં પણ નાની ઉમરે બેસતી થઇ જાય છે, અને એવી જ રીતે ૪૦-૪૨ વર્ષે તો મેનોપોજ કે રજોનિવૃતીકાળ શરુ થઇ જાય છે. આથી ઉંમર વધતા સ્ત્રીબીજ કે પુરુષબીજની કવોલીટીમાં પણ ફેરફાર શરુ થઇ જાય છે. જેના લીધે વંધ્યત્વનો પ્રશ્ન દિવસે-દિવસે વધતો જાય છે. આથી મોટી ઉંમરે (લગભગ ૨૬-૨૮ વર્ષે) થતાં લગ્નમાં, લગ્ન બાદ ૬-૮ મહિના પછી તુરંત બાળકનું પ્લાનિંગ કરવું હિતાવહ છે.

બેટા, તું પુછીશ કે, “ડોક્ટર! તો પછી અમારી કરિયરનું શું? કરિયરના ભોગે બાળક લાવવું?”

જો બેટા, મેં જે વાત કરી તે શુદ્ધ વૈજ્ઞાનિક તથ્ય છે. પ્રાકૃતિક રીતે જે પ્રમાણે આપણું શરીર બન્યું છે તે પ્રમાણે લગ્ન અને સંતાનોત્પત્તિ યોગ્ય ઉમરની મેં વાત કરી. હવે કરિયર કે એવા બીજા અન્ય કારણોસર આપણે એમાં બાંધછોડ કરીએ તો એના પરિણામો માટે આપણે તૈયાર રહેવું પડે!

બેટા, તું જ વિચાર કર અને નિર્ણય લે. તારા જીવનમાં તારે કઈ બાબતને પ્રાધાન્ય આપવું એ તુ જ નક્કી કર.

શું તમે મા-બાપ બનવા સજ્જ છો?

ક્યાંક ફરવા જવાના હોઈએ ત્યારે આપણે કેટલી બધી તૈયારીઓ કરીએ છીએ ! કઇંક મહત્વનુ કામ કરતાં પહેલા પણ કેટ-કેટલું પ્લાનિંગ કરતાં હોઈએ છીએ ! તો પછી જ્યારે મા-બાપ બનવાની વાત આવે ત્યારે તો થોડીક પણ બેકાળજી કે બેદરકારી ના ચાલે. એ માટે તો પૂરતું સજ્જ થવું જ પડે. ખેડૂત જો કોઈ પુર્વતૈયારી વગર ખેતરમાં બીજ રોપી દે તો શું એને ધાર્યું પરિણામ મળશે ? નહીં મળે. એવું જ મા-બાપ બનવા બાબતે પણ છે.

આટલું સમજ્યા બાદ નીચેના સવાલોના જવાબ જાતે જ શોધો અને નક્કી કરો કે તમે મા-બાપ બનવા સજ્જ છો કે નહીં. આ જવાબો જો ‘હા’મા હોય તો જ તમે પ્રાથમિક પરીક્ષામાં પાસ થયા ગણાશો અને તો જ ‘મા-બાપ’ બનવાની ડિગ્રી મેળવવાનું પહલું પગથિયું તમે ચઢ્યા એવું ગણાશે.

 તું અને તારા પતિ ક્યારે અને કેવું બાળક જોઈએ છે એ માટે એકમત થયા?
 ઉત્તમ મા-બાપ બનવા માટે તમે તમારી દિનચર્યામાં ફેરફાર કર્યો?
 આહાર-વિહારમાં જરૂરી પગલાં તમે લીધાં?
 ટીવી, સિનેમા, પાર્ટી વગેરેનું સ્થાન યોગ, પ્રાણાયામ, આસનો વગેરેએ લીધું?
 ગુસ્સો, ચીડિયાપણું, ઈર્ષા, ભય, શોક, મોહ, ઉદ્વેગ જેવા મનને નિર્બળ બનાવતા ભાવોને દૂર કરવા તમે અત્યારથી કોઈ પ્રયત્નો શરૂ કર્યા?
 તમારી દિનચર્યામાં સાહજિક રીતે આવી જતાં નકારાત્મક વલણો કે ભાવો તમારા શયનકક્ષ સુધી ન આવી જાય તેની કાળજી શરૂ કરી?
 તમે એકબીજાના અવગુણને ભૂલી જઈ એકબીજાને ખરા હૃદયથી ચાહવાનું શરૂ કર્યું?
 તે અને તારા પતિએ પોતાની પ્રકૃતિ જાણીને વૈધની સલાહ લઈ ક્યારે ગર્ભાધાન કરવું એ પ્લાનિંગ કરી નાખ્યું છે?
 તમને લાગે છે કે આવનારા બાળકની બધી જ જવાબદારી ઉઠાવવા તમે બંને સક્ષમ છો ? જવાબદારી એટલે ફક્ત નાણાકીય જ નહીં, પણ તમારે તન, મન અને ધન એમ ત્રણેય બાબતે ભોગ આપવા તૈયાર છો ?
 આજના સમયની માંગ છે કે બાળક આકસ્મિક નહીં પણ સુવ્યવસ્થિત આયોજનથી આવવું જોઈએ. શું તમે એ બાબતે પૂરતો અભ્યાસ અને તૈયારી કરી છે ?

વિસ્તૃત જાણકારી મેળવવા માટે વાંચો આ પુસ્તક
પુસ્તક : ગર્ભસંસ્કાર (લેખક : ડૉ. દેવાંગી જોગલ)

આ પુસ્તક મેળવવા માટે અહીં ક્લિક કરો https://goo.gl/uDhM7h
www.dealdil.com
WhatsappSupport :- 08000057004
Call Us :- 08000058004
Email :- [email protected]

ટીપ્પણી