માં-બાપ પ્રત્યેનો ભાવ – આપણે ગમે તેટલા મોટા થઇ જઈએ , આપણે માતા પિતાના ઉપકાર ભૂલવા જોઈએ નહિ…

માં-બાપ પ્રત્યેનો ભાવ..

ઉપનિષદ :

“पितृ देवो भव, मात्रु देवो भव !”

પિતાને દેવ સમાન પૂજજે, માતાને દેવ સમાન પૂજજે !

મનુ સ્મૃતિ : જેઓ નિત્ય વડીલોને નમસ્કાર કરે છે અને વૃદ્ધોની સેવા કરે છે, તેમના આયુષ્ય, બળ, બુદ્ધિ અને યશ નિત્ય વધતા જાય છે !


પારસી ધર્મ : ફરજંદની ફરજ છે કે તેણે માં-બાપને ત્રણ વાર નમ્રતા પૂર્વક પૂછવું – તમારી શી આજ્ઞા છે ? કહો, હું એનું પાલન કરું !
મોહંમદ પેગમ્બર : માતાના ચરણમાં બેહીસ્ત છે !

ચિની ધર્મ : માતા-પિતાનું ભરણપોષણ એજ તેમની સેવા નથી. ભરણપોષણ તો આપણે પશુ-પંખીનું પણ કરીએ છીએ. આપણેતો માં-બાપની ભક્તિ કરીએ અને ભક્તિપૂર્વક તેમની સેવા કરીએ !

વેદ-વ્યાસ : માતા બાળકની શિક્ષા, દીક્ષા અને સંસ્કારનો ગુરુ છે !
ચાણક્ય : માતા મનુષ્યજીવનનું ગંગાજળ છે !
પ્રેમાનંદ : ગોળ વિના મોળો કંસાર, માત વિના સુનો સંસાર !
મહાભારત : માતા પૃથ્વીથી પણ મહાન છે !

ફાધર વાલેસ : માતા પ્રેમનું એક લક્ષણ છે, તે બિનશરતી પ્રેમ છે. એની કોઈ પૂર્વશરત નથી. કોઈ સીમા નથી. દીકરો રૂપાળો હોય તોજ સારું, હોશિયાર હોય તોજ સારું, સાજોતાજો હોય તો જ સારું એવું કઈ જ નથી.

માંદલો હશે તો પણ ચાહશે, અરે કદાચ તેટલા માટે જ વધારે ચાહશે, એટલું જ નહિ… દીકરો એને ચાહે તો જ તે એને ચાહશે એવું પણ નહિ.. માતાનો ઉપકાર ફક્ત જન્મ આપવાનો નહિ, ફક્ત પાલનપોષણ કરવાનું નહિ, વર્ષો સુધી દિવસરાત સેવા કરવાનું નહિ, પણ જીવનભરનો, આવો માનસિક, અવ્યક્ત દૂરોગામી ઉપકાર છે !

દામોદર બોટાદકર : મીઠાં મધુ ને મીઠાં મેહુલા રે લોલ,
એથી મીઠી તો મોરી માત રે,
જનનીની જોડ સખી ! નહિ જડે રે લોલ !

લેખન સંકલન : દીપેન પટેલ

દરરોજ આવી અનેક માહિતીસભર પોસ્ટ માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી