માં – બાપ ને દુઃખી કરીને કોઈ સુખી નથી રહી શકતું – Must Read !

આજે સૃષ્ટિ ધ્રુસકે ને ધ્રુસકે રડતી હતી,એની આંખોમાં આંસુ સૂકાતા નહોતા. રડવાનું કારણ હતું કે સૃષ્ટિની “માં” નું અવસાન થયું હતું. તેના પતિ સર્જને સૃષ્ટિને સમજાવી કે કુદરતે લખ્યું હોય એજ થાય અને આપણે તો એમની સેવા કરી જ તી ને, અવસાનને ૫દિવસ થયા છતાં તું રડ્યા કરે છે.

ત્યાં સૃષ્ટિ બોલી દુનિયામાં કોઈ નિશ્ર્વાર્થ પ્રેમ હોય તો તે “માં – બાપ” નો છે. મારાં માટે મારી માં એ ખૂબ દુઃખ સહન કર્યા તા, તકલીફ સહન કરી તી, મારાં ભાભીએ તો ક્યારેક મારી મમ્મીને સાચવ્યા નથી. ભાઈ પણ ભાભી સામે લાચાર બની જતો. મારી “માં” કેટલી બધી દુઃખી હતી.

ત્યાં જ સર્જન ઊભો થઈ ચાલવા લાગ્યો, સૃષ્ટિ કહે ક્યાં જાવ છો?? સૃષ્ટિ આજે મારી આંખ ખૂલી ગઈ છે, લગ્નનાં ૭વર્ષ થયા આ ૭વર્ષમાં આપણામાં થી કોઈએ “માં” ને સાચવ્યા નથી. હું તો મારી માં નો એકનો એક દિકરો છું. મારી “માં” એ પણ મારાં માટે બહુ દુઃખ વેઠયું છે, સિવણ કામ કરીને મજૂરી કરીને મને એન્જીનીયર બનાવ્યો, મારા દરેક સપના એણે પૂરા કર્યા, ખૂબ તકલીફ એણે સહન કરી છે.

છેલ્લાં ૧વર્ષથી “માં” પથારી વશ છે, આયા રાખી છે તે સેવા કરે છે પણ “માં તું કેમ છે?” એ પણ આપણે પૂછતાં નથી અને” માં” ની કિમંત શું એ હવે મને સમજાઈ ગઈ છે, હવે મોડું નથી કરવું, હું મારી “માં” પાસે જાઉં છું.

ઊભા રહો….. સૃષ્ટિએ બૂમ પાડી. હું પણ તમારી સાથે આવીશ, આપણે બંને ભેગા મળીને “માં” ને સાચવીશું, સેવા કરીશું. માં – બાપ ને દુઃખી કરીને કોઈ સુખી નથી રહી શકતું.

તમને તમારા “માં-બાપ” થી અલગ કરીને મેં મોટું પાપ કર્યું છે પણ હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. ખૂબ મોડું થઈ ગયું છે છતાંય આજે “માં” ની માફી માંગી પાપનું પ્રાયશ્ચિત કરી લેવું છે…. ચાલો…. પાપનું પ્રાયશ્ચિત કરી લઈએ.

સૃષ્ટિ અને સર્જન ઘર તરફ ચાલવા લાગ્યા….

લેખક : પંકિતા ગિરીશ ભાઈ શાહ (માં – બાપને ભૂલશો નહીં)

ટીપ્પણી