ઓછા બજેટમાં ફરવા માટે આ પ્લેસ છે એકદમ બેસ્ટ, મારી લો તમે પણ લટાર…

ઓછા બજેટમાં ફરવા માટે આ પ્લેસ છે એકદમ બેસ્ટ, મારી લો તમે પણ લટાર

આજકાલ અનેક લોકો કામ કરીને કંટાળી ગયા હોવાથી મોટાભાગના લોકો વેકેશન પડવાની રાહ જોતા હોય છે.તો આજે અમે તમને એવી જગ્યાઓ જણાવીશું જ્યાં તમે ફરવાથી તણાવ મુક્ત થઇ જશો અને સાથે-સાથે જ્યારે તમે પાછા ફરશો ત્યારે રિફ્રેશ પણ થઇ ગયા હશો. જો કે અનેક લોકો થોડા ઓછા બજેટમાં સારી એવી જગ્યા પર ફરવાનું પ્લાનિંગ કરતા હોય છે. આમ, જો તમે પણ ઓછા બજેટમાં ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ જગ્યાઓ તમારા માટે એકદમ બેસ્ટ છે.

ઉટીઉટીમાં મદુમલાઈ નેશનલ પાર્ક, ડોડાબેટ્ટા ચોટી, ઉટી ઝીલ જેવી ફેમસ જગ્યા છે. ફિશિંગનો શોખ ઘરાવતા લોકો, વાઈલ્ડ લાઈફને એન્જોય કરનારા લોકો અને ઉટીના સૌથી ઉંચા પહાડને પસંદ કરતા લોકો માટે આ સ્વર્ગ છે. આ હિલ સ્ટેશન તમિલનાડુમાં આવેલું છે અને સમુદ્ર કિનારાથી 2,623 મીટર ઉપર છે.

ચકાર્તાદહેરાદૂનનું સુંદર હિલ સ્ટેશન ચકાર્તા ટાઉન્સ અને યમુના નદીની વચ્ચે આવેલુ છે. પ્રકૃતિપ્રેમી લોકો માટે આ જગ્યા એકદમ બેસ્ટ છે. અહીં ટાઈગર ફોર્સ અને અહીંથી ગ્રેટ વોલ ચીનનો નજારો, હનૂલમહાસૂ અને લાખામંટલ બહુ પ્રખ્યાત છે. આ જગ્યા નૈનિતાલ અને મસૂરી કરતા ઘણી સસ્તી છે અને અહીં ભીડ પણ ઓછી જોવા મળે છે.

માઉન્ટ આબૂઓછા બજેટમાં અને માઇન્ડને ફ્રેશ કરવા માટે જો તમે ફરવા જવાનું વિચારી રહ્યા છો તો માઉન્ટ આબૂ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. રાજસ્થાનના સિરોહી જીલ્લામાં સૌથી ઉંચો પહાડ માઉન્ટ આબૂ છે. આ જગ્યા સમુદ્રની સપાટીથી 1220 મીટર ઉંચી છે.

દાર્જીલિંગસમુદ્રની સપાટીથી 2134 મીટર ઉંચાઇ પર દાર્જીલિંગમાં તમે ટાઈગર હિલ, જાપાની મંદિર, સક્યા મઠ, ભૂતિયા-બસ્તી-મઠ અને ચાના બગીચાઓ તમે અહીં જોઇ શકો છો. આ સિવાય અહીં બરફિલી ખીણો તમારા પ્રવાસને યાદગાર બનાવી દેશે. દાર્જીલિંગ એક રોમેન્ટિક પ્લેસ હોવાથી તમને અહીંયા ફરવાની ખૂબ જ મજા આવશે.

ગોવાગોવા એક સુંદર સમુદ્રી વિસ્તાર છે. ગોવામાં તમને સમુદ્રના કિનારે રેન્ટ પર બાઇક લઇને ફરવા નીકળવાની ખૂબ જ મજા આવશે. આ સાથે ગોવાના બીચ પર તમને ધમાલ-મસ્તી કરવાની પણ મજ્જા પડી જશે.

ધર્મશાલાજે વ્યક્તિઓને નેચરલ એટલે કે, કુદરતી વસ્તુઓ જોવી વધારે ગમતી હોય તો તેમના માટે ધર્મશાલા એક બેસ્ટ પ્લેસ છે. અહીં પેરા ગ્લાઇડિંગની પણ તમે મજા માણી શકો છો.

જયપુરપિંક સીટી જયપુરની તો વાત જ અનેરી છે. વળી તે ગુજરાતથી પાસે પણ છે. અહીં તમને અનેક ધર્મશાળાઓ અને સસ્તી હોટલો રોકાવા માટે મળી જશે.

પુષ્કરપુષ્કર વાસ્તુશાસ્ત્રની સુંદરતા માટે વખણાય છે. અહીં તમને સસ્તાફૂડ સાથે સસ્તી રહેવાની જગ્યાઓ પણ મળી જશે. જો તમે પુષ્કર જવાનું પ્લાનિંગ કરતા હોવ તો ત્યાં ઊંટની સવારી કરવાની ના ભૂલતા અને સાથે-સાથે ઠંડાઇ અને લસ્સી પીવાની મજા પણ માણજો.

ઋષિકેશઉત્તરાખંડમાં આવેલુ સુંદર ઋષિકેશમાં અનેક ધર્મશાળાઓ છે જે તમારું હોટલનું ભાડું ઓછું કરી શકશે. વળી અહીં ખાવાનું પણ સસ્તું છે. ફોરેસ્ટટ્રેકિંગ, માઉન્ટેન બાઇકિંગ, વોટર રાફ્ટિંગ, રોક ક્લાયમિંગ અને બંજીજંપિગ જેવી એક્ટિવિટીની મઝા અહીં તમે જરૂરથી ઉઠાવજો.

લેખન સંકલન : નિયતી મોદી

માહિતી કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો, અને દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી