લવ યુ પાપા

વાત છે સાલ ૧૯૮૦ ની…. ત્યારે મારી ઉંમર ૧૨ વર્ષ ની, સાતમા ધોરણ માં ભણતો, એ સમયે ફિરોઝ ખાન ના પ્રોડકશનનું એક ફીલ્મ આવેલું કુરબાની, અને એનું એક ગીત લેલા મે લેલા …. કેસી મે લેલા,…. હર કોઈ ચાહે મુજસે મીલના અકેલા….બીજું ગીત…. આપ જેસા કોઈ મેરી જીંદગીમે આયે તો બાત બન જાયે…ખુબ પોપ્યુલર થયેલા, રેડીયોનો જમાનો… સવારે 8 થી 9 ના સમયે ઓલ ઇન્ડીયા રેડીયો પર આપકી ફરમાઈસ… બપોરે 1.30 સે ફોજી ભાઈઓકી ફરમાઈસ માં ત્યારે આ ગીત અચુક વાગતાં.

સ્કુલનો એક છોકરો કુરબાની ફીલ્મના ગીતોની નાની બુક 20 પૈસામાં ખરીદી લાવેલો, ખબર નહી કેમ મે એ ગીતોની ચોપડીમાંથી બે ગીત ગણીતની નોટબુક ના પાછડના પાને લખ્યા, કેમ લખ્યા તે આજે પણ મને ખબર નથી, મને ત્યારે આ ગીતના સબ્દોની ઝાઝી સમજ નહી, અર્થ પણ ખબર નહી, પણ સવારે ઉઠતાંજ રેડીયો પર થી કાન પર પછડાતા પાકિસ્તાની સંગીતકાર બીદુ ની ધુન ઢેન ટેન ટેનટેન નેને નેને ટેન..અને ગાઈકા નાઝીયા હસન નો અવાજ … આપજેસા કોઈ મેરી જીંદગીમે આયે….તથા લેલા મે લેલા ગીતમાં ઓ… લેલા… કુલુ કુલુ…. ગુલુગુલુ… શબ્દોએ દીમાગમાં આકર્શણ જગાવેલું.

બે એક દીવસ પછી શનીવારે પપ્પા લેશન કરાવવા બેઠેલા અને તેમની નજર આ ગીતો પર પડી, તેમણે ગુસ્સામાં આવી પુછ્યું…. આ કયા કોર્સમાં છે, આ શું છે… તને સમજાય છે….હું નીચી નજર કરી ઉભોરહ્યો, કંઈ બોલી ન શક્યો…. મનમાં કોઈ ખરાબ ક્રુત્ય કર્યાનો ભાવ… અને કદાચ એ ભાવ પપ્પા પારખી ગયા….

બીજા દીવસે………રવિવાર

પપ્પા રેવન્યુ ખાતામાં ક્યારેક રવિવારે પણ ઓફીસ જવાનું થાય, તેમણે જતાં પહેલાં મને કહ્યું બપોરે 2 વાગે મારી ઓફીસ આવ, સાંથે તારા ક્લાસના પેલા છોકરાને કે જે ગીતોની બુક લાવેલો તેને પણ લેતો આવજે, અને હા બીજા તારા બે અંગત મિત્રોને પણ લાવજે..

ખુબ બીતાં બીતાં બપોરે બે મિત્રો સાંથે ઓફીસ પહોચ્યો, પેલો ગીતોની ચોપડી વાળો મિત્ર ડરના માર્યો ન આવ્યો… મને જોઈ પપ્પા એ કહ્યું બેસો, શું થશે એની ચીંતામાં અમે અડધો કલાક બેસી રહ્યા… પપ્પાએ પુછ્યું વૈશાલી ટોકીઝ જોઈ…. અમે હા કહી, તેમણે ખીસ્સામાંથી 3.30 ના શોની ટીકીટો કાઢીને મને આપતાં કહ્યું… કુરબાની મુવીની ટીકીટો છે તમે ત્રણેય જોઈ આવો…

સાંજે જમતી વખતે તેમણે કહ્યું… કેવું લાગ્યું મુવી… મે ધીરેથી કહ્યું સરસ..પછી એમણે કહ્યું…. આ ગીતોમાં ખાશ કાંઈ છે…? નથી ને,…. દુનીયા આખીમાં આ ગીતો વાગે છે, બધા મુવી જોવા જાય છે, તને એમ ન થાય કે હું રહી ગયો…. એમાં શું હશે…. બસ એ દુર કરવાજ તને જોવા મોકલેલો… એમાં બંન્ને હીરો જે ચોરીઓ કરેછે એવી ચોરીઓ જીવનમાં ન કરવી હોય તો ભણો……!!!

ગ્રેટ ડેડી લવ યુ….. બહું સખ્ત છે આજે 78 ની ઉંમરે પણ… આર્મી કમાંન્ડર જેવો પ્રભાવ અને જુસ્સો…ગુસ્સો…..પણ એ નાળીયર જેવા છે …ઉપર થી સખ્ત અને અંદરથી સોફ્ટ મલાઈદાર… એ સમજતાં બહું સમય લાગ્યો… લવ યુ પાપા.

લેખક – અનીલ કુમાર ચૌહાણ

ટીપ્પણી