લવ ડાયરી – વાંચવા જેવી વાત !!

મયુર કોલેજના બીજા વર્ષમાં હતો.તે વી.વી નગરની એક સારી સરકારી કોલેજમા ફાર્મસીમા અભ્યાસ કરતો હતો.તે રોજ સવારે નાસ્તો કરીને નવ વાગ્યે કોલેજમા પહોંચી જાય.કોલેજનો ટાઇમ દસ વાગ્યાનો હતો.મયુર સ્વભાવે શાંત અને શરમાળ હતો.તે રોજ કોલેજના મેદાનમાં રહેલા લીમડા નીચે બેસી ને તેની સામે થી પસાર થતા લોકોને જોયા કરતો અને પોતાની મસ્તીમા મસ્ત રહેતો.

એક દિવસ તે લીમડા નીચે બેઠો હતો.તે કાનમાં ઇયરફોન લગાવીને સોંગ સાંભળતો હતો.તેને જોયુ તો તેની સામે એક છોકરી બેઠી હતી.તેના લાંબા વાળ થી તેનો અડધો ચહેરો ઢંકાયેલો હતો.પરંતુ તેના ગુલાબી હોઠની માદકતા મયુરની આંખો માણી રહી હતી.તેને સીવલેસ ટી શર્ટ અને કેપરી પહેરી હતી.મયુરની આંખો આ નજારાની અનુભૂતિ કરતી હતી.ત્યાજ પેલી છોકરીયે ધીમેથી પોતાના માથાના વાળ સરખા કરતા મયુર સામુ જોયુ.સામે જોતાજ મયુરના ગાલે પેલી છોકરીને મુલાયમ સ્માઈલ સેન્ડ કરી.પેલી છોકરીયે પણ સ્માઈલ થી મયુરને રીપલે આપ્યો.ત્યાજ કોલેજના બેલ નો રણકારો સંભળાયો.મયુર લેબકોટ પહેરીને લેબ તરફ ચાલ્યો,પેલી છોકરી પણ પોતાનુ બેગ ખંભા પર લટકાવીને લેક્ચર ભરવા ચાલતી થઇ.

બીજે દિવસે પણ મયુરને આજ અનુભવની અનુભૂતિ થઇ.ધીમે ધીમે આ અનુભૂતિનો વેગ વધ્યો.એક દિવસ મયુર પોતાનુ બેગ લીમડા નીચે ની બેંચ પર મુકીને તેનાથી દુર ફોન પર વાત કરતો હતો.પેલી છોકરીયે જોયુ તો એક ડાયરી તે બેગ પર પડી હતી.તે ઝડપથી ઉભી થઇને તે ડાયરીને ઉઠાવીને તેની બેગમા મુકી.ત્યા તરતજ કોલેજનો બેલ રણકી ઉઠ્યો.મયુર ફોન મુકીને,લેબકોટ પહેરીને ફટાફટ લેબ તરફ ચાલતો થયો.

પેલી છોકરી પણ પોતાના ક્લાસમાં લેક્ચર માટે ચાલીતી થઇ.
તારુ નામ શુ છે?

તુ કયા યરમા છે?

તુ કયા રહે છે?

તુ બી.ફાર્મમા છે કે ડી.ફાર્મમા?

તારા લાબા બ્લેક હેર મને બહુ ગમે છે.

તારા લાલ હૉઠ મને હોટ લાગે છે.

તારા ચહેરાની સ્માઈલ જોયને મારો ફેસ પણ સ્માઈલ કરે છે.

તારા હાથ પરનું ટેટુ મને વારમવાર જોવાનુ મન થાય છે.

તે પહેરેલી હાઈ હીલથી હુ હરખાઈ જાવ છુ.

તારી આંખો સાથે હુ મારા નજારાને શેર કરવા જાવ ત્યાજ તારી એ સંચળ આંખો સાથે મારુ કનેક્શન કટ થઇ જાય છે.

ધણા સમયથી તારી સાથે વાત કરવાની ઇચ્છા થાય છે પણ બધો સમય મને ગમતા તારા નખરા જોવામાજ પસાર થઈ જાય છે.

તારા હાથની નાજુક આંગળીના ધારદાર નખને નેઈલપોલીસ કરવાનુ મન થાય છે.

તારા હાથમા મોબાઈલ જોય મને તારો મોબાઇલ નંબર માગવાનુ મન થાય છે.

રોજ આ લીમડા નીચે બેસી તને જોવાનુ ગમે છે,તો પણ મને તારી જોડે રેસ્ટોરન્ટમા ફેસ ટુ ફેસ વાતો કરવાનુ મન થાય છે.

મને ખબર નથી તુ મને પ્રેમ કરે છે કે નહી,તો પણ મને વારમવાર તને આઈ લવ યુ કહેવાનુ મન થાય છે.

મયુરે તેની ડાયરીમાં પેલી છોકરી પ્રત્યેની તેના દિલની ભાવનાઓ ને છુટી છવાઇ રીતે પેનની શાહીથી ટપકાવી હતી.એકતા આ બધુ વાંચી રહી હતી.તેને બેગ માંથી પેન કાઢી અને મયુરની ડાયરીમાં લખવા લાગી.

મારુ નામ એકતા છે.

હુ ફસ્ટ યરમા છુ.

હુ આણંદ રહું છુ.

હુ બી.ફાર્મમા છુ.

થેન્કસ યાર…હવે હુ મારા વાળ નહી કપાવુ.

થેન્કયુ સો મચ યાર…હુ હરરોજ લિપસ્ટિકથી મારા હોઠ હોટ બનાવીશ.

ઓહક…હુ હંમેશા સ્માઇલ કરતી રહીશ….?

તે ટેટુ તુ રોજ જોય શકે છે.

ઓહક….મને હિલ પહેરવી ગમે છે.

તારી આંખોનુ એનટેના રીપેર કરાવ પાગલ ..???.

મને ખબર છે એટલેજ હુ નખરા કરુ છુ….?.

મોસ્ટવેલકમ…..નેઈલપોલીસ માટે?

9647563524….સેવ કરી લેજે.

નો પ્રોબ્લેમ..આઇ એમ રેડી.ગીવમી ટાઇમ એન્ડ નેમ ઓફ રેસ્ટોરન્ટ.

સો સ્વીટ ડીયર…મને તારુ તે આ લવ યુ સાંભળવુ ગમે છે.

એકતા મયુરની ભાવનાઓના જવાબ તે બુકમાં લખીને તેની બેગમાં મુકે છે.સવારે ઉઠીને એકતા તૈયાર થઇ કોલેજ આવે છે.તે હસતી હસતી ઝડપથી મયુર પાસે આવી તેને લીધેલી ડાયરી તેને આપે છે.
“થેન્ક યુ મેડમ,હુ મારી આ ડાયરી ગઇકાલે શોધતો હતો .”મયુરે એકતાને કહ્યુ.
“યુ આર વેલકમ “એકતા એ હસીને જવાબ આપ્યો.ત્યાર બાદ તે પોતાના કલાસ તરફ જાય છે .મયુર તે ડાયરી ખોલીને જોવે છે.તો તેને લખેલા વાક્યમાં નીચે કંઈક લખેલુ જોવા મળે છે.એકતા એ લખેલા જવાબ થી તે ખુબજ ઉત્સાહીત થઇ જાય છે.પોતાનો મોબાઈલ કાઢી તે એકતાના મોબાઈલ પર રીંગ કરે છે.હજી એકતા તેના ક્લાસમાં પહોંચે તે પહેલા તેના મોબાઈલ પર અજાણા નંબરનો કોલ આવે છે.
“હેલ્લો….”એકતા કોલ રીસીવ કરીને તેનો જવાબ આપે છે.
“હાઇ…એકતા”મયુર રીસીવ થયેલા કોલનો જવાબ આપે છે.

“યસ…વુ આર યુ”એકતા એ રીસીવ કરેલા કોલનો જવાબ આપ્યો.
“હુ મયુર બોલુ છુ”મયુરે એકતાને જવાબ આપ્યો.

“ઓહ….ગુડ,હા યાદ આવ્યુ,હુ તને ઓળખી ગઇ”એકતા એ જવાબ આપ્યો.
“હુ નીચે તારી રાહ જોવ છુ”.

“હા,…ઉપર જો…”એકતા એ મયુરને જવાબ આપ્યો.

મયુર ઉપર જોવે છે, એકતા અને મયુરની આંખો એક બીજાને મળે છે.બન્ને સામસામે હાથના ઇશારા થી હાઈ કરે છે.એકતા નીચે જાય છે.બન્ને કોલેજના કેન્ટીનમાં બેસવા જાય છે.મયુર અને એકતા એકબીજા ના પ્રેમનો સ્વીકાર કરે છે.મયુર અને એકતા પહેલા એકબીજા થી દુર,એકબીજાથી અલગ અને એકબીજાની સામે બેસતા હતા .પરંતુ હવે હરરોજ એકતા અને મયુર એકબીજાની પાસે,એકબીજાની સાથે અને એક થઇને તે તે લીમડા નીચે રહેલી બેંચ પર બેસે છે.

-ખોડીફાડ મેહુલ (ગુરુ)

ટીપ્પણી