શિવજી સાથે જોડાયેલી છે નણંદ- ભાભીની અનોખી કહાણી! તમે જાણતા હતા ?

- Advertisement -

અહીંયા જે વાત કરવામાં આવી રહી છે તે દરેકનાં ઘરની વાત સાથે જોડાયેલી છે. વર્ષોથી કહેવાય છે કે જે ઘરમાં ચાર વાસણ હોય છે, તે ખખડવાનાં જ છે. તેમાં પણ ખાસ નણંદ અને ભાભીનાં મતભેદો તો ખુબ જ ફેમસ છે. આખી દુનિયા જાણે છે કે નણંદ અને ભાભી વચ્ચે અણબનાવ થવા એ નક્કી જ છે, પણ અમુક જ એવા કિસ્સાઓમાં એવું જોવા મળતું હોય છે કે આ બન્ને સ્ત્રીઓ બહેનો બનીને રહેતી હોય છે.

આજે નણંદ અને ભાભીનાં મતભેદો આખરે ક્યારથી ચાલી રહ્યાં છે, તે અંગે વાત કરવા જઈ રહ્યાં છીએ. આ અંગે શંકર ભગવાન પણ સમજી ગયા હતા કે આ બન્ને સ્ત્રીઓ એકમત નહીં થાય. નણંદ અને ભાભીની આ કહાણી શિવાજી સાથે જોડાયેલી છે, જે કદાચ જ કોઈને ખબર હશે. તો આવો જાણી લઈએ કે કેમ શંકર ભગવાનએ પણ કહી દીધું હતું કે નણંદ અને ભાભી વચ્ચે બહુ પટવાની નથી.

ભગવાન શિવ અને તેમનાં પરીવારથી કોણ પરિચિત નથી, પણ તમને ખબર છે કે ભગવાન શિવની એક બહેન પણ હતી. જેમનાં વિશે ધર્મ ગ્રંથોમાં બહુ ઓછું જણાવવામાં આવ્યું છે. તમને હવે મહત્ત્વનો પ્રશ્ન એ થતો હશે કે શિવજીનો જન્મ નહતો થયો, તેઓ સ્વયંભૂ હતા. તો તેમની બહેન ક્યાંથી અને કેવી રીતે જન્મી? તો અમે તમને આખી હકીકત જણાવીએ કે શિવજીની બહેનનો જન્મ કેવી રીતે થયો હતો અને તેમનાં જન્મ પાછળ શું કહાણી હતી.

લગ્ન કરીને જ્યારે માતા પાર્વતી કૈલાશ પર્વત આવ્યાં ત્યાંથી આ કથાની શરુઆત થઈ હતી. માતા પાર્વતીને કૈલાશ પર્વત ઉપર એકલવાયું લાગતું હતું. તેઓ મનમાં કલ્પના કરતા હતા કે જો તેમની કોઈ નણંદ હોત તો તેમની સાથે તેઓ વાતો કરતા. પાર્વતી માતાનાં મનમાં આ વાત ઘણી વાર આવતી, પણ તેઓ ક્યારેય આ વાત શિવજી આગળ નહતા કહેતા. શિવજી તો આખરે અંતર્યામી છે, તેમણે પાર્વતી માતાનાં મનની વાત તરત જ જાણી લીધી.

આ પછી શિવજી એ પોતાની માયાથી એક દેવીને ઉત્પન્ન કર્યા. પરંતુ તેમનું રુપ એકદમ વિચિત્ર હતું. તે દેવી અત્યંત ભરાવદાર હતા અને તેમનાં પગમાં મોટી-મેટી તિરાડો હતી. શિવજી એ તેમનું નામ અસારવી દેવી રાખ્યું. આ રીતે માતા પાર્વતીને નણંદ મલી ગઈ. પાર્વતી માતાએ અસારવી દેવીને સ્નાન કરવાર્યું અને પછી ભોજન માટે તેમને આમંત્રિત કર્યા. પરંતુ અસારવી દેવીએ જ્યારે ખાવાનું શરુ કર્યું તો માતા પાર્વતીનાં બધા ભંડાર ખાલી થઈ ગયા. આનાથી પાર્વતી માતાને ખુબ જ ખોટું લાગ્યું હતું, પણ તેમણે આ વિષયમાં કોઈને કશું જ નહતું કહ્યું.

નણંદ-ભાભીનો રિશ્તો જ મજાક અને મસ્તીનો છે. જેમાં કજિયા પણ થતા રહે છે. આવી જ રીતે માતા પાર્વતી અને અસારવી દેવી વચ્ચે પણ બન્યું હતું. એક વખત અસારવી દેવીએ પોતાની ભાભી સાથે મજાક કરવાનું શરુ કરી કર્યું. તેમણે માતા પાર્વતીને પોતાનાં પગની તિરાડોમાં છુપાવી દિધા. શિવજી પાર્વતી માતાને શોધતા આવ્યા ત્યારે અસારવી દેવીએ જોરથી પગને પછાડીને તેમને બહાર કાઢ્યાં. આનાથી માતા પાર્વતી દુખી થયાં હતાં. તેમણે શંકર ભગવાનને કહ્યું કે તમે નણંદને તેનાં સાસરે મોકલી દો. તે સમયે જ શિવજી સમજી ગયા કે ભાભી અને નણંદમાં વધારે પટવાની નથી. અંતે અસારવી દેવીને કૈલાશ પર્વતથી વિદા કરી દેવાયા હતાં

જો મિત્રો આ તો ફક્ત નણંદ-ભાભી વચ્ચેની નોક-ઝોકની એક કહાણી હતી, પણ અત્યારનાં સમયમાં આ વાત ભાગ્યે જ જોવા મળે છે. હળી મળીને અને પ્રેમથી એકબીજા સાથે રહો અને લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.

સંકલન : જ્યોતિ નૈનાણી 

સૌજન્ય : આમચોરી ડોટ કોમ  www.aamchori.com/bhagvan-shiv-ki-bhan-aur-parvati/

ટીપ્પણી