ખટ-મીઠું લીંબુનું અથાણું…આજે જ શીખી લો….બને છે સાવ સરળ રીતે…

સામગ્રી :-

*આથેલા લીંબુ-4-5
*રાયના કુરિયા-એક નાની વાટકી
*મેથીના કુરિયા-એક નાની વાટકી
*વારીયાળી-2-3 ચમચી
*આચાર મસાલો-2 ચમચી
*મરચું પાવડર- સ્વાદ મુજબ
*ગોળ- સ્વાદ મુજબ
*તેલ- જરૂર મુજબ

રીત:-

સૌ પ્રથમ આથેલા લીંબુના નાના કટકા કરીને તેને થાળીમાં અલગ અલગ સુકવી દેવાના.બે ત્રણ કલાક માં થોડા સુકાઈ જાય એવું લાગે ત્યાં સુધી સુકાવા દેવાના. તેમાંથી બધા લીંબુનાં બી કાઢી નાખવા.

લીંબુની છાલ કડક ના થાઈ એનું ધ્યાન રાખવું. ત્યારબાદ એ લીંબુ ના કટકા ને એક તપેલીમાં લયને તેમાં ગોળ ઉમેરવો. ગોળ ઓગરી જાય ત્યાં સુધી એમ જ રહેવા દેવું. પછી તેમાં બધા મસાલા નાખવા. રાયના કુરિયા, મેથીના કુરિયા,વરિયાળી અધકચરી પીસી લેવી, આચાર મસાલો સ્વાદમુજબ નાખવો,

આ બધા મશાલ બજાર માં સરળતાથી મળી રહે છે. મરચું પાવડર, અને તેલ જરૂર મુજબ નખવું. આ બધા મસાલા જરૂર મુજબ નાખવા. નમક નાખવાની જરૂર નથી કેમકે આથેલા લીંબુમાં એ હોઈ જ છે અને આચરી મસાલા માં પણ હોઈ છે.જો વધારે ખાટું લાગતું હોય તો ગોળ ઉમેરી શકાય.

એકદમ સરસ મિક્ષ કરી લેવાનું અને 5-6 કલાક તપેલીમાં જ રેવા દેવું જેથી બધું સરસ રીતે મિક્ષ થઇ જાય. પછી બરણી માં ભરી લેવું. તો તૈયાર છે ખટ-મીઠું લીંબુનું અથાણું…..

થેપલા પરોઠા સાથે તેમજ સવારે ભાખરી સાથે નાસ્તા માં પણ ખુબજ સ્વાદિષ્ટ લાગશે… ઉનાળા માં લીંબુ ખુબજ ફાયદાકારક છે, તેમજ બાળકો જે શાક નથી ખાતા એને જો આ અથાણું આપવામાં આવશે તો બાળકો ઝટ પટ જમીં લેશે.

રસોઈ ની રાણી:નિરાલી રતનપરા(જૂનાગઢ)

આપ સૌ ને મારી વાનગી કેવી લાગી અચૂક કોમેન્ટ માં કહેજો !

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block