લીંબુ મરચાની ચટણી – એકવાર બનાવો ને સ્ટોર કરો પૂરા વર્ષ માટે ભજીયા ને થેપલા સાથે સરસ લાગે છે ખાવામાં

લીંબુ મરચાની ચટણી

લાલ મરચા અને લીંબુ માંથી બનતી આ ચટણી અપડે બારે માસ સ્ટોર કરી શકીએ છીએ. જેવી રીતે અપડે આખા વર્ષ ના અથાણા બનાવીને સ્ટોર કરીએ છીએ. એવી જ રીતે અપડે આ લીંબુ મરચા ની ચટણી ને સ્ટોર કરી શકીએ છીએ. આ ચટણી ને લાલ મરચા ની તડકા છાયા ની ચટણી પણ કેહવાય છે. અને તમે તેને તડકામાં ના સૂકવવી હોય તો તેને ઉકાળી ને પણ બનાવી સ્કાય છે.

આ ચટણી માં માત્ર લાલ મરચા, ખાંડ અને લીંબુ નો ઉપયોગ કરવામાં અચે છે. તેથી આ રેસીપી ખુબ જ સરસ છે અને ફરાળી પણ છે.

આ ચટણી ને અપડે રોટલી જોડે ખાઈ શકીએ તેમજ ફરાળી પેટીસ હોય કે પછી ભજીયા કે સેન્દ્વીચ કે પછી ભેડ એમાં પણ આ ચટણી માં પાણી ઉમેરી સેહ્લી કરી ઉપયોગ કરી શકીએ છીએ.

સામગ્રી:

૧ કિલો લાલ મરચા,

૧ કિલો ખાંડ,

૨ નંગ મોટા રસ વાળા લીંબુ.

૨ ચમચી નમક.

રીત:

સૌપ્રથમ અપડે લઈશું લાલ મરચા. હવે તેના બી કાઢી અને કટકા કરી લઈશું. તેના કટકા કરતી વખતે હાથ માં મોજા કે તે ના હોય તો પ્લાસ્ટિક બેગ જેવું કૈક પેરી લેવું નહિતર હાથ માં તીખાસ બેસી જશે.

હવે અપડે લઈશું ખાંડ. અને લીંબુ.. ખાંડ જેટલા પણ મરચા લઈએ એટલા લેવા જેથી તીખાસ ના પ્રમાણ માં મીઠાસ સરખું થઇ જાય. અને આપડી ચટણી ખટ-મીઠી બને.

હવે એક પછી એક અપડે લીંબુ નો રસ કાઢી લઈશું. લીંબુ થી ચટણી માં એક સરસ ખટાસ આવી જાય છે. અને આગળ તેને મરચા માં ઉમેરીસું.

હવે મરચા ને ક્રસ કરી લઈશું.. ચટણી બનાવવા માટે. તો થોડા થોડા કરી ને અપડે મરચા ને મિક્ષ્ચર માં ભરી અને ઉપરથી તેમાં એક એક ચમચી લીંબુ નો રસ ઉમેરી તેને ક્રસ કરીશું. જેથી તે પ્રોપર ક્રસ થઇ જાય. અને લીંબુ પણ સરળતાથી મરચા જોડે મિક્ષ થઇ જાય.

આવી જ રીતે બધા મરચા ને ક્રસ કરી લઈશું. અને તેની સરસ ગ્રેવી બની જશે. હવે તેને એક મોટા બાઉલ માં અલગ કાઢી લેવી.

હવે એક પેન માં ખાંડ લઈશું. ખાંડ મરચા લીધા હોય એટલી લેવાની છે. અને તેમાં નમક ઉમેરીસું.

હવે અપડે તેમાં ક્રશ કરેલા મરચા ઉમેરીસું. અને તેને પ્રોપર મિક્ષ કરી લઈશું. જેથી ખાંડ મરચા અને નમક મિક્ષ થઇ જાય.

હવે ગેસ ચાલુ કરી ધીમી આંચ ઉપર અપડે તેને ઉકળવા મુકીસું. અને તેને સતત ચમચા વડે ઉકળતા રેહવું જેથી તે બેસી ના જાય.

હવે તે એકદમ ઉકળી જાય એટલે ખબર પડી જશે કે ચટણી તૈયર છે . તેનો કલર લાલ માંથી મરુન જેવો થઇ જશે.

તો તૈયર છે બારે માસ અને ફરાળ માં પણ ખવાય એવી લીંબુ મરચા ની ચટણી.

નોંધ: આ ચટણી માં તમે તમારા ટેસ્ટ મુજબ ફેરફાર કરી શકો છો. જે પણ વસ્તુ જેટલી લેવી હોય એટલી લઇ ને પણ ચટણી બનાવી શકો છો.

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી