લીલવા પૂરી (Lilva Puri)

સામગ્રી:

2 વાટકી ઘઉંનો લોટ
1 વાટકી જૂવરનો લોટ
1 વાટકી રવો
1 વાટકી પીસેલ લીલી તુવેરના દાણા
1 ચમચી લીલું મરચું
1 ચમચી જીરું પાઉડર
1 ચમચી ધાણા પાઉડર
મીઠુ
1 ચમચી આદું લસણની પેસ્ટ
1 ચમચી હળદર
1/2 ચમચી ગરમ મસાલો
તેલ

રીત:

એક વાસણમાં ત્રણેય લોટ મિક્સ કરવા.
તેમાં પીસેલ તુવેરના દાણા ઉમેરી બધાં મસાલા, મીઠુ, તેલનું મોણ દઇ ભાખરી જેવો લોટ બાંધવો.
લોટના નાના નાના લુવા કરી પૂરી વણી લેવી.
તેલ ગરમ થાય એટલે ડીપ ફ્રાય કરી લેવી.
તો તૈયાર છે લીલવા પૂરી.

રસોઈની રાણી: બીના સોલંકી (બારડોલી)
સાભાર: હિરલ રાકેશ ગામી (જામનગર)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી