“લીલવાના પરાઠા” – સવાર સવાર માં ગરમાગરમ ખાવ અને ખવડાવો..

“લીલવાના પરાઠા”

સામગ્રી:-

* પરાઠાનો લોટ ( ધંઉનો ),
* ૧ કપ લીલવા (તુવેરના દાણા) ક્રશ કરેલા,
* ૧ ટી.સ્પૂન તલ,
* ૨ ટે.સ્પૂન આદુ – મરચાની પેસ્ટ,
* ૧/૪ ટી.સ્પૂન હળદર,
* ૧/૨ ટી.સ્પૂન ગરમ મસાલો,
* ૧ ટી.સ્પૂન લાલ મરચું,
* ૧ ટી.સ્પૂન ખાંડ,
* મીઠું સ્વાદ મુજબ,
* ૧ ટે.સ્પૂન ચોપ કોથમીર,
* ૧ બાફેલુ બટાકુ,
* પરાઠા શેકવા ધી અથવા તેલ,

રીત :-

– એક કડાઈમાં ૨ ચમચી તેલ ગરમ કરવુ . તેલ ગરમ થાય એટલે ક્રશ કરેલા લીલવા નાખી સાતળવા જ્યાં સુધી લીલવા ચઢીજાય ત્યાં સુધી .
– લીલવા ચઢી જાય પછી તેમાં બધા મસાલા અને બટાકુ, કોથમીર નાખી મિકસ કરી ૧ મિનિટ સાતળો.
– પૂરણ થોડુ ઠંડુ થાય એટલે લોટ માથી લુઓ લઈ પૂરી વણી તેમા પૂરણ ની ૨ ચમચી ભરી પરાઠા વણી ધી થી શેકી લેવા.
– આ પરાઠાને ટામેટા સૂપ સાથે સરસ લાગે છે.

* નોંધ:
– જે લોકોને કોલેસ્ટોલ નો પ્રોબલેમ છે અને લીલવાની કચોરી ન ખાઈશકે તેઓ માટે આ ઉતમ ઓપશન છે .
– આજ પૂરણ માથી કચોરી પણ થાય.
– ધંઉ ના લોટ માં થોડો મેદો પણ મિકસ કરી પરાઠાનો લોટ તૈયાર કરી શકાય છે.

રસોઈની રાણી: કાજલ શેઠ ( મોડાસા )

જો તમને મારી રેસીપી ગમી હોય તો whatsapp અને facebook પર like અને share જરૂર કરજો.

ટીપ્પણી