એક સમયે હતી ડીપ્રેશનનો શિકાર, આજે યુ-ટ્યુબ પર વીડિયો અપલોડ કરી કમાય છે ૫૦ કરોડ આ યુવતી…

તમને વિશ્વાસ નહીં આવે એક છોકરીનીં એવી કહાની જે યુ-ટ્યુબ પર વીડિયો ઉપલોડ કરી ૫૦ કરોડ કમાય છે. ૨૮ વર્ષની આ છોકરી યુ-ટ્યુબ પર એક બ્રાંડ બની છે. હાલમાં ફોર્બ્સ મેગેઝીનમાં યુ-ટ્યુબનાં બેહતાજ઼ બાદશાહમાં આ છોકરીનું નામ હતુ. ભારતની આ છોકરીના વીડિયો જેટલા રસ્પ્રદ છે એની કહાની પણ એટલી જ રસપ્રદ છે.

હાં જી આપણે વાત કરી રહ્યા છે એક પંજાબી પરિવારમાં જન્મી લિલી સિંહની, એણે પોતાના દમથી ઇંટરનેટ પર એક નવી જ પહેચાન બનાવી. લિલીનાં માતા-પિતા લિલીને વક્તા બનતાં જોવા માંગતા હતા પણ નસીબમાં અલગ જ લખેલુ હતુ. બાલ અવસ્થાથી જ લિલીને સંગીત, નાટ્ય, કલા ઇત્યાદિમાં અત્યંત રુચિ હતી. પણ કાલેજનાં સમયમાં તલ મળી શકી નહીં. ઇંટરનેટનાં માધ્યમથી લિલી ઑડીયો ક્લિપ બનાવતા શીખી હતી. કોલેજનાં છેલ્લા વરસમાં એ ડીપ્રેશનનોં શિકાર થઇ હતી.

લિલીનાં દાદાથી એ લાગણીથી જોડાયેલી હતી અચાનક તે મૃત્યુ પામ્યા હતા એ કારણ તે ડીપ્રેશનનીં શિકાર બની હતી. ડીપ્રેશનથી બહાર આવવા માટે યુ-ટ્યુબનોં સહારો લીધો અને પછી લિલીની દુનિયા બદલી ગઇ.

આક્ટોબર ૨૦૧૦માં પહેલી વખર લિલી એ વિડીયો અપલોડ કર્યો હતો અને માત્ર ૭૦ લોકો એ વિડીયો જોયો હતો. બીજા, ત્રીજા, ચોથા વિડીયોનાં હાલ પણ એ જ હતા. ત્યારે ૧૦૦૦ સબ્સક્રાઇબર કરવા એ લિલીનું સપનુ હતુ. પણ હાર ના માની અને એક પછી એક નવા અને રોક વિડીયો અપલોડ કરતી રહેતી હતી. તમને અચંભો લાગશે કે લિલીને વિજ્ઞાપન પેટે ૧૫ કરોડ મળે છે. દુનિયભરમાં લિલીનાં કરોડથી વધુ સબ્સક્રાઇબર છે.

પોતાના બધા વિડીયોનાં અંતે સોમવાર અને ગુરુવારે એક નવો વિડીયો અપલોડ કરવાનો દાવો કરે છે. અને દાવો પુરો કરવા આ બે દિવસે વિડીયો લઇનેં આવે છે. “સુપરવુમન”થી મશહુર આ ચૈનલ સાથે માશેલ ઓબામા, માધુરી દીક્ષીત, સેલેના ગામેજ઼, ડ્વેન જાનસન જેવા નામી વ્યક્તિ સાથે કામ કરી ચુકી છે.

લિલી કહે છે કે “હું ઘણી વખત થાકી જાઉ છું પણ કૈમેરાથી છુપાવાનું એક પણ વિકલ્પ નથી મળતુ.”

લિલીનેં ઘણી વખત રંગના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. સામાન્ય વાત છે કે આખી દુનિયામાં ગોરા રંગને વધુ પસંદ કરવામાં આવે છે. ઘઉવર્ણી લિલીને અવરોધને માત આપી ટોપ ૩ યુટ્યુબર્સની લિસ્ટમાં લિલીનું નામ શામિલ છે. લિલી સાચા અર્થમાં સુપર્વુમન છે અવરોધોને મારી પોતાની જાતનેં તારી છે.

લેખન સંકલન : દીપેન પટેલ

શેર કરો આ રસપ્રદ માહિતી અને દરરોજ આવી અવનવી માહિતી માટે લાઇક કરો અમારું ફેસબુક પેજ.
અમારું ફેસબુક પેજ જોવા માટે અહિ ક્લિક કરો.

ટીપ્પણી