Lili Kothamir Chutney (લીલી કોથમીરની ચટણી)

945950_149727815231669_1296016720_n

 

આપણે ઢોકળા , સેન્ડવીચ તેમજ પુડલા વિવિધ વાનગી ને પોસ્ટ કરી છે પણ આ બધી જ વાનગી ની સાથે વિવધ પ્રકાર ની ચટણી ની જરૂરિયાત છે તો આજે શીખીએ ચટણી જે કોમન છે તેમજ તેને બનાવવી પણ સરળ છે

લીલી કોથમીરની ચટણી :

 

* સામગ્રી:

– ૧૦૦ ગ્રામ લીલી કોથમીર

– ૩-૪ નંગ લીલા મરચાં

– ૧ નાની ચમચી આમચૂર પાઉડર અથવા ૧ -નંગ લીંબુનો રસ

– ૧ નાની ચમચી ગરમ મસાલો અથવા સિંગદાણા

– મીઠું સ્વાદ અનુસાર

 

* રીત:

લીલી કોથમીર અને મરચાંને ધોઈને સાફ કરી લેવા અને તેને મોટા કટકામાં કાપી લેવા. ત્યારબાદ, કોથમીર, લીલા મરચાં, ગરમ મસાલો. આમચૂર પાઉડર અથવા લીંબુનો રસ, મીઠું વગેરે ભેગું કરી મીક્ષરમાં નાંખી અને બારીક પીસવું. પાણી તેમાં જરૂરિયાત મુજબનું જ ઉમેરવું.

કોથમીરની ચટણી તૈયાર થઇ ગયાબાદ, ફ્રીઝમાં રાખી શકાય છે અને તેનો ઉપયોગ એક અઠવાડિયાં સુધી થઇ શકે.

ગરમ મસાલાની જગ્યાએ થોડા સિંગદાણા અને થોડું સંચળ નાખીને બનાવવાથી તેનો સ્વાદ વધુ અલગ આવશે.

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block