“લીલી ડુંગળી સેવનું શાક” – મારા ઘરમાં દરેકને ભાવે છે લીલી ડુંગળી.. હું તો ટ્રાય જરૂર કરીશ..

“લીલી ડુંગળી સેવનું શાક”

સામગ્રી:

250 લીલી ડુંગળી,
જરૂર મુજબ ચણાના લોટની સેવ,
1 ચમચો તેલ,
1 ચમચી રાય,
1 ચમચી જીરું,
2.5 ચમચી લાલ મરચું,
1 ચમચી હળદર,
2 ચમચી ધાણાજીરું,
મીઠું,

રીત:

સૌ પ્રથમ ડુંગળીને સાફ કરી લીલો અને સફેદ બને ભાગ ઝીણો સમારી લેવી.
પછી એક કડાઈમાં તેલ મૂકી રાય જીરુંનો વઘાર કરી હળદર તેલમાં ઉમેરી, ડુંગળી ઉમેરી દેવી.
પછી મીઠું, લાલ મરચું ધાણાજીરું ઉમેરી બરાબર મિક્સ કરી લેવું.
ચમચો પાણી ઉમેરી 2-3 મિનિટ ઢાંકીને ચડવા દેવું.
પછી ઢાંકણ હટાવી લઇ સેવ ઉમેરી મિક્સ કરી ગેસ બન્ધ કરવો.
આ શાક પરાઠા રોટી જોડે સર્વ કરવું.
તો તૈયાર છે લીલી ડુંગળી સેવનું શાક.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી