લીલા વટાણાની પેટીસ (Lila Vatana Ni Petis)

લીલા વટાણાની પેટીસ

સામગ્રી:

૫-૬ બાફેલા બટેટા
૨૫૦ ગ્રામ્સ વટાણા
૧૦૦ ગ્રામ્સ શીંગદાણા
૨ લીલા મરચા
કિસમિસ
કોથમીર
મીઠું
હળદર
ગરમ મસાલો
સાકર સ્વાદ મુજબ
૧ ચમચી લીંબુ નો રસ
1/2 કપ બ્રેડ ક્રમ્સ
કોર્નફ્લૉઉર જરૂર મુજબ
તળવા માટે તેલ

રીત

સૌ પ્રથમ બાફેલા બટેટામાં હળદર, મીઠુ, ગરમ મસાલો, બ્રેડ ક્રમ્સ નાખી મિક્સ કરી માવો તૈયાર કરી સાઇડ પર મૂકી દો .

શીંગ અને મરચાને સાથે મિક્સર માં અધકચરું પીસી લો, પછી વટાણા ને કાચા જ મિક્સર માં અધકચરા પીસી લો.

૧ લોયામાં ઘી મૂકી જીરું નાખો, શીંગ મરચાનો ભુક્કો સાંતળો, પછી તેમાં વટાણા નાખો, બધો મસાલો નાખો, કીસીમીસ, કોથમીર નાખો, બરાબર મિક્સ કરી સ્ટફિન્ગ રેડી કરી ઠન્ડુ થવા દો.

જો માઇક્રોવેવ માં સટ્ટેફિંગ બનાવ વું હોય તો માઈક્રો સેફ બાઉલ માં ઘી ની જરૂર નહિ પડે, ઘી વગર જ બધા મસાલા ૧ સાથે મિક્સ કરી ૩ મિનિટ માટે ગરમ કરી લો, સરસ ચડી જશે (જે લોયા માં સાંતળયો છે તે).

હવે બટેટા નું પૂરણ હાથ માં લઇ ગોળ પુરી જેવો સેપ આપી અંદર વટાણા નું સટ્ટેફિંગ ભરી ગોળ સેપ માં બરાબર પેક કરી લો
પછી કોર્નફ્લૉઉર માં રગડી ગરમ તેલ માં તળી લો, તેલ બરાબર ગરમ હોવું જોઈએ, નહીં તો પેટીસ છુટસે.

તો તૈયાર છે લીલા વટાણાની પેટીસ.

રસોઈની રાણી – જિજ્ઞા દેસાઈ (મુંબઈ)

ટીપ્પણી