“લીલા વટાણાની ચટણી” – અલગ પ્રકારની ચટણી..

“લીલા વટાણાની ચટણી”

સામગ્રી:

1/2 બાઉલ લીલા વટાણા,
1 બાઉલ કોથમીર,
2 લીલા મરચા,
1/2 ઇંચ આદું,
2-3 લસણની કળી,
મીઠુ (સ્વાદ મુજબ),
ખાંડ (સ્વાદ મુજબ),
1 ચમચી લિમ્બુનો રસ,
ચપટી હળદર,

રીત:

સૌ પ્રથમ વટાણાને બોઇલ કરી લેવા.
પછી નિતારીને મિક્ષર જારમાં લઈ તેમા કોથમીર, લીલા મરચા, આદું, લસણ, ખાંડ, મીઠું, હલદર અને લિમ્બુનો રસ ઉમેરી પીસી લેવું.
તો તૈયાર છે લીલા વટાણાની ચટણી.

નોંધ:

પીસતી વખતે ફુદીનો ઉમેરી શકાય.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block