લીલા લસણની ચટણી- ખુબ સરળ અને ટેસ્ટી રીત, શેર કરો અને લાઇક કરો…

લીલા લસણની લીલી ચટણી (Lila Lasan ni Chatni)

સામગ્રી:

લીલું લસણ,
કોથમીર,
લીલા મરચા,
મીઠું,
ખાંડ,
લીંબુ,

રીત:

– સૌ પ્રથમ કોથમીર અને મરચા ધોઈ લેવા.
– મિક્ષર જારમા લસણ, કોથમીર દાંડલી સાથે, મરચા ત્રણેયના હાથથી કટકા કરીને લેવા.
– પછી તેમા મીઠું, ખાંડ, લિમ્બુનો રસ ઉમેરી પીસી લેવું.
– બધી વસ્તુ ધોઈને લીધેલ હોવાથી પાણીની જરૂર નહી પડે પણ જરૂર લાગે તો 2 ચમચી જેટલું પાણી લેવું.
– ચટણીને વેજ સેન્ડવીચ, થેપલા, ઢોકળા, ભજીયા જોડે સર્વ કરી શકાય..
– તો તૈયાર છે લીલા લસણની લીલી ચટણી.

રસોઈની રાણી: રિધ્ધિ પરમાર (રાજકોટ)
સાભાર: હિરલ રાકેશ ગામી (જામનગર)

તો આજે જ બનાવી દો અને શેર કરો આ લીંક તમારા ફેસબુક પર અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી