લીલા લસણ મેથીના વડા વીથ બેસન ચટણી – એકવાર અચૂક ટ્રાય કરજો આ વાનગી…

લીલા લસણ મેથીના વડા વીથ બેસન ચટણી. 

◆ સામગ્રી:-

◆ વડા બનાવા માટે:-

● બાજરીનો લોટ 500 ગ્રામ.
● મેથીની ભાજી 150 ગ્રામ.
● લીલા લસણની ભાજી 100 ગ્રામ.
● લીલા મરચાં લસણની પેસ્ટ 3-4 ચમચી.
● અજમો 1 ચમચી.
● દહીં 50 ગ્રામ.
● ગોળ 50 ગ્રામ.
● હળદર 1 ચમચી.
● મીઠું સ્વાદ મુજબ.
● તલ 2 ચમચી.
◆ બેસન ચટણી બનાવા માટે:-
● તેલ 2-3 ચમચી.
● રાઇ 1 ચમચી.
● લીલા મરચાં ઝીણા સમારેલા 2 નંગ.
● પાણી 1 કપ.
● દહીં 1/2 કપ.
● મીઠું સ્વાદ મુજબ.
● ખાંડ 2-3 ચમચી.
● બેસન 2 ચમચી.

◆ અન્ય સામગ્રી:-

● તળેલા લીલા મરચાં.
● લીલા ધાણા સજાવટ માટે.
● તળવા માટે તેલ.

◆ લીલા લસણ મેથીના વડા બનાવની રીત ◆

● સૌ પ્રથમ એક બાઉલમાં ધોઈને સાફ કરેલી લીલા લસણ અને મેથીની ભાજી લો.હવે તેમાં લીલા મરચાં લસણની પેસ્ટ નાખો.ત્યારબાદ તેમાં હળદર,મીઠું,તલ અજમો,દહીં, સમારેલો ગોળ નાખો. હવે તેમાં બાજરી
નો લોટ નાખી કણક બાંધી લો.હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો ત્યારબાદ તેમાં બાંધેલી કણકના નાના વડા બનાવી મીડીયમ આંચ પર ગોલ્ડન બ્રાઉન રંગના તળી લો.તો તૈયાર છે લીલા લસણ મેથીના વડા.

◆ બેસન ચટણી બનાવની રીત:-

● સૌ પ્રથમ એક પેન માં તેલ ગરમ કરો.હવે તેમાં રાઈ નાખી રાઈ ફૂટવા દો. ત્યારબાદ તેમાં લીલા મરચાં નાખી 30 સેકન્ડ માટે સાંતળો પછી તેમાં પાણી રેડો.હવે પાણી માં ખાંડ મીઠું નાખો.હવે થોડું પાણી લઈ તેમાં બેસન નાખી પાણીમાં ઓગાળી વઘારેલા પાણીમાં મિક્સ કરી લો.હવે બેસન કુક થઇ જાય એટલે તેમાં ઉપર થી દહીં નાખી.1 મિનિટ માટે કુક કરી ચટણીને આંચ પરથી ઉતારી લો.તો તૈયાર છે બેસન ચટણી.

● હવે તૈયાર વડાને બેસની ચટણી તળેલા લીલા મરચાં અને ધાણા થી ગાર્નીશ કરી ગરમા ગરમ સર્વ કરો.તો તૈયાર છે લીલા લસણ મેથીના ક્રિસ્પી વડા વીથ બેસન ચટણી.

◆ રેસિપી:-રાકેશ પ્રજાપતિ (કસુંબાડ,બોરસદ)

◆ એક્સપર્ટ ટિપ્સ:-

● ચટણીમાં તમે તમારા સ્વાદ મુજબ ખાંડનું પ્રમાણ વધારે ઓછું કરી શકો છો.
● વડા માં ગોળનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો.
● દહીંની બદલે તમે લીંબુનો રસ પણ લઈ શકો છો.
● ચટણીને વધારે કે ઓછી ગટ્ટ કરવા માટે તમે તમારી રીતે બેસન વધારે ઓછો નાખી શકો છો.

મિત્રો, આપ સૌને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટમાં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી