ઝિંઝરા,ગોલ્ડ કૉઈન, બનાવો આ વાનગી એટલે બાળકો અને પતિ શે ખુશખુશ.

ઝિંઝરા,ગોલ્ડ કૉઈન

લીલાં ચણા ગેસ નથી કરતા, શરીરમાં વિષાક્ત વાયુ હોય તો તેને બહાર કાઢી નાખે છે. ચણા ખાવાથી પેટ સાફ અને હલકુ રહે છે. અને અત્યારે સીઝન પણ લીલા ચણાની જ હોવાથી અમે લાવ્યા છીએ તમારા માટે ખાસ આ લીલા ચણાની એકદમ નવી જ વાનગી. તો આજે જ બનાવો હો.

 

સામગ્રી-

–3નંગ..હોલ વીટ બ્રેડ,
–1વાટકી..લીલા ચણા,
–3’4 કળી..લસણ,
–2″કા ટુકડા ..આદુ,
–લીલા મરચા,
–કોથમીર,
–4’5દાણા..આખા મરી,
–1/2 નીંબુ,
–મીઠુ,
–બટર,
–તેલ,
–કોપરાની ચટનક,
— ટામેટો સૉસ,

રીત

*લીલા ચણાને છોળી,લસણ ,આદુ મરચા ,મરી સાથે મિકચરમાં ક્રશ કરી લો
કઢાઇ માં તેલગરમ કરી જીરાના વઘાર કરી ચણાની પેસ્ટ,મીંઠુ, મરી, નીંબુના રસ નાખી ષેકી લો ,કુક થઇ જાય નીચે ઉતારી કોથમીર નાખી ઠંડા કરી લો

બ્રેડ સ્લાઇડ ને ગોલ કાપી,બટર લગાવી ચણાની પેસ્ટ મુકી ,તલ ભભરાવી હાથેથી થોડા દબાવી નાનસ્ટીક તવા પર બટર લગાવી શેકી લો,પછી ઉલટાવીને ગોલ્ડન બ્રાઉન કિસ્પી શેકી લો. કોપરા ની ચટની અને ટામેટા સૉસથી ગર્નીશ કરી સર્વ કરો..

નોંધ-

ગોલ્ડ કૉઈનના આકાર અને ગોલ્ડન કિસ્પીને કારણ ગોલ્ડ કૉઈન નામ છે…..
ક્ષેત્રીય ભાષાને લીધે ઝિંઝરા ,લીલા ચણા ,પોપટા અને બૂટ નામથી ઓળખાય છે.

રસોઇની રાણી – સરોજ શાહ (આણંદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી