‘લીલા ચણાનો હલવો’ નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી ગયું ને ? તો ચાલો આ રેસિપી જોઇને આજે જ બનાવો

લીલા ચણાનો હલવો 

◆ ફૂડ ઇન્ફો:-જીંજરાનો અર્થ થાય છે લીલા ચણા.રાજકોટ,કાઠીયાવાડ માં લીલા ચણા ને જીંજરા કહેવામાં આવે છે.તો સ્ટાર્ટ કરીએ આજની સ્વીટ રેસિપી જીંજરાનો હલવો.

◆ સામગ્રી:-

● ઘી 100 ગ્રામ,

● ક્રશ કરેલા લીલા ચણા (જીંજરા) 250 ગ્રામ,

● મોળો માવો 50 ગ્રામ.

● દૂધ 100 ગ્રામ.

● ખાંડ 100 ગ્રામ.

●ઈલાયચી પાવડર 1 ચમચી.

● બદામની કતરણ 2 ચમચી

◆જીંજરાનો હલવો બનાવની રીત◆

● સૌ પ્રથમ લીલા ચણાને ફોલી તેને મિક્સરઝાર માં લઇ કણકદાર પીસી લો.

● હવે એક નોનસ્ટિક પેનમાં ઘી ગરમ કરી તેમાં ક્રશ કરેલા ચણાના મિશ્રણને ઉમેરી તેને પાણી બળે ત્યાં સુધી સાંતળો.હવે ચણાનુ મિશ્રણ સંતળાય જાય પછી તેમાં મોળો માવો નાખી તેને 2 મિનિટ માટે શેકીલો.

● હવે મોળો માવો અને ચણાનું મિશ્રણ શેકાય જાય એટલે તેમાં દૂધ ઉમેરી ચણાનું મિશ્રણ પૂરેપૂરું કુક કરી લો.હવે મિશ્રણ કુક થાય અને દૂધ બળી જાય એટલે તેમાં ખાંડ નાખી ખાંડનું પાણી બળે અને ઘી છુટું પડે ત્યાં સુધી કુક કરો.છેલ્લે તેમાં ઈલાયચી પાવડર નાંખી હલવાને એક સર્વિંગ ડીશ માં લઇ તેના પર બદામની કતરણથી ગાર્નીશ કરી હલવાને ગરમ કે ઠંડો સર્વ કરો.તો તૈયાર છે જીંજરાનો હલવો.

● એક્સપર્ટ ટિપ્સ:-

● ખાંડનું પ્રમાણ તમે તમારી જરૂર મુજબ વધારે ઓછું કરી શકો છો.

● જો તમારી ઈચ્છા હોય તો તમે ગ્રીન ફૂડ કલર પણ નાખી શકો છો.

●જો તમારે મોળા માવાની જગ્યાએ ગળ્યો માવો લેવો હોય તો ખાંડનું પ્રમાણ ઓછું રાખવું.

●તમારી ઇચ્છા હોય તો તમે ચાંદીના વરખથી પણ પણ ગાર્નીશ કરી શકો છો.

રેસિપી:-રાકેશ પ્રજાપતિ.(કસુંબાડ, બોરસદ)

મિત્રો, આપ સૌને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટમાં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી