મહેસાણાનું પ્રખ્યાત અને ટેસ્ટી એવું લીલી હળદરના શાકની રેસિપી નોંધી લો

મહેસાણામાં લીલી હળદરનું શાક ઘરેઘરે ફેમસ છે. ઠંડી આવે એટલે લોકોના ઘરમાં લીલી હળદરનુ શાક રોટલા જોડે બનાવાય છે. ટેસ્ટમાં એકદમ સરસ એવી આ રેસિપીના હેલ્થને ફાયદા પણ અનેક છે. લીલી હળદર હેલ્થ માટે બહુ જ ફાયદાકારક હોય છે, તેથી ઠંડીની જમાવટ થતા જ મહેસાણાવાસીઓ આ શાક બનાવે છે. જાણી લો કેવી રીતે બને છે આ રેસિપી.

સામગ્રી:

500 ગ્રામ સૂકી ડુંગળીની પેસ્ટ,
500 ગ્રામ ટમેટાની અધધકચરી ગ્રેવી,
500-750 ગ્રામ લીલી હળદર,
500-750 ગ્રામ લસણ,
500 ગ્રામ ઘી,
500 ગ્રામ દહીં (લસ્સી જેવું),
250 ગ્રામ આદું,
250 ગ્રામ મરચાની પેસ્ટ,
250 ગ્રામ લીલા વટાણા,
200 ગ્રામ કોથમીર,
200-400 ગ્રામ સમારેલ ગોળ,
મીઠુ, લાલ મરચું,

બનાવવાની રીત:

સૌ પ્રથમ ઘી માં લીલી હળદર લાલાશ થાય ત્યાંસુધી સાંતળી લેવી(બળી ન થાય તેનુ ધ્યાન રાખવું.)
પછી લસણ ઉમેરી સાંતળવું, સંતળાય જાય એટલે ડુંગળીની પેસ્ટ ઉમેરવી.
પછી ટામેટાની ગ્રેવી ઉમેરવી. ઘી છૂટું પડે એટલે આદું વાસણને અડે નહીં તેમ છૂટું છવાયું ભભરાવી 1-2 મિનીટ રહેવા દહી મરચાની પેસ્ટ ઉમેરવી.
પછી જરૂર મુજબ મીઠુ, લાલ મરચું ઉમેરવું.
પછી વટાણા અને ગોળ ઉમેરી મિક્સ કરવું.
છેલ્લે દહીં ઉમેરી બરાબર મિક્સ કરી દેવું.
કોથમીર ઉમેરી ગાર્નિશ કરવું. લો, હવે તૈયાર છે હળદર. આ શાહકને કોઈ પણ લોટના રોટલા જોડે સર્વ કરવું.

સંકલન – દીપેન પટેલ

ખુબ ટેસ્ટી છે ગરમાગરમ રોટલા સાથે ખાવાથી બહુ મોજ આવે છે..

ટીપ્પણી