દુકાનદાર તમને જે ટ્રેડિશનલ સાડી વેચે છે, તે અસલી છે કે નહિ તે આવી રીતે પરખો…

આજકાલ યુવતીઓ આમ તો સાડી બહુ જ ઓછી પહેરે છે, પણ સાડીના શોખીનો હંમેશા સારી સાડી પહેરવાનો શોખ ધરાવે છે. તેઓ ટ્રેડિશનલ સાડીઓમાં જે સાડીઓનું વજન પડે તેવી સાડીઓ પહેરવાનું પસંદ કરે છે. જેમાં તમે બોલિવુડ એક્ટ્રેસ રેખા, શ્રીદેવીને આવી સાડીઓ પહેરતા હંમેશા જોઈ હશે. તાજેતરમાં જ અનુષ્કા શર્માએ પણ પોતાના લગ્નના રિસેપ્શનમાં સાડી પહેરવાનું પસંદ કર્યું હતું. હાલ પ્રસંગોમાં બનારસી, કાંજીવરમ કે સિલ્કની સાડી પહેરવાનો ટ્રેન્ડ વધારે છે. પણ આ સાડીઓ ખરીદવાની પરખ હોવી બહુ જ જરૂરી છે, નહિ તો વેચનાર તમને ઉલ્લુ બનાવીને રૂપિયા પડાવી શકે છે.

ત્યારે આજે અમે તમને એવી ટિપ્સ આપીશું, જેનાથી તમે સાડીની પરખ કરતા શીખી જશો. જેનાથી તમે ક્યારેય સાડીના મામલે છેતરાઓ નહિ.

– જે ફેબરિક અસલી હોય છે, તે દેખાવમાં ચમકદાર હોય છે. કાંજીવરમ સાડી તપાસવા માટે તેની જરીને જરાક નખથી ખોંચો. જો તેની નીચેથી લાલ સિલ્ક નીકળે તો તેનો મતલબ કે, તમારી કાંજીવરમની સાડી અસલી છે.

– અસલી બનારસી સાડીના પલ્લુમાં હંમેશા છથી આઠ ઈંચ લાંબું પ્લેન સિલ્ક ફેબરિક હોય છે. અસલી બનારસી સાડી પર બનેલી ડિઝાઈન પણ પારંપરિક હોય છે. જો તમારી સાડી પર મુઘલ પેટર્નથી પ્રેરિત આંબા, અંબી કે દોમક જેવી પ્રિન્ટ છે, તો તેનો મતલબ કે તમારી બનારસી સાડી અસલી છે.

– અસલી સિલ્ક સાડીની ઓળખ એ હોય છે કે તે બહુ જ વધુ હલ્કી હોય છે. તમારી સિલ્કની સાડીને એક અંગૂઠાની વચ્ચેથી કાઢવાનો પ્રયાસ કરો. જો તમે તેમાં સફળ થઈ જાઓ છો તો તેનો મતલબ કે તમારી સિલ્કની સાડી અસલી છે. – અલગ અલગ રંગના દોરાનું મિક્સચર સિલ્કની સાડીને એક અલગ જ ચમક આપે છે. રોશનીનો ખૂણો બદલવા પર અસલી સિલ્કનો રંગ પણ બદલતો હોવાનું પ્રતીત કરશે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક અવનવી અને અનોખી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી