કાળા માથાના માનવીએ કેવી કેવી અનોખી વસ્તુઓ શોધી છે એ તમે આ માહિતી પરથી જાણી શકશો…

૧. મોટરથી ચાલતો આઈસ્ક્રીમ કોનમોટાઇઝ્ડ આઈસ્ક્રીમ કોન એક અલગ જ શોધ છે જેમાં કોનમાં એક ON/OFF SWITCH આપેલી હોય છે. જયારે એ સ્વીચ ઓન કરવામાં આવે ત્યારે કોન ગોળ ગોળ ફરે અને કોઈ પણ નાનકડો છોકરો પણ આ આઈસ્ક્રીમની ફક્ત જીભ અડાવીને મજા લઇ શકો છે.

૨. બટરસ્ટીક

૧૯૮૭માં લ્યુકમુન નામના વ્યક્તિ એ ક્રિકેટની રમત દરમિયાન આની શોધ કારી હતી. ગેમનાનાનકડા ટી બ્રેક દરમિયાન એઓને બ્રેડ બટરલગાવવા માટે બટરનાઈફશોધવામાં સમય વેડફાતો હતો અને ત્યારે જ આ નવા વિચારનો જન્મ થયો. પણ MICHAEL APENESS નામના વ્યક્તિ એ આ વિચાર પણ ચોરી લીધો હતો.

૩. કેનમાં મળતી SANDWICH, CANDWICHMark Kirkland નામનો વ્યક્તિ CANDWICH નો ફાઉન્ડર તેમજ CEO છે. તેઓ જયારેકુકીસ સાથે સોડા પીતા હતા ત્યારે પ્રથમ વાર SANDWICH ને કેન માં વેચવાનો વિચાર આવ્યો હતો. ૨૦૦૩ માં તેમણે આ વિચારનું મશીન બનાવ્યું અને તેને પેટન્ટ કરાવ્યું. અને ત્યારબાદ ચાલુ થયો CANDWICH નો સિલસિલો.

૪. કેળા કાપવાનુ મશીન આવી શોધ તો કોઈ આળસને લીધે જ થઇ હોય એવું દેખાઈ અ જ આવે છે. સામાન્ય રીતે લોકો કેળાને કાપવાનું ટાળે છે…આળસને લીધે. તો આ રહ્યું એનુ પણ SOLUTION.

૫. ગોળ ગોળ ફરતી કાંટા ચમચી
આની શોધ બોબબલોવએ કરી હતી. એમણે આ ફોર્કનો વપરાશ સમજાવતા કહ્યું કે જેમ આ ફોર્ક ઉપર આંગળી SCROLL કરીશું એમ એ ગોળ ફરીને તમારી મેગી અથવા નુડલ્સને ચમચી માં વીંટી લેશે જેથી ખાવામાં સરળતા રહે.

૬. TV remote માં બોટલ ઓપનરઆ શોધ આપણા ભારતમાં એટલી પ્રચલિત નથી જેટલી વિદેશમાં છે. વિદેશમાં લોકોને ટીવી જોતા જોતામદિરાપાન કરવાની ટેવ હોય છે અને આવા સમયે ઓપનર લેવા ઉભું થવું કંટાળાજનક હોય છે. અને આજે આ ઓપનર મોટા ભાગના બધા જ ઘરમાં જોવા મળે છે.

૭. પ્રીઝમ ગલાસજો કોઈને સુતા સુતા ડોકું ઊંચું કરીને ચોપડી વાંચવાનો કંટાળો આવતો હોય તો એના માટેનો જવાબ આ રહ્યો.

૮. The Pour Thingઘણી વાર લોકોને બોટલ માંથી પીણું કાઢવાનો પણ કંટાળો આવતો હોય છે અને એ સરખી રીતે ના કરે તો ઢોળાઈ જવાની પણ ચિંતા રહે. પણ આ રહ્યું એનું પણ SOLUTION…

૯. બરફના બોલ બનાવવાનું યંત્ર પાંચમા ધોરણમાં ભણતાકેનેડામાં આવેલાઓટ્તાવાનીસ્કુલ માં ભણતા Brandon Hemmingerઅને Melkin Bonilla-Noyola એ બરફ ના બોલ બનાવવા માટેના એક ઓજારની શોધ કરી જેનાથી ફક્ત થોડી મીનીટો માં જ બરફના બોલ બનાવી મજા માંણી શકાય.

૧૦. Sock chuteજો તમને પણ મોજા કાઢીને પેરવાનો કંટાળો આવતો હોય તો તમે એકલા આવા નથી. અને જો ખરેખર કંટાળાથી છુટકારો મેળવવો હોય તો આ રહ્યું SOLUTION.

૧૧. ટાઈ અને કુશન
આવી ટાઇઓફીસમાં ઓવર ટાઈમ કરતા લોકો માટે બનાવવામાં આવી છે. કામ કરતા કરતા ઊંઘ આવે તો એવી પરિસ્થિતિમાં આ ટાઈમાં ફોટામાં બતાવ્યા પ્રમાણે ફૂંક મારીને હવા ભરવાની રહેશે અને એ બની જશે ઊંઘવામાટેનુ કુશન.

૧૨. બુટ અને મોજાનજીકમાં ક્યાય જવા માટે ઘણી વાર શુસકાઢવાનો અને પહેરવાનોખુબ જ કંટાળો આવે છે જેનું Solution લોકો એ આ રીતનામોજા બનાવીને કાઢ્યું જેને જોઇને જોવા વાળા લોકોને એવું જ લાગે કે આ ભાઈએ જૂતા અને મોજા બંને પેહરેલા છે

૧૩.પોપીનેટરતમને એવું થતું હશે કે પોપ કોર્ન ખાવા માટે થોડા કોઈ મશીન ની જરૂર પડે? પણ વિચારો કે તમે ‘પોપ’ અવાજ કરો અને ત્યારેજપોપકોર્નમશીનમાંથી છૂટીને સિધ્ધી તમારી મોડામાં આવી પડે તો !

આ મશીનમાં વોઈસ સેન્સર છે જેનાથી અવાજ ‘પોપ’ સંભાળતાની સાથે જ શું થઇ જાય છે અને જયારે ઈચ્છા થાય ત્યારે પોપકોર્ન આવી પડે આપણા મોઢામાં…

૧૪. આરામ આપનાર હાથ ફોટો જોઇને ખ્યાલ તો આવજી ગયો હશે કે આ વસ્તુની શોધ શેના માટે થઇ હશે! જો કોઈ મીટીંગ દરમિયાન અથવા ક્યાંક બેઠા બેઠા ઊંઘ આવી જાય તો માથું બીજા કોઈના ખભા ઉપર અથવા આપણા જ હાથ ઉપર ટેકવ્યા વગર ખુરશી માંથી હાથ લાંબો કરી મદદ લઇ સકાય.

તમને આ બધામાં કઈ પ્રોડક્ટ વધુ ગમી એ કોમેન્ટમાં અચૂક જણાવજો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી