શૂન્યમાંથી ૬૨,૦૦૦ કરોડનુ સામ્રાજ્ય ઉભું કરનાર એક અનોખા ગુજરાતીની બીઝનેસમેનની અજાણી વાતો…

સ્વતંત્રતા બાદ ભારતની હાલત એક ગરીબ દેશ જેવી થઇ ગઈ હતી. આને કારણે જ દેશમાં ઘણા બધા મહાન માણસોએ દેશની પ્રગતિ માટેનું બીડું હાથમાં ધર્યું હતું અને એટલે જ એમની મહાનતાના કિસ્સાઓ આજે પણ પ્રખ્યાત છે. આજે અમે પણ આવા જ એક માણસની કહાની લઈને આવ્યા છીએ જેને રંક થી રાજા બનવા સુધીનો સફર કોઈ પણ મોટા માણસ અથવા સરકારની મદદ વગર સિધ્ધ કર્યો હતો. અને ઉંચાઈઓ પણ નીચી લાગે એવી પ્રગતિ હાથે ધરી હતી.ગુજરાતના ચોરવાડ ગામમાં હીરાચંદજી ને ત્રીજો પુત્ર થયો. હીરાભાઈ પોતે એક સ્કુલમાં ટીચર હતા અને કદાચ એટલા માટે જ એમને પુત્ર માટે બહુ ઊંચા સપના જોયા નહોતા. એમનું એવું ઇચ્છવું હતું કે છોકરો પણ થોડું ગણું ભણી ને એક સાદી નોકરી કરી લે જેથી તેની જીંદગી આરામ થી નીકળી શકે. પણ એમના છોકરાની નાની ઉમરથી જ એક આત્મવિશ્વાસ અને દુનિયા તરફની અલગ જ દ્રષ્ટિ જોઇને એઓ અચંબિત થઇ ગયા.

એ છોકરો ખ્ગુબ જ ચંચલ હતો જેને સ્કુલમાં બેસતાની સાથે જ તાવ આવી જતો. એનુ ધ્યાન ચારેય બાજુ રહેતું અને દર વખતે મગજમાં રૂપિયા ઉભા કરવાના જ વિચારો ચાલતા હતા કે એવું તો એ શું કારી શકે જેથી રૂપિયા કમાઈ શકે. તેઓ ગામ ના અઠવાડીક બજારમાં જતા હતા જ્યાંથી તેમને ઘણું બધું સીખવા મળતું હતું. કોને ખબર હતી કે એજ નાની-મોટી સીખેલી વસ્તુઓ તેમની ઉદ્યોગ સાહસીકતાની શરુઆત હતી.

એ અઠવાડિક બજારમાં જઈને એઓ ભજીયા વેચતા જેનાથી પોતાની માતા ને ઘર ચલાવવામાં મદદ થઇ સકતી હતી.એ છોકરાને ખબર જ હતી કે એ મોટા થઈને એક મહાન ઉદ્યોગપતિ બનશે. એક દિવસ એમની માતાએ રૂપિયા કમાવા માટે પિતાની મદદ કરવા જવા માટે કહ્યું પણ એઓ ગુસ્સે થઇ ગયા અને ગુસ્સામાં જ કહી દીધું, “રૂપિયા માટે આટલું બધું કેમ બોલો છો. એક દિવસ આખું ઘર રૂપિયા થી ભરી દઈશ.” આજુબાજુમાં રહેતા લોકોને પણ ખબર હતી કે આ માણસ ને એની તાકાતનો પુરેપુરો અંદાજો હતો.

૧૬ વર્ષની ઉમરે એને સપના પુરા કરવાની એક તક મળી જેમાં એમને યમન જાવાનો મોકો મળ્યો. યમનમાં તેઓ ડીસ્પેચ બોય તરીકે કામ કરતા હતા જ્યાં તેમને મહિના ના ૩૦૦ રૂપિયા મળતા હતા. એમના કામમાં એમની લગન અને મહેનત દેખાવા લાગી હતી અને એટલે જ તેઓને શેલ નામની કમ્પની જે કુદરતી ગેસ, ક્રુડ ઓઈલ , રીફાઈન ઓઈલ આયાત થતું હતું એમાં DISTRIBUTOR તરીકેની નોકરી મળી ગઈ.

તેઓ ઉત્સાહીની સાથે સાથે ખોજી પણ હતા જે હમેશ તક જ ખોજતા હોય. એમણે તપાસ કરી કે લંડનના ચલણમાં યમનના ચલણ રીયાલની ખુબ જ માંગ હતી કારણ કે એમાં ચાંદીનુ પ્રમાણ વધારે હતું. બસ આટલું જ જાણીને તેઓ રીયાલને પીગાળી તેમાંથી ચાંદી નીકળતા અને તેને જઈને સોનીને વેચી આવતા. હવે આવું ખૂંખાર દિમાગ તો એક જ વ્યક્તિનુ હોય…આપણા ભારતના મહાન ઉદ્યોગપતિ ધીરૃભાઈ અંબાણી. આ કામમાં તેઓ લાખો રૂપિયા કમાયા પણ એમની આગ હજી બાકી હતી. એમને હજી પણ કમાવું હતું.

 

૧૦ વર્ષ યમનમાં રહ્યા પછી તેમની પાસે લાખ જેવા રૂપિયા હતા જેને લઈને તેમને ભારત પાછા આવવાનો નિર્ણય કર્યો. ભારત આવી ને તેમને પોલીએસ્તેર આયાત અને ભારતીય મસાલાની નિકાસ ચાલુ કરી.
૧૯૬૪ માં તેમને રિલાયન્સ TEXTILEની સ્થાપના કરી જ્યાં તેમને પોલીએસ્તેરમાંથી કપડા બનાવવાનું ચાલુ કર્યું. સારી ગુણવત્તાને કારણે એમની બ્રાંડ વિમલને ઘણો ફાયદો થયો. નાનકડા ગામડાઓ સુધી એમનો માલ પહોચવા લાગ્યો અને ત્યારે જ એમના મોટા સપનાઓને વેગ મળ્યો.

વિમલની સફળતા પછી એમને ૭૦ ના દાયકામાં રીલાયન્સ ઇન્દસ્ત્રી લીમીટેડની સ્થાપના કારી હતી. ૧૯૭૭માં જયારે રીલાયન્સ કમ્પનીનો IPO બહાર પડ્યો ત્યારે ૫૮૦૦૦ લોકો એમાં રૂપિયા રોક્યા હતા જે લોકોનો રિલાયન્સ પ્રત્યેનો વિશ્વાસ સાબિત કરતુ હતું. લોક્પોને એ હદ સુધી વિશ્વાસ હતો કે આ કંપનીમાં રોકેલા રૂપિયા કદીય ડૂબશે નહિ.
રિલાયન્સએ ટાટા અને બિરલા જેવી કંપનીઓ કરતા પણ ઝડપથી કોર્પોરેટ જગતમાં પોતાનું નામ જમાવી લીધું હતું.
તેઓ ઓ સાબિત કારી દીધું હતું કે તે કોઈ પણ વસ્તુ અને કોઈ પણ ધંધામાંથી રૂપિયો ઉભો કારી શકે એમ છે. આ ઉપરાંત તેમણે રોજગારીની અનેક તકો પણ ઉભી કરી હતી.

 

આ બધી મહાનતા ઓ અને ધંધા પ્રત્યેની આટલી આગને કારણે તેઓ FORBES સામાયિકમાં ધનાઢ્ય પુરુષોમાં સ્થાન પ્રાપ્ત કારી શક્ય હતા.૨૦૦૨ માં હૃદયાગાત ને લીધે તેમનું મૃત્યુ થયું હતું પણ તેમનું સામ્રાજ્ય અને નામ આજે પણ દરેક ભારતીયના મોઢે ચડેલા છે અને હજી આગળ પણ લોકો તેમને યાદ કરતા જ રહેશે. શૂન્ય માંથી ૬૨૦૦૦ કરોડનુ સામ્રાજ્ય ઉભું કરનાર આ સાધારણ માણસની કહાની ખુબ જ અસાધારણ રહી છે.

ધીરભાઈ અંબાણી એ કહ્યું હતું કે એક દિવસ ધીરુભાઈ અંબાણી નહિ હોય પણ રિલાયન્સ એના કર્મચારીના દમ ઉપર ઉભું જ હશે.અને હવે રિલાયન્સ ધંધો નહી એક વિચાર બની ગયો છે.

લેખન – સંકલન : અશ્વિની ઠક્કર

મિત્રો, આ પ્રકારનું ધંધાનું સામ્રાજ્ય એક ગુજરાતી જ કરી શકે…આપ સૌ ને લેખ ગમ્યો હોય તો કોમેન્ટમાં લખજો “વાહ ધીરુ ભાઈ વાહ” !!!

ટીપ્પણી