નારાયણ મૂર્તિનો તેમના ઇન્ફોસિસ સ્ટાફને લખાયેલ એતિહાસિક પત્ર સોશ્યલ મીડિયામાં વાઈરલ…તમે વાંચ્યો ?

૧ – જો તમે ૯ કલાક થી વધુ કામ કરો છો તો તમારે ઇન્ફોસિસમાં જોડાવાની જરૂર નથી.

૨- જો તમે શનિવાર અને રવિવારએ પણ કામ કરો છો તો ઇન્ફોસિસ સાથે ન જોડાવ (IT માટે).

૩- તમારી કામ કરવાની જે પણ સમય મર્યાદા છે તેમાં જ કામ પૂરું કરો.

એવા દરેક લોકોને કાઢી નાખો જે ઉપરના ત્રણ માંથી કોઈ એક માપદંડમાં પણ આવતા હોય.

અત્યારે સાડા આઠ થયા હતા પણ ઓફિસની લાઈટો હજુ ચાલુ હતી…કમ્પ્યુટર હજુ કામ કરી રહ્યા હતા, કોફીના મશીનો હજુ ચાલુ હતા…અને હજુ કોણ કામ કરી રહ્યું હતું? લગભગ બધા??? જરા નજીકથી જોઈએ…

બધા જ નમૂનાઓ?? માનવ જાતિની પુરુષ પ્રજાતિના થોડા લોકો… નજીકથી જુઓ..ફરીથી જણાશેકે તેમાંના લગભગ બધા સ્નાતક છે એટલેકે હજુ પરણ્યા ન હોય તેવા…

અને શા માટે તેઓ આટલા મોડે સુધી કામ કરતા હતા? ખુબ મહેનત કરતા હતા? જરાય નહીં!!! કોઈ અનુમાન લગાવી શકો??? ચાલો તેમાંના એકાદને પૂછીએ…અને તેણે આવું કહ્યું…”ઘરે જઈને પછી શુ કરવું…અહીં અમને ઈન્ટરનેટ વાપરવા મળે છે, AC, ફોન, ખાવાનું, કોફી આ માટે અમે મોડે સુધી કામ કરીએ છીએ….અને મુખ્ય વાત બોસ નથી હોતા!!!!!!!!!!!!!”

આવો જ માહોલ છે બધા રિસર્ચ સેંટરનો અને સોફ્ટવેર કંપનીઓનો અને બીજી એવી કંપનીઓ જેના મુખ્ય મથક અહીં નથી. સ્નાતકો ઓફિસમાં ‘સમય પસાર’ કરે છે મોડી રાત્રી સુધી માત્ર એ માટે કે તેમની પાસે બીજું કંઈ નથી કરવા માટે .. તો હવે એના પરિણામો શું છે.

‘મોડી રાત્રી સુધી કામ કરવું’ (માત્ર નોંધ પૂરતું) એ ધીરે ધીરે ઓફિસના કંપની કલ્ચરનો ભાગ બની જાય છે.

આવા મોડી રાત્રીએ કામ કરતા કર્મચારીઓને તેમના બોસ હોંશે હોંશે મદદ કરે છે જેમ કે ટેક્સી ના વાઉચર, ખાવાના વાઉચર અને હા એમના વિશેનું સારું મંતવ્ય તો ખરું, (અરે, તે તો ખુબ મહેનતુ છે…ઘરે માત્ર કપડાં બદલવા જ જાય છે…!!). તેઓ પણ સહાયરૂપ તો નથી જ બની રહ્યા..

એવા બોસને શુ કરવા જે સમજતા નથી કે મોડી રાત્રી સુધી ‘કામ કરવું’ અને મોડી રાત્રી સુધી ‘બેસવું’ એમાં શો ફરક છે!!
અને તરત જ, બોસ એવી અપેક્ષા રાખવા લાગ્યા કે બધા કામદારો વધારાના કલાકો કામ કરે.

તો મારા વહાલાં સ્નાતકો હું તમને કહી દઉં કે, જયારે તમે પરણી જશો અને તમારો પોતાનો પરિવાર હશે ત્યારે જીવન બદલાઈ જશે…ત્યારબાદ ઓફિસ એ પ્રાથમિકતા નહીં રહે, પરિવાર હશે…અને ત્યારે જ ખરી મુસીબત ચાલુ થશે…કેમકે તમારે ઘરે પણ વાયદાઓ નિભાવવાના હશે.

તમારા બોસ માટે તમે પહેલાં ‘મહેનતુ’ વ્યક્તિ હતા જે અચાનક ‘જલ્દી નીકળી જનાર’ બની જશો, તમે તમારી નોકરીના કુલ કલાકોથી એક કલાક વધારે રોકશો તો પણ…પહેલાં જેટલું જ કામ કર્યાં પછી પણ..

જે લોકો પોતાનું દિવસ દરમિયાનનું કામ કરીને સમય પર જ નીકળી જાય છે તેઓ શ્રમિકો તરીકે ઓળખાય છે…

છોકરીઓ જે હંમેશા સમય પર જ નીકળી જાય છે (આ પણ હવે બદલાવ લાગ્યું છે..) તે છોકરીઓ ‘ત્યાં સુધીની નથી’ એટલે કે સારું કામ નથી કરતી એ રીતે ઓળખાય છે. આ બધામાં સ્નાતકો પોતાની પીઠ થાબડીને મહેનતથી કામ કર્યા કરે છે પણ એ સમજતા નથી કે તેઓ જ્યાં કામ કરે છે એ કંપનીની કાર્ય પ્રણાલી બગાડી રહ્યા છે અને તેમને એક સમયે ચોક્કસ પસ્તાવો થશે.

તો શું છે સાર આ કહાની નો?
*એકદમ દેખીતી રીતે, સમયસર નીકળવું!!
*ક્યારેય વધારાનો સમય ના આપવો ‘ સિવાય કે જરૂરિયાત હોય તો’
*જરૂર ન હોય તો ક્યારેય વધારાના કલાકો કંપનીમાં ન કાઢો અને કંપનીની કાર્ય પ્રણાલીને ખરાબ ન કરો કે જે આગળ જતા તમને અને તમારા સહ કર્મચારીને જ મુસીબતમાં મૂકી દેશે.

એવી હજારો વસ્તુઓ છે જે સાંજના સમયે તમે કરી શકો છો..

સંગીત શીખો…કોઈ નવી ભાષા શીખો…કોઈ રમતમાં ભાગ લેવા કોશિશ કરો…TT , ક્રિકેટ….બીજું મહત્વનું એ કે કોઈ સ્ત્રીકે પુરુષ મિત્ર બનાવો, તેમની સાથે ફરવા જાઓ..અને હવે તો ઈન્ટરનેટ વાપરવા માટેના દર સામાન્ય થઇ ગયા છે (અને fire -wall પણ નથી હોતી) અને થોડા બદલાવ માટે રસોઈ બનાવવાનું શીખો…

Smirnoff ની જાહેરાત માંથી શીખ લ્યો: *’જિંદગી તમને પોકારે છે, તમે ક્યાં છો??’ મહેરબાની કરીને આ સંદેશ તમારા બધા સહ કર્મચારીઓને મોકલો અને મહેરબાની કરીને આ કામ સમયસર કરો, મોડી રાત્રી સુધી સંદેશો મોકલવા માટે ઓફિસમાં ન બેસી રહો.

આ એક રૂઢિચુસ્ત એવી ભારતીય માન્યતા છે કે જેટલા વધારે કલાકો કામ કરવામાં આવે એટલી વધુ મહેનત અને પ્રતિબદ્ધતા હોય.

જે લોકો દરરોજ ઓફિસે મોડે સુધી બેસે છે તેઓને ખબર નથી કે સમયને કઈ રીતે ઉપયોગમાં લેવો..

સાદર, નારાયણ મૂર્થી.

લેખન-સંકલન : ભૂમિ મેહતા (બેંગ્લોર)

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block