લગ્ન ના બે દિવસ પહેલા પોતાના ભાવિ પતિને લખેલા પત્ર અને એ પત્ર નો જવાબ આપતો પતિ..Must Read

ડીયર નીખીલ,

પહેલેથી ચાલી આવતી પ્રથા મુજબ ‘સાંભળજો’ કહીને બોલાવું કે આજની જનરેશન મુજબ ‘તુ’ કહી નામથી બોલાવું એ ગડમથલમાં જ છુ હજુ..

હા, કાલે હું મારાં અમુક રંગાયેલા અને અમુક કોરા સ્વપ્નાંની ઉપર પીળી પીઠીનો લેપ કરવાની છુ. હાથમાં તારા નામની અને તારી યાદોની કયારેય ન સુકાય એવી ઓળઘોળ ગાઢ મહેંદી રચાવવાની છું….

સાત વચનો સાથે સાત ફેરા લઇ સાત સેકન્ડ સુધી પણ કદાચ તારાથી દુર નહીં રહી શકુ. તારો હાથ અને તારો સાથ કયારેય ન છુટે એવી આશ સાથે આવુ છું…

હા, હુ કયારેય નથી કહેવાની કે હું જ તને સાત જન્મો સુધી મળું પણ હુ તો ઇચ્છીશ કે તને મારાથી પણ વધુ સારૂં પાત્ર મળે….હું હંમેશાં તારી પડખે રહીશ, તને સાથ આપીશ, તારા મૂલ્યોને મારાં મૂલ્યોમા વણી લઇશ પણ તુ જયા ખોટો હોઇશ ત્યા સત્ય ની સાથે પણ હુ રહીશ…

હું એ તમામ સંબંધો અને વ્યવહારને સાકળી લઇશ જેની સાથે તુ વણાયેલો છે…

સમય આવ્યે હુ કંજુસાઈ પણ કરીશ અને સમય આવ્યે ખુલ્લો હાથ પણ રાખીશ.. મને ગમશે જો તુ મારી સ્વતંત્રતા અને સ્વાભિમાનને સ્વૈચ્છીક રીતે સ્વીકારીશ….

ઘણી બધી ઇચ્છાઓ અને અપેક્ષા અને પ્રેમની ચુંદડીમાં તારા નામનો શૃંગાર કરવાની છું. રાહ છે મને દુર થી દેખાતા પેલા ઘોડેસવાર રાજકુમારની જે મને પોતાની દુનિયામાં લઇને ઉડી જવાનો છે.

બોલ આવીશ ને????

લિ. તમારી ‘સાભળજે’ કે તારી ‘પ્રીયતમ’❤
~ડિમ્પલ દલાવરી(dimpy)…..

===============================

ડીમ્પલ,

તને શું કહી આ લેટર લખું એ હું પણ વિચારું છુ, પ્રિયે અથવા પ્રિયતમ લખીશ તો તને ચોક્કસ મારા પર હસવું આવશે…આમ પણ આ કેટલું જુનવાણી લાગે નહિ? મને તારે જે કહી ને બોલવું હોય એ નામથી બોલાવજે , જે નામ તું મને આપીશ એ મને પસંદ છે કારણકે એ તે આપેલું હશે…. તારે જુના રિતિ રિવાજ મુજબ “સાંભળજો” કહેવાની જરૂર નથી , તું મને મારા નામથી પણ બોલાવી શક છો….એમાં મારો કોઈ અહમ ભાંગવાનો નથી , આપડે બને સમાન જ છીએ….

તારા હાથમાં એ મારા નામ ની મહેંદી રચાશે એ પળ માટે હું ઘણાય દિવસથી રાહ જોતો હતો , આજે મેં પણ મારા હાથમાં મહેંદી થી તારું નામ લખ્યું છે , આમ તો તારું નામ હવે મારા દિલમાં છપાઈ ચૂક્યું છે…. તારા દરેક સપના હવે મારા સપના છે , જેને પુરા કરવા માટે મારી બનતી કોશિશ કરવાનો છું.

સાત વચન , સાત ફેરામાં શુ શુ હોય છે એનો મને ખ્યાલ નથી , જે કાલે ખબર પડી જ જશે , પરંતુ હું મારા તરફથી સાત વચન આપું છું અને હા ઓલા વચન પણ જે હશે એ હું નિભાવીસ ,

1. તારૂ સુખ એજ મારુ સુખ છે એમ જ આજીવન હું તારી સેવા કરીશ ,

2. પુરુષ અને સ્ત્રી બંને સમાન છે એટલે હું કોઈ દિવસ તારા પર મારો આધિપત્ય નહિ જમાવુ.

3. ઘરની જવાબદારી ફક્ત તારી જ નથી એમાં મારી પણ ફરજ છે એટલે તારા દરેક કામમાં હું સાથ આપીશ.

4.જીવન ના દરેક તબબકે સુખ હોય કે દુઃખ હું હમેશા તારી સ્કથે રહીશ.

5. હા પુરુષ સ્વભાવિક કદાચ મારી નજર પરસ્ત્રી પર ખરાબ થઈ શકે પરંતુ હું એ જ ક્ષણે મારા મનને સમજાવીશ અને તારા સિવાય બીજા કોઈનો વિચાર નહિ લાવું.

6. આપણી આવનારી સંતાન ની જવાબદારી પણ આપણા બંનેને ની જ છે તો એટલે અત્યારથીજ એમાં પણ હું મારી જવાબદારી નિભાવીસ એ વચન આપું છું.

7. જીવનના અંતિમ શ્વાસ સુધી હું તને મારો સાથ આપીશ, છેલ્લી ઘડી સુધી આટલો જ પ્રેમ આપીશ.

આમ તો હું ઈચ્છું છું કે સાત જન્મસુધી તું જ મને મળે પરંતુ હા તને પણ મારાથી પણ સારું પાત્ર મળે તો એ સ્વીકારીશ , એક પુરુષ તરીકે હું હમેશા મારી ફરજ બજાવીસ , તારું રક્ષણ કરીશ , તારી બધી જવાબદારીઓ હું પુરી કરીશ….. તારા સ્વાભિમાન તારા આત્મસન્માન ની જવાબદારી પણ હું નિભાવીસ , આજ સુધી જેટલી તું સ્વતંત્ર હતી એટલી જ સ્વતંત્ર તું રહીશ , તારા સ્વતંત્ર વિચારો નો હું પણ અમલ કરીશ , જ્યાં તું ખોટી હઇશ ત્યાં હું સમજાવીશ જરૂર પણ તારા વિચારો પર કોઈ દિવસ મારા વિચારો નો દબાણ નહિ આવવા દવ.

તારી દરેક ઈચ્છાઓ ,અપેક્ષાઓ ને પુરી કરીશ તારી બધી જ ઈચ્છો ને અપેક્ષાઓ ને એટલું જ મહતવ આપીશ જેટલી હું મારી ઈચ્છાઓ ને આપું છું. તારાજ પ્રેમ ને હું મારા જીવનમાં વર્ણવી લઈશ , તારો પ્રેમ જ મને હૂંફ આપી શકશે , આજે આ પત્રમાં એક બીજી વાત પણ કહીશ કે આમ તો હું હમેંશાથી લગ્ન ન કરવાનું વિચારતો હતો મને હમેંશા આ લગ્ન શબ્દથીજ ડર લાગતો હતો કે કેમ આ પ્રથા માં હું પણ કોઈ સ્ત્રીને અપનાવી શકીશ , હું કોઈને અપનાવી શકીશ કે નહીં એ વિચાર જ મને ડરાવતો હતો પરંતુ જ્યારે તું મને મળી મારા દરેક સવાલો ના જવાબ માં બસ તું જ મને દેખાણી , તને જોઈને જ એ ક્ષણે મેં મનોમન તારી જોડે લગ્ન કરી લીધા હતા , આ તો સામાજિક રીત રિવાજ મુજબ કાલે આપણા લગ્ન છે પરંતુ તું તો મારી પત્ની પહેલેથી જ છે , આપણાં લગ્ન તો આત્મા સાથે થયેલા છે.

સામાજિક રીતરિવાજ મુજબ કાલે જ મારી રાજકુમારી ને હમેંશા માટે મારી દુનીયા માં લઇ જઈશ , જ્યાં દુનિયા ની કોઈ નડતર નહિ હોય બસ આપણે બંને અને આપણો પ્રેમ જ હશે.

લી. તારો ને ફક્ત તારો અને તારા સ્વમાન ની રક્ષા કરતો

– નિખિલ વધવા

ટીપ્પણી