ચાલો જોઈએ અંદરથી ‘ગોલ્ડન વિલેજ’નો નજારો જય વસાવડાને સંગ.

“જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન ને હવે મારું એક નાનકડું સૂત્ર જય ઇમાન !”

“રફાળા ગામે તો આ એક મોટી ફાળ ભરી છે. મારી 72 વર્ષની જિંદગીમાં આટલું રૂપાળું ગામ જોયું નથી. કાશીમાં માનસ મસાન પૂરું કરીને આવું છું, પણ સ્મશાન અહીંનું ગમી ગયું ! રફાળા ગોલ્ડન વિલેજ તો બનાવ્યું, હવે દિવ્ય ગામ બનાવવાની જવાબદારી તમારી છે.”

~ ભારતભરમાં અનોખી રીતે એક જ વ્યક્તિના ખર્ચ ને મહેનતથી એસી બસ સ્ટેન્ડથી પંચાયત સંસદ ભવન સુધી નવનિર્મિત રફાળા ગામના ગ્રામાર્પણ નિમિત્તે એકદમ અનોખા એવા લાડલી ભવનના આંગણે બોલતા પ્રિય મોરારિબાપુ.

સવજીભાઈ વેકરિયા ( વિગતો માટે જુઓ ગઈ કાલની પોસ્ટ ) એ ઇન્ડિયા ગેટ સહિત સાત દરવાજા બનાવ્યા પણ ક્યાંય પોતાનું કે પરિવારનું નામ નહિ. મંદિર -મસ્જીદ બધું જ નવું કરાવ્યું. નાનામાં નાના માણસને યાદ કરી સાથે બોલાવીને જમાડ્યા. સર્વ જ્ઞાતિ સહકારથી ગ્રામોધ્ધાર કર્યો. વિવિધ સૈનિકો અને સુરતથી સવજીભાઈ ધોળકિયા, લવજીભાઈ બાદશાહ, રાકેશભાઈ ધોળકિયા, નનુભાઈ સાવલિયા, કાનજીભાઈ ભાલાળા, ડો. પ્રજ્ઞાબહેન કલાર્થી સહિત અનેક ઉમદા વ્યક્તિત્વો-અંગત મિત્રો હાજર રહ્યા ને સરદાર જયંતીએ સમારંભ અવિસ્મરણીય રહ્યો. સવજીભાઈએ સ્વાગતમાં ય ભરત ભરેલો ઓછાડ, મગફળી, મધ, તલ, ઘી, લાડવાનો ટોપલો ને ગાંધીજીની પ્રતિમા રાખી હતી ! રફાળા ડ્યુટીફૂલ એફર્ટ્સથી એકદમ બ્યુટીફૂલ થયું. બધી ઝલક તો ભીડમાં લેવી શક્ય નહોતી. પણ થોડીક મૂકી છે. જો બધા ગામડા આટલા સુંદર ને સુવિધાયુક્ત બને તો શહેર પણ આપોઆપ સ્થળાંતર ઘટતાં પ્રદૂષણમુક્ત બને. સરવાળે આ એક પહેલ છે જો સાચી દિશા ને સવજીભાઈ વેકરિયા જેવો સાફદિલ કર્મઠ વતનપ્રેમી બધે જડી આવે તો….સમગ્ર ભારતને સ્વસ્થ, સુંદર, સંપીલું ને સંસ્કારી કરવાની. આભાર અને અભિનંદન.

— જય વસાવડા

 

આ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ  fb.com/gujaratijokes

www.dealdil.com પર મુકેલા પુસ્તકોમાંથી કોઈપણ પુસ્તક ઘેર બેઠા મેળવવા માટે તેની IMAGE (ફોટો) અમને 08000057004 પર Whatsapp કરો અને સાથે તમારું પૂરું નામ, સરનામું લેન્ડમાર્ક અને પીનકોડ સાથે મોબાઇલ નંબર અને ઈમેલ એડ્રેસ અમને મોકલો. અમે તે પુસ્તક / પુસ્તકો આપને COD (Cash On Delivery) થી મોકલી આપીશું તમારી પાસે. બીજી કોઈ માહિતી માટે અમને ફોન કરો 08000058004 પર અથવા Whatsapp કરો 08000057004  પર અમારા કસ્ટમર કેરમાં. વિઝીટ કરો www.dealdil.com અને મેળવો દરેક પુસ્તક પર 15% DISCOUNT.

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા ઈમેલ [email protected] પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને Youtube પર…

ટીપ્પણી