શરીરમાં વિટામીન્સની ઉણપને કારણે ફેસ પર દેખાય છે ‘આવા’ સંકેતો…

અત્યારની લાઇફસ્ટાઇલ અને ખાવાની ખોટી ટેવના કારણે શરીરમાં અનેક પ્રકારની વિટામીન્સની ઉણપ જોવા મળે છે. શરીરમાં વિટામીન્સની ઉણપને કારણે બોડી સિસ્ટમમાં અનેક પ્રકારના પ્રોબ્લેમ્સ થવા લાગે છે.
જો કે આજકાલ મોટાભાગના લોકોમાં વિટામીન્સની ઉણપ જોવા મળતી હોય છે. આમ, જો તમે આજથી જ આ અમુક વાતોનુ ધ્યાન રાખશો તો તમારી અંદર રહેલી વિટામીન્સની અનેક ખામીઓ દૂર થઇ જશે. તો જાણી લો તમે પણ શરીરમાં વિટામીન્સની ઉણપને કારણે ચહેરા પર કયા પ્રકારના સંકેત જોવા મળે છે.

વિટામીન એવિટામીન એ ની ઉણપને કારણે સ્કિન પ્રોબ્લેમ્સ થવાના ચાન્સિસ વધી જાય છે. વિટામીન એ ની ઉણપને કારણે મોટાભાગના લોકોની સ્કિન ડ્રાય થઇ જાય છે અને સાથે-સાથે હોઠ પણ વધુ પ્રમાણમાં ડ્રાય થઇ જવાને કારણે હોઠ ફાટી જાય છે. આ ઉણપને પૂરી કરવા ઇંડા, માંસ, દૂધનુ સેવન વધુ પ્રમાણમાં કરો. આ સાથે જ જો તમને સ્કિન પ્રોબ્લેમ્સ વધુ પ્રમાણમાં થાય તો તરત જ સ્કિનના ડોક્ટરને બતાવો અને આ ઉણપને પૂરી કરો.

વિટામીન ડીવિટામીન ડી ની ઉણપ સૌથી વધુ શાકાહારી લોકોમાં જોવા મળે છે. વિટામીન ડી ની ઉણપને કારણે સ્કિન પર રેશિસ પડી જાય છે અને સાથે ખંજવાળ આવવા લાગે છે. આ ઉણપને પૂરી કરવા માટે ઇંડા અને ફિશ એકદમ બેસ્ટ ઓપ્શન છે. તમને જાણીને નવાઇ લાગશે એક તાજેતરના સર્વેમાં જાણવા મળ્યુ છે કે, વિટામિન ડી ની ઉણપથી વ્યક્તિ ડિપ્રેશનનો શિકાર પણ બની શકે છે.

વિટામીન ઈ, સી

વિટામીન ઈ, સી બોડીમાં જો પૂરતા પ્રમાણમાં હોય તો તે પ્રતિરોધક ક્ષમતાને મજબૂત બનાવીને એલર્જી અને ઇન્ફેક્શન જેવી સમસ્યાઓથી બચાવે છે. આ વિટામીનની ઉણપને કારણે ચહેરા પર સમય કરતા વહેલી કરચલીઓ પડવા લાગે છે અને સાથે-સાથે સ્કિનમાં લાલ કલર જેવા દાણા થવા લાગે છે. આ ઉણપને પૂરી કરવા માટે ઘઉં, સૂરજમુખીનુ તેલ, દલિયા અને બ્રોકલીનુ સેવન વધુ પ્રમાણમાં કરો.

રિબોફ્લેવિન (વિટામિન બી2)વિટામિન બી2ની ઉણપને કારણે ફેસ પર રેશિસ પડવા લાગે છે અને સાથે-સાથે ખંજવાળ ખૂબજ વધુ પ્રમાણમાં આવવા લાગે છે. વિટામીન બી2ની ઉણપને પૂરી કરવા માટે ભોજનમાં દૂધ, પનીર, દહીં, કઠોળ, લીલા શાકભાજી, ઇંડાનો ઉમેરો કરો.

વિટામિન બી6 વિટામિન બી6ની ઉણપને કારણે ચહેરા પર સફેદ ડાઘ પડવા લાગે છે અને સાથે-સાથે ફેસ પર સોજા પણ આવવા લાગે છે. વિટામિન બી6ની ઉણપને પૂરી કરવા માટે માછલી, માંસ, ઇંડા, દૂધ, મશરૂમ અને નટ્સનું સેવન કરો.

વિટામિન બી-12વિટામીન બી-12ની ઉણપથી ઘણા લોકોને ફેસ પર પિંપલ્સ તેમજ સફેદ ડાધ થતા હોય છે. તમને જણાવી દઇએ કે, વિટામિન બી-12 શરીરનું મેટાબોલિઝ્મ વધારીને થાકથી દૂર રાખે છે. આ સાથે તે શરીરને બ્રેસ્ટ, ક્લોન, લંગ અને પ્રોસ્ટ્સ કેન્સરથી પણ દૂર રાખે છે. આમ, જો તમારામાં વિટામિન બી-12ની કમી હોય તો તમારે ચોક્કસપણે તે વિશે ધ્યાન આપવું જોઇએ.

લેખન સંકલન : નિયતી મોદી

દરેક મિત્રો સાથે પોસ્ટ અચૂક શેર કરજો અને આવી ઘણીબધી ઉપયોગી પોસ્ટ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી