“લેણ – દેણ ના સંબંધ” – શું આજના સમાજની આજ વાસ્તવિકતા છે ?

આ વાર્તા છે એક એવા પરિવારની જેમાં સાસુ, સસરા, મોટો છોકરો અને એની વહુ, અને નાનો દિયર છે. મોટો છોકરો અને એની વાઈફ યુ.એસ.માં રહેલ છે.

પપ્પા બૅન્કના રિટાયર્ડ નોકરીયાત છે અને મમ્મી સ્કુલના રિટાયર્ડ પ્રિન્સિપાલ છે. નાનો દિકરો એન્જિનિયર છે અને એનાં લગ્ન થોડા દિવસમાં છે, એટલે મોટા ભાઈ અને એની વાઈફ યુ.એસ.થી આવ્યાં છે.

ઘરે ખુશીનો માહોલ છે અને ઉમંગ ની લહેર છે. બધા હરખમાં છે. મમ્મી, પપ્પાની મરજી તો પહેલેથી એવી હતી કે – બંને છોકરાવ અને એમની વાઈફ એમની સાથે હળીમળીને રહે. પણ હવે કેરિયરને માન આપીને એકને એબ્રોડ (વિદેશ) જવા દિધો; કારણ કે બીજો તો એમની સાથે જ રહેવાનો હતો.

બેઉનું એવું માનવાનું હતુ કે – ‘એક આપણી સાથે રહે તો ઘરમાં રોનક લાગે અને એમને પણ મેન્ટલ સપોર્ટ રહે.’

લગ્ન પતી ગયાં, મોટો દીકરો અને એની વાઈફ એબ્રોડ ચાલી ગયા. હંમેશા બેઉ એવું કહેતા કે – ‘બસ હવે થોડાં જ વર્ષો ત્યાં રહેવાનું છે પછી તો ઈન્ડિયા આવતા રહીશું.’ પણ સાચી વાત તો એ હતી કે – ‘એમની તો ત્યાં જોબ પરમેનેન્ટ થઈ ગઈ હતી અને પેરેન્ટસને કહેવા નહોતા માંગતા; કારણ કે એમને ડર હતો કે – ‘આવું કહેવાથી ફ્લેટ અને બધી મિલકત નાનાભાઈને મળી જશે.’

માજીનો સ્કૂલનો એક જૂનો સ્ટુડન્ટ હતો, જે હવે એક મોટો લોયર છે, પણ એના હજી સુધી લગ્ન થયા નથી; કારણ કે એને કોઈ છોકરીને જોઈ દિલમાં ક્લીક નથી થયું.

હવે એન્ટ્રી થાય છે એક છોકરી અને તેની મમ્મી. જે નવા-નવા એમના પાડોશમાં રહેવા આવ્યાં છે. છોકરીએ મમ્મી માટે થઈને મેરેજ નથી કર્યા; કારણ કે મમ્મીને કેન્સર છે અને એ જો લગ્ન કરી લે તો મમ્મીનું કોણ ?

બેઉ ફેમિલીની ધીરે-ધીરે મિત્રતા અને લેણ-દેણ વધે છે.

અહીયાં સાસુને કિડનીનો પ્રોબ્લેમ થાય છે અને ડૉક્ટરના કહેવા મુજબ હવે એમને વીકમાં ત્રણ વાર ડાયાલિસીસ કરાવવું પડશે.

ક્યારેક સસરા સાથે જાય, તો ક્યારેક વહુ, વહુને જ્યારે જવું પડે ત્યારે જોબમાંથી હાફડે ની લિવ લેવી પડતી, જે એને જરાય નહોતું ગમતું, એને એવું લાગતું કે – ‘જેઠ-જેઠાણી ત્યાં જલસા કરે અને બધી ફરજ અમારે નિભાવવાની!’

થોડાક-થોડાક દિવસે એમનો પહેલો લોયર સ્ટુડન્ટ એમની ખબર પૂછવા આવતો અને માજીને વિલ બનાવવાની સલાહ આપતો. પણ માજી એમ જ કહેતા હતા કે – ‘ભલે આ જમાનો બહુ ખરાબ હશે, પણ મારા દીકરા તો બહુ સેવાભાવિ અને સમજદાર છે.’

આ લોયર સ્ટુડન્ટને માજીએ પાડોશમાં આવેલ છોકરીની સ્ટોરી કીધી, તો પહેલા તો છોકરીને જોયા વગરજ મનમાં પ્રેમ થઈ ગયો.

પછી ચાલુ થાય છે સંકટની ઘડી, માજીના નાના દિકરાને યુ.કે માં જોબ ઓફર થઈ અને ઘરમાં કોઈને પૂછચા વિના એને એ ઑફર સ્વીકારી લીધી, ઘરમાં જયારે ખબર પડી ત્યારે મમ્મી અને પપ્પા બેઉ ભાંગી પડચાં, પણ દીકરાની ઉત્સાહ અને ખુશી જોતા મૌન રહેવાનું પસંદ કર્યુ.

મમ્મી પપ્પાએ મોટા દીકરો ફોન કર્યો કે – “તમને ફાવે એવું હોય તો હવે ઇન્ડિયા પાછાં આવતાં રહો.” તો મોટા છોકરાએ એવું કીધું કે – “હમણાં પાંચ વર્ષ તો નહિ જ નીકળાય. તમારે ડાયાલિસીસ અને ઘરકામ માટૅ એક છોકરી રાખી લેજો.” આ સાંભળીને મા-બાપને જોરદાર આંચકો લાગ્યો.

નાનો દીકરો અને એની વાઇફ યુકે. જતા રહ્યાં, ઘર સાવ સૂનું પડી ગયું. જે છોકરી રાખેલ હતી, તે થોડા દિવસ આવી પછી એને પણ સારું કામ મળતાં તેને અહીં આવવાનું છોડી દીધું.

પેલી બાજુવાળી છોકરી તે ખબર પડતા એને હિંમત આપી કે – ‘તમે એકલાં નથી, હું તમને સાથ આપીશ.’ ક્યારેક સસરા, તો ક્યારેક પેલા પાડોશની છોકરી એમની સાથે ડાયાલિસીરા કરાવવા જતી. પોતાના ઘરે કંઈ બનાવ્યું હોય તો પહેલા પાડૉશમાં અવશ્ય દેવા જતી, જેથી એમને એકલતા ન લાગે અને તેઓ પણ આનંદમાં રહે.

પહેલા તો અઠવાડિયે એકાદ વખત છોકરાવનો ફોન આવતો, પણ હવે તો મહિનામાં પણ એક ફોનની રાહ જોવી પડૅ છે. કયારેક મમ્મી-પપ્પાને એવો અહેસાસ થાય છે કૅ – ‘બેઉ છોકરાવમાંથી કોઈ એકે એની ફરજ નહિ નિભાવી, પણ પેલી પાડૉશનીં છોકરીએ તો છોકરી થઈને પણ છોકરા કરતાં વધુ ફરજ નિભાવી. પાડૉશની છોકરી બંનેના ઘરનું ધ્યાન રાખતી અને હિંમત આપતી.’

ત્યાં એક દિવસ સસરાનું હાર્ટ-ઍટૅકથી મૃત્યુ થઈ જાય છે. બંને છોકરાવ એબરોર્ડ થી આવે છે અને બીજા દિવસની રિટર્ન ટિકિટ લઈને આવે છે. મા નો આગ્રહ હોય છે કે – ‘બારમું, તેરમું પતાવીને છોકરાવ પાછાં જાય.’ પણ એ વાત છોકરાવને મંજૂર હોતી નથી. બંને છોકરાવ પ્રસ્તાવ રાખે છે કે – ‘તને ફાવે તો હવે છ-છ મહિના બેઉના ત્યાં રહેવા ચલ.’ માજી તૈયાર નથી થતા, કારણ કે ઘર સાથે ઘણી બધી લાગણીઓ જોડાયેલી છે. બંને છોકરાવ બીજે દિવસે જ ચાલ્યા જાય છે.

હવે માજીનું પૃરુ ધ્યાન પેલી પાડૉશની છોકરી રાખે છે. એક દિવસ માજીના મનમાં વિચાર આવે છે અને પેલા લોયર સ્ટુડન્ટને બોલાવીને પોતાનું વિલ તૈયાર કરાવે છે. પણ એમનો આદેશ એવો છે કે આ વિલ લોયરની પાસે જ રહેશે. અને તેઓ મરી ગયાં પછી જ વિલ વાંચવામાં આવશે. લોયરને પાડોશની છોકરીની મિત્રતા વધે છે.

થોડાક દિવસો પછી પાડૉશની છોકરી, એની મમ્મી અને માજી કથામાં જાય છે. કથામાંથી આવતા માજીની તબિયત સારી નથી લાગતી, એટલે માજી પેલી છોકરીના ઘરે જ રાત સૂઈ રહે છે. સવાર પડતા માજી નથી ઊઠતા. છોકરી તાબડતોબ ડૉક્ટરને બોલાવે છે અને ડૉક્ટર એમને મૃત જાહેર કરે છે. પેલી છોકરી લોયરને ફોન કરે છે અને કહે છે કે “એમના દીકરાવને તાબડતોબ બોલાવી લો.”

બંને દીકરાવ આવીને અંતિમ સંસ્કારની ક્રિયા પૂરી કરે છે, પણ આ વખતે બંને રિટર્ન – ટિકિટ લઈને આવતા નથી; કારણ કે તેઓ બંને પ્રાપર્ટીને ડિવાઇડ કરીને જવા માંગતા હોય છે.

ત્યાં લોયર સ્ટુડન્ટ કહે છે કે – “માજી તો પહેલાંથી જ વિલ બનાવીને ગયા છે,’ અને એમનો એવા આદેશ હતો કે – ‘તેઓ આ વિલની જાહેરાત એમના મૃત્યુ પછી જ કરે.’ બેઉ છોકરાવનો ખુશીનો ઠીકાનો નથી. લોયર વિલ વાંચે છે કે ‘માજીએ એમની બધી જ મિલકત પાડોશની છોકરીના નામે કરી દીધી છે અને એમના છોકરાવનો આ મિલકત પર કોઈ હક નથી.”

 

છોકરાવ હક્કા-બક્કા થઈ જાય છે અને પાડોશની છોકરી પર કેસ કરે છે અને કહે છે કે – “એને માજી ને પટાવીને પૂરી મિલકત એના નામે કરાવી લીધી છે.”

લોયરને આ કેસની જાણ થાય છે અને છોકરીનો વકીલ બનીને કેસ લડે છે અને કેસ જીતી જાય છે. બંને છોકરાવને પોતાનો સ્વાર્થી સ્વભાવનો અહેસાસ થાય છે અને બહુ જ અફસોસ થાય છે.

લોયર પાડોશની છોકરી સામને લગ્નનો પ્રસ્તાવ રાખે છે, જે પેલી છોકરી મમ્મીની જવાબદારીને કારણે ના પાડે છે. લોયર આશ્વાસન આપે છે કે તારી મમ્મીની જિમ્મેદારી આજથી મારી અને એ સાંભળીને છોકરીનું મન પીગળી જાય છે.

લોયર અને છોકરી લગ્ન કરી લે છે અને પોતાના ભાગે જે માજીની જગ્યા આવેલ હતી ત્યાં છોકરી અનાથ છોકરાવનેં ભણાવે છે.

લેખક : કિંજલ સંઘવી

ફ્રેન્ડસ ! તમને શું લાગે છે ? શું આજે બધા દીકરાઓ પોતાના સ્વાર્થ માટે આવું કરે છે ? તમારા આસપાસ ના અનુભવોને યાદ કરીને કોમેન્ટ કરજો…કોઈ સત્ય પ્રસંગ પણ શેર કરી શકો…

આપ આ હૃદયસ્પર્શી પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. લાગણીઓને સ્પર્શતી આવી બીજી પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

ટીપ્પણી