આજકાલના દરેક માતાપિતા એ શીખવા જેવો એક પાઠ!

માતાપિતાને શીખવા જેવો એક પાઠ!

બે અલગ અલગ મકાન એક સાથે હતા જેમના ક્મ્પાઉન્ડ અલગ હતા તેમાં બે અલગ અલગ પરિવાર રહેતા હતા જેમાંના એક રીટાયર્ડ હતા અને બીજા એવા હતા જેને ટેકનોલોજીમાં ખુબ રસ હતો. તે બંને પોતાના ક્મ્પાઉન્ડમાં અલગ અલગ જાતના છોડ ઉગાડેલા હતા.

ટેકી તેને ખુબ પાણી આપતા અને ખુબ ધ્યાન આપતા જયારે રીટાયર્ડ ઓછુ પાણી નાખતા ને વધારે કાળજી નહોતા લેતા.ટેકીના છોડ લીલા ભરાવદાર હતા જયારે રીટાયર્ડના છોડ સાધારણ પણ ખુબ જ સરસ દેખાતા હતા.એકવાર રાતે જોરદાર પવન સાથે વરસાદ આવ્યો. બીજા દિવસે સવારે બંને પોતાના છોડને જોવા બહાર નીકળ્યા.

ટેકીના છોડ મૂળમાંથી ઉખડી ગયા હતા જયારે રીટાયર્ડ ના છોડને કઈ જ નહોતુ થયુ. ટેકી એ રીટાયર્ડ ને પૂછ્યું, “હું તમારા કરતા વધારે પાણી આપું, વધારે માવજત કરું તો પણ મારા છોડ ઉખડી ગયા અને તમારા છોડને કઈ ના થયુ ! કેમએવું”

ત્યારે રીટાયર્ડ એ જવાબ આપ્યો એ બધા પેરેન્ટ્સ માટે શીખ છે!

“તમે છોડને એ બધું જ આપ્યું જેની તેને જરૂર હતી, ખરું ને ? પાણી પણ પુષ્કળ આપ્યું ! એટલે તેને એ પોતાની રીતે મેળવનાની જરૂર જ ના પડી!”

જયારે મેં થોડું પાણી અપ્યુ અને થોડું એને નીચે જમીનમાંથી લેવા માટે જાતે મેહનત કરવા છોડી દીધા! માટે મારા છોડના મૂળ એક્દમ નીચે સુધી ગયા હોવાથી વરસાદ અને જોરદાર પવન સામે ટકી શક્યા અને તમારા મેહનત ના કરી હોવાથી ઊંડા નહોતા માટે ઉખડી ગયા.

આ જ વાત આપણા બાળકો પર લાગુ પડે છે. તેને કેટલા લાડ લડાવા અને કેટલા જીવન સત્ય અને કડક શિસ્ત શીખવાડવા એ બંને માં આપણે બેલેન્સ કરવું પડશે ! ખરું ને ?

સંકલન : રાજ અઘારા

ટીપ્પણી