Lasooni Paalak (લસૂની પાલક)

999168_10201977053494768_912222366_n

 

જાણો અને માણો, “લસૂની પાલક”

 

 

સામગ્રી :

 

પાલક – 2 બંચ

લસણ ની કડિયો – 20

ઓઈલ – 4 ટે .સ્પૂન

જીરું – 1 /2 ટી .સ્પૂન

લીલા મરચા કટ કરેલા – 4

ગરમ મસાલા – 1 ટી .સ્પૂન

કિચન કિંગ મસાલા – 1 ટીસ્પૂન

મીઠું સ્વાદ મુજબ

તલ – 2 ટી .સ્પૂન

 

રીત :

 

ઉકળતા પાણી માં મીઠું, પાલક 1 મિનીટ રાખી બરફ ના પાણી માં નાખી દો. નીચોવી અડધી પાલક ને કટ કરી લો અને બાકી ની પાલક ની પેસ્ટ બનાવી લો. એક પેન માં 2 ટે. સ્પૂન ઓઈલ લઇ જીરું, 10 લસણ ની કડી ને ઝીણી કટ કરી સાતડો . લીલા મરચા, કટ કરેલ પાલક, મીઠું, ગરમ મસાલા, કિચન કિંગ મસાલા નાખી મિક્ષ કરી 1 મિનીટ કૂક કરો. પાલક પેસ્ટ મિક્ષ કરો 3 – 4 મિનીટ કૂક કરો.

 

બીજા એક પેન માં બાકી નું ઓઈલ ગરમ કરો. બાકી નું લસણ કટ કરી તેમાં એડ કરો. લાઈટ બ્રાઉન થાય પછી તલ નાખો. સર્વિંગ બોવ્લ માં પાલક લઇ લસણ અને તલ નો તડકો તેની ઉપ્પેર પોર કરો. પરાઠા સાથે સ્વાદ માણો.

 

રસોઈની રાણી : રિદ્ધિ વસાવડા (પુના)

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block