લસણીયા ગાંઠિયા ભાવે છે તો ચાલો ઘરે બનાવી પણ લો… શેર કરો, લાઇક કરો…

- Advertisement -

લસણીયા ગાંઠિયા (Lasaniya Ganthiya)

સામગ્રી:

૨૫૦ ગ્રામ ચણાનો લોટ
૩ tsp લાલ મરચું
૬ tsp લસણ પેસ્ટ
૩ tsp લીંબુનો રસ
મીઠું સ્વાદ મુજબ
તેલ તળવા
પાણી

રીત:

એક વાસણમાં બધી સામગ્રી લઇ,પાણીથી લોટ તૈયાર કરો.(પાણી હળવે હળવે મિક્ષ કરવું).
સંચાને અને મોટા કાણાવાળી પ્લેટને તેલ વડે ગ્રીસ કરી,તેમાં લોટ ભરી દો.
તેલ ગરમ થાય એટલે સીધા તેમાં ગાંઠિયા પાડી લો.મીડીયમ તાપે તળી લો.
ઠંડા થાય પછી ડબ્બામાં ભરી દેવાના.
તો તૈયાર છે લસણીયા ગાંઠિયા.

હિરલ રાકેશ ગામી (જામનગર)

બહુ સરસ, શેર કરો તમારા ફેસબુક પર અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી