“લહેસુની દાલ તડકા” – હવે દાળ બનાવો તો આ વેરાયટી જરૂર ટ્રાય કરજો..

“લહેસુની દાલ તડકા”

સામગ્રી :

૧ કપ : બાફેલી ચણા ની દાળ,
૧/૨ કપ: બાફેલી તુવેર ની દાળ,
૧ મીડીયમ : ટામેટું સમારેલું,
૧ મીડીયમ : લાંબી સમારેલી ડુંગળી,
૧ મીડીયમ : સમારેલું લીલું મરચું,
½: tsp: grated ginger,
૨-૩ કળી: સમારેલું લસણ,
૨-૩ નંગ : સુકુ લાલ મરચુ,
૧/૪ નાની ચમચી: હીંગ,
૧ નાની ચમચી: રાય,
૨ નાની ચમચી: જીરું,
૧/૨ નાની ચમચી: હળદર,
૧/૪ નાની ચમચી: લાલ મરચું પાવડર,
૧ નાની ચમચી: ધાણાજીરું,
૧/૨ નાની ચમચી: કિચન કિંગ મસાલો પાણી : જરૂર મુજબ,
સ્વાદ પ્રમાણે મીઠું,
૧ ચમચી :લીંબુ નો રસ,
૧ ચમચી : તેલ,
૧ ચમચી: ઘી,

રીત :

એક મોટી તપેલી માં તેલ ગરમ થવા મુકવું. તેલ થઇ જી પછી તેમાં રાઈ, જીરું, હીંગ નાખવી.પછી તેમાં ડુંગળી નાખવી , ડુંગળી ને ૨ મીનીટ સુધી થવા દેવી, પછી તેમાં ટામેટા નાખવા. બરાબર મિક્ષ્ કરી તેમાં નમક અને બધા મસાલા નાખવા બરાબર મિક્ષ્ કરી બાફેલી દાળ નાખવી.

બરાબર મિક્ષ ૨-૩ મીનીટ ઉકાળવી પછી ગેસ બંધ કરી દેવો બીજા વઘાર માટે એક નાની તપેલી માં ઘી ગરમ મુકવું ઘી થઇ જાય પછી તેમાં સુકુ લાલ મરચું, જીરું અને જરા હીંગ નાખવી પછી તેમાં લસણ નાખવું( આ વઘાર થોડા ફાસ્ટ ગેસે કરવો) લસણ ગોલ્ડન બ્રાઉન થાય પછી વઘાર દાળ પર રેડવો ગરમા ગરમ રોટલી સાથે પીરસવું

(પીરસવા સમયે જ બીજો વઘાર કરવો)

રસોઈની રાણી : રાધિકા થાનકી (ઓમાન).

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી