જેમની હાઈટ વધારે હોય છે, તેવી યુવતીઓના યુવકમિત્રો તો બને છે, પરંતુ બોયફ્રેન્ડ બનતા નથી..

પહેલી નજરમાં યુવકોને પોતાની તરફ આકર્ષિત કરવાની આદત કેટલીક યુવતીઓ પર ભારે પડી જાય છે. ક્યારેક તમે જોયું હશે કે, ઓછી હાઈટવાઈ યુવતીઓને યુવકો જલ્દી પસંદ કરી લે છે. પરંતુ જેમની હાઈટ વધારે હોય છે, તેવી યુવતીઓના યુવકમિત્રો તો બને છે, પરંતુ બોયફ્રેન્ડ બનતા નથી. લાંબી યુવતીઓને ક્યારેય આ વાત સમજમાં નથી આવતી કે, આખરે તેમનામાં શુ ખામી છે. કેમ યુવકો તેમને પાસે આવવા દેતા નથી અને તેમને કોઈને કોઈ બહાના બનાવીને ટાળી દે છે.

લાંબી યુવતીઓ


યુવકોની ફિતરત બહુ જ તેજ હોય છે. યુવકોને સમાજમાં પોતાનાથી વધુ સમજદાર કોઈ લાગતું નથી. ખાસ કરીને યુવકોની અંદર એક હીનભાવના હોય છે. પહેલા આવું ન હતું, પરંતુ હવે તેમના વિચારો આવા થઈ ગયા છે. હવે યુવકો નથી ઈચ્છતા કે, યુવતીઓ તેમનાથી વધુ સ્માર્ટ હોય કે પછી લાંબી હોય.

બજારમાં જ્યારે યુવકો પોતાની ગર્લફ્રેન્ડ સાથે નીકળે છે, તો તેઓ યુવતીના ખભા પર પોતાનો હાથ મૂકે છે. ક્યારેક કમર પર હાથ મૂકે છે. આવું કરીને તેઓ લોકોને બતાવવા માગે છે કે, યુવતીઓ તેમની જાગીર છે. આવું તેઓ લાંબી યુવતીઓ સાથે નથી કરી શક્તા.

જ્યારે પણ બજારમાં તેઓ લાંબી યુવતી સાથે નીકળે છે, તો લોકોનું ધ્યાન યુવકો પર નહિ પરંતુ યુવતી પર વધુ જાય છે. લોકો એવી વાતો કરે છે કે, કેટલી સુંદર યુવતી છે અને તેની સાથે આ લંગુર છોકરો છે. આ કોમેન્ટ જ્યારે યુવકો સાંભળે છે, તો તેમને ખરાબ લાગે છે. સાથે લાંબી યુવતીના ખભા પર સરળતાથી હાથ પણ મૂકી શક્તો નથી, તેથી તે ગુસ્સે થઈ જાય છે.

યુવકોનું સૌથી પહેલું ધ્યાન યુવતીની આંખ પર જાય છે, કોઈ પણ વ્યક્તિનો સૌથી પહેલા સંવાદ આંખથી જ થાય છે. યુવકો આંખો દ્વારા યુવતીનું વ્યક્તિત્વ અને સ્વભાવ સમજવાનો પ્રયાસ કરે છે. પરંતુ લાંબી યુવતી સાથે આવું કરવું મુશ્કેલ થઈ જાય છે. લાંબી યુવતી હોય તો તેઓ આવું કરી શક્તા નથી. જેથી તેમની બધી ફીલિંગ મરી જાય છે.

ક્યારેક એવું પણ બને છે કે, યુવકોની કોલેજમાં લાંબી ગર્લફ્રેન્ડ હોય છે, ત્યારે આખી કોલેજ તેમની મજાક ઉડાવે છે. તેમને એવું કહીને ચીઢવે છે કે, તને બીજી કોઈ નહિ મળી. લાંબી યુવતીની સામે યુવકો હંમેશા પોતાની જાતને નાના જ અનુભવે છે. તેમને હંમેશા પોતાની ઈનસલ્ટ અનુભવાય છે. આમ, યુવકો પોતાની શાન વધારવા માટે હંમેશા નાના કદની યુવતીઓને જ ગર્લફ્રેન્ડ બનાવવાનું પસંદ કરે છે અને લાંબી યુવતીઓથી બચીને રહે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અવનવી અને રસપ્રદ માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી