પાકિસ્તાને ૧૯૪૭ માં ૧૦૦૦ રૂપિયા ન આપ્યા, બદલો લીધો એવો કે અર્ધો દેશ ગુમાવવો પડ્યો !

લાલ મોટરસાઇકલ ની કિંમત પડી ભારે !!

૧૯૪૭માં એક નવા દેશે જન્મ લીધો. દેશના તે વખતના સુરક્ષા અધિકારીઓએ હવે નક્કી કરવાનું હતું કે તેઓ કયા દેશનો ભાગ બનવા ઈચ્છે છે- ભારત કે પાકિસ્તાન. એક નવયુવાન મેજર યહ્યા ખાને પાકિસ્તાન જવું પસંદ કર્યું. ભારત છોડતાં પહેલા તેઓ પોતાના એક મિત્રને મળવા ગયા. તેમના આ મિત્ર પણ સુરક્ષા દળના જ અધિકારી હતા. આ અધિકારી પાસે એક જેમ્સ કંપનીનું, લાલ રંગનું મોટરસાઇકલ હતું.

યાહ્યાએ પેલા અધિકારી મિત્રને જણાવ્યું કે તેમને આ લાલ રંગનું મોટરસાઇકલ ખૂબ પ્રિય હતું. અને આથી તેઓ રૂ.૧૦૦૦ ચૂકવી એ મોટરસાઇકલ ખરીદવા માંગતા હતા. (એક હજર જેટલી રકમ તે સમયે ખૂબ મોટી કિંમત ગણાતી) સોદો નક્કી થયો. યહ્યાએ પાકિસ્તાન પહોંચ્યા બાદ આ રકમ ચૂકવવા વચન આપ્યું. જે અધિકારીએ મોટરસાઇકલ વેંચેલું તેઓ તો આ હજર રૂપિયા ક્યારે મળશે એમ રાહ જોતા જ રહ્યા, ખેર તેમને એ ક્યારેય મળ્યા જ નહીં.

ડિસેમ્બર ૧૯૭૧માં ઉપરોક્ત વાતને ૨૪ વર્ષ થયાં. પાકિસ્તાન સામેના યુદ્ધમાં ભારતે વિજય મેળવ્યો. અને તે સાથે જ બાંગ્લાદેશનું નિર્માણ થયું. યહ્યા ખાન તે વખતે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ હતા.

ભારતીય સૈન્યના સર્વોચ્ચ અધિકારી, જનરલ સેમ માણેકશાએ વિજય મેળવ્યા બાદ માનવમેદનીને સંબોધીને કહ્યું, ” યાહ્યાએ મને મારી મોટરસાઈકલના બદલામાં રૂ. ૧૦૦૦ ન જ આપ્યા. પણ આજે પોતાનો અર્ધો દેશ ગુમાવીને તેની કિંમત તેમણે ચૂકવી છે.”

હા, રૂ.૧૦૦૦માં યહ્યા ખાનને પોતાની મોટરસાઇકલ જેમણે સન.૧૯૪૭માં વેંચેલી તે બીજું કોઈ નહીં પણ સેમ બહાદુર માણેકશા પોતે હતા. તેમની મોટરસાઇકલની કિંમત તેમને મળી ખરી, અને તે પણ ૨૪ વર્ષ પછી બાંગ્લાદેશના સ્વરૂપમાં.

લેખન-સંકલન : રૂપલ વસાવડા (બેંગ્લોર)

જો આ એતિહાસિક પ્રસંગ આપ પ્રથમ વાર વાંચતા હો તો કોમેન્ટ માં લખજો “I LOVE MY INDIA” !!

જાય હિન્દ ! વંદે માતરમ !

આપ આ માહિતીસભર પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. આવી બીજી મહત્વની પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block