સલમાનની સાથે કેટલીય ફિલ્મોમાં કામ કરી ચૂકેલા આ અભિનેતાની થઇ હતી ગંભીર બીમારીથી મૃત્યુ..

૩ નવેમ્બરના દિવસે હિન્દી ફિલ્મ જગતના મશહૂર અને એક જમાનાના કોમેડિયન રહી ચૂકેલા લક્ષ્મીકાંત બેર્ડેનો જન્મ દિવસ પણ હતો. તેમનો જન્મ ૩ નવેમ્બર ૧૯૫૪ના દિવસે થયો હતો. તેમણે ૧૬ ડિસેમ્બર ૨૦૦૪ના દુનિયાને અલવિદા કહી દીધું. તમને યાદ જ હશે કે તેઓ બોલીવુડના દબંગ હીરો સલમાન ખાન અને ધક ધક ગર્લ માધુરી દીક્ષિતની સુપરહિટ ફિલ્મ ‘હમ આપકે હૈ કૌન’ માં સલમાનના ફેમિલી નૌકર લલ્લુની ભૂમિકામાં જોવા મળ્યા હતા. લક્ષ્મીકાંતજી એક કોમેડિયન હતા અને તેમણે ઘણી હિટ ફિલ્મોમાં પોતાની કોમેડીથી દર્શકોને હસાવ્યા. વર્ષ ૨૦૦૪માં કિડનીની તકલીફને કારણે તેમનું નિધન થયું હતું. ત્યારે તેમની ઉમર માત્ર ૫૦ વર્ષ હતી.

લક્ષ્મીકાંતએ પ્રથમ વિવાહ રુહી બેર્ડેની સાથે કર્યા. પણ તે સમયે તેઓ બંને કોઈ કારણ વગર ડિવોર્સ લીધા વિના જ અલગ થઇ ગયા હતા. ત્યાર બાદ લક્ષ્મીકાંત બૉલીવુડ અભિનેત્રી પ્રિયા અરુણને સમય આપવા લાગ્યા હતા. ત્યાર બાદ બંને એકસાથે રહેતા પણ હતા. બંનેએ સલમાનની ફિલ્મ ‘હમ આપકે હૈ કૌન’ માં સાથે કામ પણ કર્યું હતું. જે ફિલ્મમાં તેમણે લલ્લુનું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મમાં તેમની સાથે તેમની ગર્લ ફ્રેન્ડ પ્રિયાએ પણ તેમની લવ ઇન્ટરેસ્ટ ચમેલીનું પાત્ર ભજવ્યું હતું. બંનેએ દુનિયાથી છુપાઈને લગ્ન કરી લીધા હતા.

તેમનો એક દીકરો અને દીકરી પણ છે. જેમનું નામ સ્વાનંદી અને અભિનય છે. લક્ષ્મીકાંતએ પોતાનું એક ‘અભિનય આર્ટસ’ નામનું પ્રોડકશન હાઉસ પણ ખોલ્યું હતું. લક્ષ્મીકાંતને બાળપણથી જ ફિલ્મોમાં કામ કરવાનો શોખ હતો. ફિલ્મોમાં પોતાનું કરીઅર બનાવવામાટે તેઓ મરાઠી ફિલ્મોમાં નાના મોટા પાત્રો ભજવવા લાગ્યા. કેટલીય ફિલ્મોમાં તેમણે સાઈડના પાત્ર પણ ભજવ્યા. સૌ પ્રથમ તેમને એક મરાઠી ફિલ્મ થી જ બ્રેક મળ્યો. તે ફિલ્મમાં તેમને લીડ પાત્ર કરવાનું કામ મળ્યું.

તેઓ પોતાની પ્રથમ ફિલ્મથી જ મરાઠી ફિલ્મોના મશહૂર કોમેડિયન પણ બની ગયા હતા. તેઓએ ત્યારે ઘણા ટીવી શોમાં પણ કામ કર્યું હતું. સૌથી પહેલા તેની ફિલ્મ ‘ધૂમ ધડાકા’ ખુબ સુપરહિટ રહી હતી. આ ફિલ્મ બાદ તેમને ખુબ પ્રસિદ્ધિ મળી. તેઓ રાતો રાત સ્ટાર પણ બની ગયા હતા. તે પછી તેમણે હિન્દી ફિલ્મ જગતમાં કામ કરવાનું શરુ કર્યું હતું.

બોલીવુડમાં તેમણે સૌથી પહેલા વર્ષ ૧૯૮૯માં આવેલી સલમાન ખાન અને અભિનેત્રી ભાગ્યશ્રીની ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’ માં કામ કર્યું હતું. ત્યાર બાદ લક્ષ્મીકાંત હિન્દી ફિલ્મોમાં પણ છવાઈ ગયા હતા. લક્ષ્મીકાંતએ ‘૧૧૦ડેઝ’, ‘પ્રતિકાર’, ‘ખંજર’, ‘સંગ્રામ’, ‘અનાડી’, ‘હસ્તી’, ‘હમ આપકે હૈ કૌન’, ‘સાજન’, ‘ઢાલ’, ‘બેટી નંબર ૧’, ‘દિલ કા ક્યા કસૂર’, ‘ગીત’ અને ‘તકદીર વાલા’ જેવી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેઓએ ત્યારે સલમાન ખાનની ઘણી ફિલ્મોમાં નૌકારની ભૂમિકા નિભાવી હતી.

લેખન સંકલન : દીપેન પટેલ 

શેર કરો આ પોસ્ટ દરેક મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી