તમે ઘણી સ્ત્રીઓને પગમાં વીટી પેહરતી જોઈ હશે આજે જાણો તેના ફાયદા…

પ્રાચીનથી જ ભારતીય મહિલાઓ પોતાના પગમાં રિંગ પહેરે છે. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર, પગમાં રિંગ પહેરવાથી અનેક મોટા ફાયદા થાય છે. તેની પાછળ અનેક વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક કારણો પણ છે. પેઢી દર પેઢીએ મહિલાઓ પગમાં રિંગ પહેરવાનું ચલણ આજે પણ છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના ગ્રોથ બાદ પણ આજે પગની રિંગ પહેરવાનું ચલણ છે. તો આજે આપણે જાણીએ કે, પગમાં રિંગ પહેરવાથી ગર્ભવતી મહિલાઓને કેવા કેવા ફાયદા થાય છે. મોટાભાગના લોકો એમ જ સમજે છે કે મહિલાઓની પગમાં રિંગ પહેરવી એક પરંપરા છે. પણ ગર્ભવતી મહિલાઓના રિંગ પહેરવા પાછળ વૈજ્ઞાનિક કારણ છે.

શાંતિ મળે છે

મગજમાં શાંતિ લાવવા માટે પગની આંગળીમાં ચાંદીની રિંગ પહેરવામા આવી છે. તેનાથી તણાવ અને ચિંતાથી છૂટકારો થાય છે. અને મન શાંત થાય છે. નિયમિત પગમાં રિંગ પહેરવાથી રક્તચાપ પણ નિયંત્રિત રહે છે. બ્લડપ્રેશર સારુ રહેવાથી મહિલાઓનો ગર્ભ એકદમ સ્વસ્થ રહે છે અને તેને ચિંતા થતી નથી. તેથી ગર્ભવતી મહિલાઓએ તે જરૂર પહેરવું જોઈએ.

રક્તપ્રવાહ સારો થાય


શરીરમાં રક્તની શિરાઓ સીધી પગરની આંગળીઓથી અને ગર્ભાશય સાથે જોડાયેલી હોય છે. તેથી પગની આંગળીઓમાં રિંગ પહેરવાથી ગર્ભમા ઉછરી રહેલા શિશુનું શરીર મજબૂત થાય છે. તેથી ગર્ભવતી મહિલાઓને પહેરવાની સલાહ અપાય છે.

એક્યુપ્રેશર થાય

પગની આંગળીઓ અને ગર્ભાશયનો સીધો સંબંધ હોય છે. પગની આંગળીઓ પર જો દબાણ આવે તો તે ગર્ભાશય માટે સારું માનવામાં આવે છે. મહિલાના શરીરમાં તેના ગર્ભમાં બાળક ઉછરે છે, તેથી પગની રિંગ ત્યાં એક્યુપ્રેશરનું કામ કરે છે અને બાળકને સ્વસ્થ રાખે છે.

એનર્જિ આપે છે

ગર્ભવતી મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયાન સામાન્ય રીતે ચાંદી કે મેટલની રિંગ પહેરે છે. આપણે બધા જાણીએ છીએ કે, દરેક પ્રકારનું મેટર ઉર્જાનું બેસ્ટ સંચાલક હોય છે. પગની રિંગ પહેર્યા બાદ જ્યારે મહિલાઓ જમીન પર ચાલે છે, તો તે સકારાત્મક ઉર્જાને અવશોષિત કરી લે છે અને આ ઉર્જાને શરીરમાં ટ્રાન્સફર કરે છે. શરીરનો અંદરનો ભાવ ગર્ભાશય સાથે જોડાયેલો હોય છે. તેથી પગની રિંગ પહેરવાથી મહિલાને ઉર્જા મળે છે. શરીરને ઉર્જાવાન બનાવવા માટે રિંગ જરૂર પહેરો.

માનસિક રીતે સ્વસ્થ

ગર્ભાવસ્થામાં મહિલાઓએ માનસિક રીતે સ્વસ્થ રહેવુ બહુ જ જરૂરી છે. આ દરમિયાન પગની આંગળીઓમાં રિંગ પહેરવાથી માતાની સાથે બાળક પણ માનસિક રીતે મજબૂત બને છે. તેની સાથે જ મન પ્રસન્ન રહે છે. તેથી જો ગર્ભાવસ્થામાં તમને તણાવ લાગે તો, પગની રિંગ અવશ્ય પહેરજો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક માહિતી વાંચવા અને જાણવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block