માસિક ફરી શરૂ કરવાના ઘરઘથ્થુ ઉપાય વાંચો અને શેર કરો

માસિક ધર્મ સ્ત્રીમાં થનારી એક સ્વાભાવિક પ્રક્રિયા છે. કોઈ કન્યા કે જેને સૌ પ્રથમવાર ઋતુસ્રાવ આવે છે તેને રજોદર્શન કહેવાય છે આ માસિક ધર્મ દર 28 દિવસના અંતરાય પર 45 થી 50 વર્ષની ઉંમર સુધી ચાલુ રહે છે. આ સ્રાવ 3 દિવસથી લઈને 6 દિવસ સુધી ચાલુ રહે છે. માસિક કે પિરિયડ ગર્ભાશમાંથી આવે છે અને યોનિ માર્ગે બહાર નીકળે છે તે વધારે ઘટ્ટ કે વધારે પાતળુ નથી હોતું તેનો રંગ કંઈક કાળાશ પડતો લાલ હોય છે.  તેનાથી ખ્યાલ આવે છે કે કન્યા હવે યુવાન થઈ ગઈ છે.

પિરિયડ બંધ થવાના લક્ષણોઃ

મહિલાઓમાં ખાસ કરીને યુવાન છોકરીઓમાં સામાન્ય રીતે માસિક દરમિયાન પેટમાં વધારે પીડા થવી તે માસિક નિયમિત ન આવવું તેમજ ક્યારેક જલદી તો ક્યારેક મોડું આવવું અને ગંઠાયેલું લોહી આવવું તે બધા જ લક્ષણો માસિક અનિયમિત છે તે દર્શાવે છે. આવા સંજોગોમાં પુરુષ જો સંભોગ કરે છે તો તેને સંક્રમણ થવાની સંભાવના રહે છે માટે માસિક દરમિયાન ક્યારેય સેક્સ કરવું જોઈએ નહીં તેમજ માસિક ધર્મની પિડા યુવતિઓએની સામાન્ય સમસ્યા હોય છે. જેમાં ખાસ કરીને બીજ વાહિની તેમજ અંડાશની વિકૃતિની સાથેસાથે મળ અવરોધની ફરિયાદ પણ રહે છે. મહિલાઓને કેટલીએ સમસ્યાઓની સાથે સાથે કમરમાં અપાર વેદના, માથામાં દુઃખાવો થવો તેમજ ઉલટી વગેરેના લક્ષણો હોય છે.

કારણો :

શરીરમાં ખુબ જ વધારે આળસ, લોહીની ઉણપ, મૈથુન દોષ, માસિક સમયે ઠંડી વસ્તુઓનું સેવન, ઠંડી લાગી જવી, પાણીમાં વધારે વાર સુધી પલળવું, કામ વગર આમતેમ આંટા-ફેરા કરવા, શોક, ગુસ્સો, દુઃખ, માનસિક ઉદ્વેગ તેમજ માસિક ધર્મના સમયે ખાવાપીવામાં ધ્યાન ન આપવું – આ બધા કારણોસર માસિક ધર્મ બંધ થઈ જાય છે અથવા તો નિયમિત નથી થતું.

માસિક બંધ થવાની ઓળખ :

ગર્ભાશયના ભાગમાં પિડા થવી, ભૂખ ન લાગવી, વમન, કબજિયાત, સ્તનમાં પિડા, દૂધ ઓછું આવવું, હૃદય ધડકી જવું, શ્વાસ લેવામાંતકલીફ, કાનમાં વિવિધ અવાજો સંભળાવા, ઉંઘ ન આવવી, જાડા થઈ જવા, પેટમાં પીડા થવી, શીરમાં જગ્યાએ જગ્યાએ સોજો આવવો, માનસિક તાણ, હાથ, પગ તેમજ કમરમાં પીડા થવી, સ્વરભંગ, થાક લાગવો, શરીરમાં પિડા વિગેરે માસિક ધર્મ બંધ થવાના લક્ષણો છે.

માસિક ધર્મ પુનઃ શરૂ કરવાના ઉપાયઃ

3 ગ્રામ મરી પાવડરને મધની સાથે લેવાથી માસિક નિયમિત આવે છે.

રોજ સવારે એક ચમચી દૂર્વાનો રસ પીવાથી માસિક ફરી શરૂ થાય છે.

કાચા પપૈયાનું શાક થોડાક દિવસ નિયમિત ખાવાથી માસિક ફરી નિયમિત શરૂ થઈ જાય છે.

કુંવાર પાઠું એટલે કે એલોયવેરાનો રસ બે ચમચી ખાલી પેટે બે અઠવાડિયા સુધી લેવો. તેનાથી માસિક ફરી શરૂ કરવામાં મદદ મળે છે.

10 ગ્રામ તલ, 2 ગ્રામ મરી, બે નંગ નાની પીપળ તેમજ થોડી સાકર આ બધાનો ઉકાળો બનવીને પિવાથી માસિક ધર્મ પુનઃશરૂ થઈ જાય છે.

3 ગ્રામ તુલસીના મૂળનું ચૂરણનું મધ સાથે નિયમિત સેવન કરવું.

50 ગ્રામ સૂંઠ, 30 ગ્રામ ગોળ, 5 ગ્રામ વાવડિંગ તેમજ 5 ગ્રામ જવ – બધાને જાડુ વાટી લેવું તેને બે કપ પાણીમાં ઉકાળવું  અને જ્યારે અરધો કપ પાણી બચે ત્યારે તેનું સેવન કરવું. અટકી ગયેલું માસિક પુનઃ શરૂ થઈ જશે. વડની વડવાઈ, મેથી અને કાળા તલ – બધું 3-3 ગ્રામના પ્રમાણમાં લઈ જાડુ વાટી લેવું. પછી 500 ગ્રામ પાણીમાં બધી વસ્તુઓ નાખી તેનો ઉકાળો બનાવો. જ્યારે પાણી અરધુ રહી જાય ત્યારે તેને ગાળીને તેમાં સાકર ભેળવી પી લેવું.

એક કપ ડૂંગળીનો સૂપ બનાવો. તેમાં થોડો ગોળ મિક્સ કરી લો. આ પીણું પીવાથી રોકાયેલું માસિક ફરી શરૂ થાય છે.

દિવસમાં 2-2 વાર ગરામ નવશેકા પાણીનું સેવન કરવાથી પણ માસિક ધર્મ ફરી શરૂ થઈ જાય છે.

માસિક ધર્મને નિયમિત કરવાના નૂસખાઃ

બને ત્યાં સુધી સ્ત્રીઓએ વધારે પડતા ભય, ગુસ્સા, શોક, ચિંતા, તાણ, વધારે પડતી ઉંઘ, ભુખ્યું-તરસ્યું રહેવું આ બધાથી દૂર રહેવું જેઈએ તેમ જ માસિક  ધર્મ દરમિયાન સ્વચ્છતામાં ખાસ ધ્યાન રાખવું જોઈએ.

માસિક નિયમિત લાવવા માટે બજારમાં ઘણી બધી ઔષધિઓ પણ ઉપલબ્ધ છે તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો. ધ્યાન રાખો કે પ્રતિષ્ઠિત આયુર્વેદિક કંપનીની દવાઓનો જ ઉપયોગ કરવો

લેખન.સંકલન : તૃપ્તિ ત્રિવેદી 
ગ્લેમર, બ્યુટી હેલ્થ, લાઈફ સ્ટાઈલ, ન્યુઝ તેમજ અન્ય માહિતી મેળવાવા માટે આજે જ અમારું ફેસબુક પરનું પેજ “જલ્સા કરોને જૈંતિલાલ ” આજે જ લાઇક કરો, ને જો આ માહિતી ગમે તો તમારા મિત્રોને પણ લીંક શેર કરીને આજે જ વંચાવો.

 

ટીપ્પણી