તમને પણ તમારા રસોડામાં દરેક વસ્તુ પ્લાસ્ટીકના ડબ્બામાં મુકવા ગમે છે તો વાંચો…

પ્લાસ્ટિક એટલે સગવડતા ભરી અગવડ કહીએ તો એમાં બિલકુલ અતિશયોક્તિ ન જ કહી શકાય. જે થેલીમાં શાક લઈને ઘરે આવીએ અને જમી લીધા બાદ ભેગો થયેલ એઠવાડ એવા જ ઝબલામાં ભરીને શેરીને નાકે ફેંકી દેવાથી લઈને ફ્રિઝમાં વપરાતી પાણીની બાટલીઓ, માઈક્રોવેવ ડબ્બા કે સાદા હોટલ પાર્સલનાં ડબ્બા હોય. ફુડ પ્રોસેસર્સ હોય કે આર.ઓ. ફિલ્ટર્સ વગેરેમાં પણ પ્લાસ્ટિક વપરાય છે. કોઈ પણ વસ્તુઓને સાચવવા અને એને પાણી, સૂર્યના તાપથી બચાવવા અને સુઆયોજિત રીતે ગોઠવાઈને રાખવા માટે આજે પ્લાસ્ટીકનાં અત્યધુનિક, વિવિધ આકર્ષક રંગોમાં, આકારો અને ઘાટમાં પ્લાસ્ટીકના ઉપકરણો બજારમાં ઉપલબ્ધ છે.


નાના બાળકોનાં રમકડાં, ચૂસણીયાં અને મોટાં છોકરાંઓની ચીજવસ્તુઓ સાચવવા અપણે પ્લાસ્ટીકનાં સાધનોનો ઉપયોગ કરીએ છીએ. અનાજ, અથાણાં અને સોસ – મુરબ્બા સાચવવા માટેય હવે પ્લાસ્ટીકનાં વધુ આકર્ષક અને ઝટ સાફ થઈ શકે એવા અને જલ્દી તૂટે નહીં તેવા વાસણો મળવા લાગ્યાં છે. બની શકે કે આ પ્રકારનાં પ્લાસ્ટિકની ગુણવત્તા ખૂબ જ સારી હોય પરંતુ દરેક વખતે એની ચકાસણી કરવી પણ મુશ્કેલ હોય છે.

સ્કુલે જતાં બાળકોના નાસ્તાના ડબ્બા અને વોટર બેગ તો વર્ષોથી પ્લાસ્ટિક બેઈઝ વપરાય છે. એમાંય આપણે અગાઉ સસ્તી અને મજ્બૂત હોય એવી લેવાનું વિચારતાં, સમય જતાં ક્વોલિટિ અવેરનેશ આવી અને અમુક ખાસ બ્રાન્ડની બોલબાલા વધી. બોટલની અંદર કપડાંની નાની પોટલીમાં એક ખાસ પ્રકારનું રસાયણ ભરીને રાખવામાં આવે છે. જે કહેવાય છે કે ડ્રાય એટલે કે ખાલી અને સુકી બાટલીમાં દુર્ગંધ ન આવી જાય એ હેતુએ રખાય છે. એનો અર્થ તો એજ થયોને કે પ્લાસ્ટિકની વસ્તુઓ પડી રહે કામ વગર તો એમાં જૈવિક પ્રક્રિયા શક્ય છે. આ જ દર્શાવે છે કે આ પ્લાસ્ટિક કેટલી હદે નુક્સાનકારક હોઈ શકે.

હાલનું મનોવલણ એટલે દોડતી ભાગતી ઝિંદગી. એમાં વળી એમ વિચારીએ કે કોથળીમાં કચરો ભરીને ફેંકશું તો મૂંગા જાનવરોને નુક્સાન થશે. એ વળી વધુ પડતું લાગશે. ક્યાંક – ક્યાંક એવી ઝૂંબેશો ચાલે પણ છે. પરંતુ બૌદ્ધિક, તાર્કિક અને માર્મિક વલણ ધરાવતો માઅવ વર્ગ ત્યાં સુધી નહિં જ ચેતે જ્યાં સુધી વાત એનાં પોતાનાં જીવનને અસર ન કરે.
આ કચકડો આપણાં પેટમાં મોં વાટે જાય ત્યારે કેટલું નુસાનકારક છે એ અંગે આપણે જાગૃત થવાની તાતી જરૂર છે.

કોલ્ડ ડ્રિક્સની નાની કાંચની બાટલીઓને બદલે હવે ઘરે લઈ જવાય અને સંઘરી શકાય એવી પેટ બોટલ્સ વધુ પ્રચલિત થઈ છે. ભારતીય આબોહવા આ પ્રકારનાં ઠંડા પીણાં કેટલી હદે માફકસર છે એ વાત એક બાજુએ રહી પરંતુ નાની મોટી પીણાંની દુકાનોમાં બહાર તડકામાં લટકતી આ બાટલીઓ કેવા પ્રકારનાં રસાયણોથી બની હોય એ આપણે ચકાસણી નથી કરતાં. મનમાં વિચાર ચોક્કસ આવે. “આવી લપ કોણ કરે?” હા, બરાબર છે. પણ એક વિચાર આવ્યો ખરો કે છેલ્લા એકાદ બે દાયકાઓમાં કેમ જીવલેણ બિમારીઓનો મારો વધ્યો છે. કેમ બ્લ્ડ પ્રેશર અને ડાયાબિટિઝનો વ્યાપ વધ્યો છે. હ્ર્દય હુમલા અને બ્લોકેઝિસનાં કેસ વધ્યા છે?
એક પ્રરિક્ષણનું તારણ આવ્યું છે જે જાણીને આશ્ચર્યનો પાર નહીં રહે. હાથમાં લઈને વટ્ટથી ફરતાં હોઈએ છીએ આપણે એવી હળવી અને દેખાવે ફુટડી લાગતી ‘પ્લાસ્ટિકની બોટલ્સઝ’ આનું એક કારણ હોઈ શકે.
તડકામાં રખાયેલ આ બાટલીઓમાંનું રસાયણ ગરમ થતાં તે બાટલીમાં રહેલ દ્રવ્ય સાથે ભળાવાનાં ચાન્સીસ વધ્યા છે. આવું જ તાપમાન ઠંડું પડતાં પણ બને. વધુ પડતી ઠંડકનાં સંસર્ગમાં આવતાં પણ
એનાં આકારમાં ફેરફાર દેખાય છે.

નવાઈની વાત તો એ છે કે ખૂબ જ પ્રચલિત થયેલ આ પ્લાસ્ટિક કલ્ચર કેટલું સેઈફ એટલે કે એની હાર્મહુલનેસ કેટલી છે એ અંગેનું એક ચોક્કસ નિશાન હોય છે. દરેક બાટલી, ડબ્બા અને ઢાંકણાંઓમાં. આ એટલું ઝીણું આંકવામાં આવે કે સામાન્ય કન્ઝ્યુમરનું માંડ ધ્યાન જાય. આ પ્રત્યે ખૂબ જ ઓછા પ્રમાણમાં જાગૃતિ છે. વળી, આવી પ્લાસ્ટિક બોટલ્સનું રિસાયકલિંગ કરવાની પણ ફેશન વધી છે. કેટલુંક પ્લાસ્ટિક ગરમ કરી શકાતું કે રિસાયકલ પણ કરી શકાતું નથી.
ત્રણ એરો, એટલે કે તિરની નિશાની એકમેકને મળીને ત્રિકોણ રચે અને એમાં એકથી સાત પૈકી કોઈ એક આંકડો હોય. આ આંકડામાં ૧, ૨, ૪, ૫ હોય તો ઓછું નુક્સાનકારક અને ૩, ૬, ૭ ખાદ્ય પદાર્થોને લગતું નથી. એવો અર્થ કરી શકાય.


લારી પરથી કિટલીમાં પિરસાતી ગરમાગરમ ચા પ્લાસ્ટિકનાં કપને બદલે કાંચ કે કાગળનાં પ્યાલાં પીવાનો આગ્રહ રાખીએ. માટીની કુલળી મળે તો એ શ્રેષ્ઠ.


અંકઃ ૧ એ પેટ પ્લાસ્ટિકનો સિમ્બોલ છે. ઠંડું પીવાનું પાણી અને કોલ્ડડ્રિક્ન્સની ઈરીએટૅડ વોટર બોટલ્સ એમાંથી જ બનેલી હોવી જોઈએ. હવેથી જ્યારે આ પ્રકારની બોટલ્સ ખરીદ્યો ત્યારે તેનાં તળિયે આવું માર્કિંગ અને ૧ નંબર અચૂક જોશો. આપની તંદુરસ્તીનું ધ્યાન રાખતાં આટલી કાળજી ચોક્કસ લેજો.

લેખન : કુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’

દરરોજ અવનવી ઉપયોગી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી