“સ્વર્ગવાસી માં ને પત્ર” – ખુબ લાગણીસભર પત્ર છે દરેક મિત્ર પોતાની માતાને યાદ કરે અને વાંચે આ પત્ર..

સૌથી પ્રિય,
મારી માં

માં, ક્યાં છો તમે? આમ કહ્યાં વગર જ દુનિયા છોડી દીધી. આજે હું કેટલો એકલો છું એની ખબર છે કંઈ તમને. આંસું રોકવાંનું નામ પણ નથી લેતાં, ખબર નથી તમારાં સુધી આ પત્ર પહોંચશે કે કેમ છતાં લખું છું.

એવું કહે છે લોકો અને શાસ્ત્રો કે “જેણે કોઈ દિવસ કંઈ જ ખોટું ન કર્યું હોય , એ સ્વર્ગ માં જાય… તમે ત્યાં જ હશો કારણ કે તમે આજ દિન સુધી કોઈનું ખોટું કરવાનું તો શું વિચાર્યું પણ નહીં હશે.

મમ્મી મને એટલી તો જાણ છે કે જે માનવી એ પૃથ્વી ઉપર જન્મ લીધો, એનું મૃત્યું નિશ્ચિત છે. એણે આ દુનિયા છોડીને એક દિવસ જવું જ પડે છે.
પણ મમ્મી તમે આટલાં જલ્દી? શા માટે?
હજી તો હું પોતાનાં પગ ઉપર ઉભા રહેતાં જ શીખ્યો છું, આજની આ સ્વમાની જીવો વચ્ચે હું એકલો કેવી રીતે જીવીશ? હજી તો મેં આ દુનિયાદારી નો એકડો ગુંઠતાં શિખ્યો પણ નથી, આ વિચિત્ર જીવો સાથે એક ડગલું ભરતાં તો શિખવવું હતું.

મમ્મી આ ખુદા પણ થોડો મતલબી છે, જેમની જરૂર મને હતી, એમની જરુર એમને પણ પડી ગઈ. એટલે તમને બોલાવી લીધાં. મારી પરવાં એમને ન કરી અને મને નિરાધાર કરી દીધો.

જવાં દો માં, (કદાચ) ત્યાં ખુશ હશો? ભલે દુઃખી છું પણ એ વાતે ખુશ છું કે ત્યાં રહી તમારે લોકોનાં ધરકામ તો નહીં કરવાં પડે ને, લોકો નાં કડવાં વેણ હવે નહીં સાંભળવાં પડે, મારી ખુશી માટે કપરાં ચઢાણ નહીં ચઢવાં પડે, રાત-દીવસ મહેનત તો હવે, નહીં કરવી પડે, માં હવે તમને આરામ નો સમય મળશે.
હવે, ત્યાં તમે આરામથી સુખ ભોગવજો. ધરતી પર વેઠેલાં દુઃખ ભૂલી જજો.

હા, માં તમારા ગયાં પછી હું રડ્યો જરુર છું, આંસું પણ ન છુપાવી શક્યો, એક લાંગણી હતી, મૈત્રીસબંધ હતાં આપણી વચ્ચે, હંમેશા મારી આગળ રહેતાં એમ વિચારી કે કોઈ આફત આવે તો પોતાનાં ઉપર આવે, મારા પર નહીં…

હું કેમ કરી ભુલું કે, પોતે ભુખ્યાં રહી ને પણ કેટલીયવાર મને ખવડાવ્યું હતું, હું કેમ ભૂલું કે પોતે આજીવન ફાટેલાં કપડાં પહેરી ને મને સારાં કપડાં પહેરાવ્યાં હતા. મારી માંદગીમાં ઉજાગરાં કરી માથે પોતાં મૂકતાં, બોલો માં હું આ બધું કેમ કરી ભૂલીશ.

મમ્મી થોડી ફરીયાદ ભગવાંનને પણ છે, તમે કહેજો મારી ફરીયાદ….
કહેજો એમને કે ભગવાંન આટલાં ક્રુર ન બનો, મારી માં સિવાય, આ સ્વમાની દુનિયા માં હતું જ કોણ? તે તમે મારી માં ને છીનવી લીધાં. એવાં તો કયાં પાપ કર્યા હતા મેં કે તમે મને આટલી મોટી સજા આપી દીધી, ભગવાંન આજે તમારાં ઉપરથી વિશ્વાસ તૂટી ગયો મને…

જાવ હું નહીં માનું તમને, તમારું અસ્તિત્વ છે કે નહીં એ તો ખબર ન હતી પણ હા, મારાં માટે મારી માં જ મારાં ભગવાદ હતાં. એક જ તો વ્યક્તિ હતાં જે મને દુનિયાથી નવ માસ પહેલાંથી ઓળખતાં હતાં. અને ભગવાન તમારી પાસે ક્યાં કંઈ કમી થી ગઈ કે મારી માં ની જરુર પડી ગઈ, શું તમને એટલી બધી જરુર હતી મારી માં ની તમને…

જાવ, ભગવાન આજથી નહીં પુંજું તમારી પથ્થરની મુરત ને… જાવ નહી માનું તમારા અસ્તિત્વને..
માં આટલી ફરીયાત જરૂરથી કરજો ભગવાનને…

માં તમે ભલે મારી સાથે નથી પણ પડછાયાં રૂપે હંમેશા સાથે રહેશો એવી આશા છે. હા, માં તમારો દિકરો કોઈ દિવસ ખોટું કાર્ય નહીં કરે તમારા દ્વારા અપાયેલાં સંસ્કારો હું નહીં ભૂલું. તમે સદાયને માટે પ્રેરણાદાયી બન્યાં છો. મમ્મી તમે મને જીવનમાં કોઈ દિવસ નીચું ન જોવાનું શીખવી ગયાં છો એ વાત નહીં ભુલું. મારી આંખમાં આંસું ન જોનાર, આજે મારી આંખો નાં આંસું રોકનાર તમે નથી.

ખબર હોત કે બદલી શકાતાં હોત તો વિધિનાં લેખો જ બદલી નાંખતે માં તમારા માટે, યમરાજ સામે કરગરીને પણ તમારું જીવન બક્ષવાંની કોશિશ કરતે.
માં સાચ્ચે જ આજે દુનિયાની અસંખ્ય ભીડ માં પણ એકલાંપણું મહેસુસ થાય છે…

માં, તમે મને સદા એવું કહેતાં કે “દિકરાં એવી ભૂલ ન કરતો કે નીચું જોવું પડે” પણ આજે એવી કંઈ ભૂલ ન કરી હોવાં છતાં તમારી યાદમાં નીચું જોવું પડે છે. વિચાર્યું હતું કે તમારા વિના જીવીશ, પણ આજે ન છૂટકે જીવી રહ્યો છું.

માં શક્ય હોય તો આવી જાવને એકવાર મારી પાસે તમારા આંચલની છત્રછાયાંમાં પોઢવું છે, તમારા હાથપગ દબાવી આપવાં છે, તમારી સેવાં કરવી છે, તમારી સાથે રમવું છે, ખૂબ જ મસ્તી કરવી છે, માં મહેરબાની કરી એક દિવસ ભગવાંન પાસે રજા લઈને આવો, તમારાં બાળક ને રમાંડવાં…

માં, બસ હવે પત્ર પૂરો કરું છું, હવે લખવાં જેટલી તાકાત નથી આંખોનો પ્રવાહ બંધ થાય એવો નથી.

ખબર છે, માં તમે પત્ર નો જવાબ સપનાંમાં આપશો, પણ આપનો જરૂર હંમેશા પડછાયાંમાં શોધીશ.

ચાલો, માં સપનામાં મળીયે..

લિ. તમારાં વગર હંમેશા અધુરો
તમારો પુત્ર

લેખક : કુંજ જયાબેન પટેલ “સ્વવિચાર”

દરરોજ અવનવી વાર્તા અને માહિતીસભર પોસ્ટ માટે લાઇક કરો અમારું પેજ અને મિત્રોને પણ અમારું પેજ લાઇક કરવા કહો.

ટીપ્પણી