“સરપ્રાઈઝ ઍનિવર્સરી ગિફ્ટ” આહલાદક રોમેન્ટિક વાર્તા આજે જ વાચો

“સરપ્રાઈઝ ઍનિવર્સરી ગિફ્ટ”

સ્વરાં અને વીર ના લગ્ન ને આજે ૩ વર્ષ પૂરા થઈ ગયાં હતાં,

ઍનિવર્સરી હોવાથી વીરે સવારથી જ “બારડોલી” ની સર્વશ્રેષ્ઠ હૉટેલ માં ડિનર માટે ટેબલ બૂક કરાવી નાંખ્યું હતું. સ્વરાંને એમ હતું કે વીર ભૂલી જ ગયાં હશે, પરંતું સ્વરાં ને સરપ્રાઈઝ ખૂબ જ પસંદ હોવાને કારણે વીરે સ્વરાં ને કહ્યું ન હતું. એ ધણી વાર નાની વાતો માં પણ સરપ્રાઈઝ આપી સ્વરાં નો ચહેરો ચમકાવી નાંખતો.

સ્વરાં અને વીર બંન્ને બારડોલી ની એક મલ્ટિનેશનલ કંપનીમાં ખૂબ જ ઉંચી પોસ્ટ ઉપર સાથે જ જૉબ કરતાં હતાં. સવાર-સાંજ પોતાની ગાડી માં આવનજાવન કરતાં. બંન્ને નું આ દુનિયા માં એકબીજા સિવાય કોઈ ન હતું, કારણ કે બંન્ને બાણપણથી જ મા-બાપ વિના જ મોટા થયાં હતાં.

સ્વરાં અને વીર આજનાં જ દિવસે ત્રણ વર્ષ પહેલાં લગ્નગ્રંથી એ જોડાયાં હતાં. અને હા, બંન્ને ના લવમૅરેજ હતાં. છેલ્લાં પાંચ વર્ષથી એક જ સાથે કામ કરતાં હોવાથી એકબીજાની રગેરગ થી વાકેફ હતાં. અને એકબીજાનાં ગળાડૂંબ પ્રેમમાં હોવાનાં લીધે આખી કંપની નાં સ્ટાફ વચ્ચે ત્રણ વર્ષ પહેલાં જ એમનું વેવિશાળ થયું હતું.

સાચ્ચે જ ભગવાન જોડી તો ઉપરથી જ બનાવીને મોકલે. એવી જ હતી આ જોડી, લોકો ને જોઈ ને જ ઈર્ષા થાય એવી.
બંન્ને એકબીજા ને ખૂબ જ સમજતાં, એકબીજાની થતી તકલીફો ની હંમેશા ચર્ચા કરતાં, અને હંમેશા એકબીજા ના પૂરક થઈને રહેતાં.

બંન્ને કંપની એ ગિફ્ટમાં આપેલ ફ્લેટમાં ખૂબ જ સુખી જીવન જીવતાં હતાં, ગાડી થી લઈને તમામ જીવન જરૂરીયાત ની વસ્તું હાથવગી રહેતી. કોઈ જાત ની તકલીફ વિના જીવન ત્રણ વર્ષ આગળ નિકળી ગયું હતું. પરંતું એક તકલીફ એમનું જીવન હચમચાવી નાંખે એવી હતી. એ તકલીફ તેમની ઉંધ ઉડાવી નાંખે એવી હતી. અને એ હતું “શેર માટી ની ખોટ”
લગ્નનાં ત્રણ વર્ષ વિતિ ચૂક્યાં છતાં હજી એમનાં ધરે પારણું ન હતું બંધાયું.

કેટલાંય ડૉક્ટરો, વૈધ, હકીમ તમામ ને બતાવી ચૂક્યાં હતાં. પણ સ્વરાં નું ગર્ભાશય બાળક ધારણ કરવાં સક્ષમ ન હતું.
મુંબઈ, અમદાવાદ, બરોડા, સુરત જેવાં તમામ શહેરો ની એકેય હૉસ્પિટલ એવી ન હોય જ્યાં સ્વરાં અને વીર ત્યાં ના પગથિયાં ન ચડ્યાં હોય.
કંપની ના સાથી કર્મચારી કહેતાં એ તમામ જગ્યાઓ એ જઈને બંન્ને એ લાખો રુપિયાં ખર્ચી નાંખ્યાં હતાં.
પણ ત્રણ વર્ષ થઈ ગયાં છતાં એમને ધરે બાળકની ચિચિયારી સાંભળવાં ન હતી મળી.

કંપની નાં પટાવાળા અને કામ કરતી બાઈ નાં કહેવાંથી કેટલાંય ભગત-ભૂવાં અને દોરાં-ધાગાં પણ કરાવ્યાં હતાં.
પણ કુદરત ના કહેર જ કંઈક અલગ હતાં.
“કુદરત આગળ કોનું ચાલેલું કે ચાલવાનું”
પરંતું સ્વરાં અને વીર બાળપણ થી જ હાર માને એવાં ન હતાં તેથી તેઓએ મદ મક્કમ રાખી બનતાં તમામ પ્રયાસો ચાલૂં રાખ્યાં હતાં.

એમ, તો બંન્ને ના ચહેરાં ઉપર ઉદાસી કોઈ દિવસ ન દેખાતી પણ, ક્યારેક ક્યારેક આ વિચારો યાદ કરી બંન્ને એકબીજાથી છૂપાવી ને આંસું સારી લેતાં. કારણ કે વીર અને સ્વરાં બંન્ને ને એકબીજાની આંખનાં આંસું મંજુર ન હતાં. કદાચ પ્રેમ જ ગજબ હતો એમનો.

સાંજે ૫ વાગ્યાં નો સમય હતો, રાબેતામુજબ બંન્ને ઑફિસથી નિકળી ધરે જતાં, પણ આજે વીર ઍનિવર્સરીની સરપ્રાઈઝ આપવાંનો હોય તેથી કહ્યું “ચાલ, સ્વરાં બેસ જઈયે ધરે”
“હા, ચાલો… સ્વરાં ઉદાસ હતી અેટલે આટલું જ બોલી.
કારણ કે એ એવું સમજતી હતી કે વીર એમની ઍનીવર્સરીની તારીખ ભૂલી ગયાં છે.
બંન્ને કારમાં બેસી ગયાં કાર ચાલવાં લાગી, ૧૦ મિનિટમાં ગાડી હૉટેલ જઈને ઉભી રહી.
“કેમ વીર હૉટેલ ઉભી રાખી, આજે બહાર જમવાંનું છે કે શું??” હસતાં હસતાં છુપાવવાનો પ્રયત્ન કરી સ્વરાં બોલી.
“ના, હવે બૉસ માટે રૂમ બૂક કરાવવાનો છે, ચાલ તું પણ”
“મૂડ તો નથી પણ, ચાલ આવું છું” એમ કહી સ્વરા વીર સાથે જવાં લાગી.
જેવાં સ્વરા એ હૉટેલની અંદર પગલાં પાડ્યાં કે ઉપરથી ફુલો નો વરસાદ થયો અને, એક મધુર સંગીત રેલાવાં લાગ્યું “સાંસો કી જરૂરત હૈ જૈસે, જીંદગી કે લીયે, બસ એક સનમ ચાહીયે આશિકી કે લીયે”
હાથમાં પ્રેમનું પ્રતિક સમાન લાલ રંગનાં ગુલાબ સાથે વીર ફિલ્મી સ્ટાઈલમાં બેસી ને સ્વરા ને ગુલાબ આપતાં કહ્યું “Happy Anniversary My jaan, I love you so much.”
સ્વરાં તો જાણે પાગલ જ થઈ ગઈ, એની ખુશી અપાર હતી. આમ, પણ સ્વરાંનેે સરપ્રાઈઝ ખુબ જ પસંદ હતી, આખા દિવસનો ઑફિસનો આખો થાક જાણે પળ વારમાં જ ઉતરી ગયો એવો અનુભવ થઈ ગયો.
” I love you too my jaan, મને એમ હતું કે તમે ભૂલી ગયાં હશો? પણ તમને તો યાદ હતું, હું ખુશનસીબ છું કે તમે મારા પતિ છો. “Happy Anniversary too my jaan”
“હા તો યાદ જ હોય ને, તને પ્રેમ કરવાં સિવાય કશું કર્યું જ નથી, તારી સાથે માણેલી દરેક પળ ને હું આ જનમમાં જ નહીં ક્યારેય નહીં ભૂલું.”

આ સાંભળી બંન્ને ની આંખમાં ખુશીનાં ઝળઝળિયાં આવી ગયાં.

સ્વરાં એ આવી ને વીર ને આંલિગન માં જકડી લીધો. આંસું હજી પોતાનું કામ કરી રહ્યાં હતાં.
વીરે સ્વરાંનાં આંસું લૂછતાં કહ્યું “ચાલ, બસ “ગાંડી” હવે, તારી આંખનાં આંસું મને મંજુર નથી, ભલે એ આંસું ખુશીનાં હોય તો પણ..”

આ સંવાદ પૂરો કરી બંન્ને એ એકબીજાને પસંદ વસ્તુંઓ ઑર્ડર કરી ડિનર પતાવ્યું, અને કાર લઈને વાતો કરતાં કરતાં ધરે આવી ગયાં.

“કેવું રહ્યું સરપ્રાઈઝ”??

“ખૂબ જ સારું હતું, “Love u once again વીર” સ્વરાં ખુબ જ ખુશ હતી.

“મારું ગિફ્ટ ક્યાં છે વીર?” અને સ્વારાં એક મીઠી સ્માઈલ આપી દીધી.

“સ્વરાં, તને સરપ્રાઈઝ પસંદ છે એટલે એ ગિફ્ટ તને સરપ્રાઈઝ રૂપે આવતી કાલે આપીશ”
બૅડરુમમાં જઈ ત્રણ વર્ષની તમામ યાદો વાગોળતાં વાગોળતાં બંન્ને એકબીજામાં મગ્ન થઈ ગયાં…

બીજા દિવસની સવાર થઈ ગઈ, આજે સ્વરાં દરરોજ કરતાં વહેલી ઉઠી ગઈ. એણે જલ્દી થી સરપ્રાઈઝ ગિફ્ટ જોવી હતી.

વીર પણ તૈયાર થઈ ને આવી ગયો અને કહ્યું,
ચાલ, સ્વરા આજે આપણે ફરવાં જવાનું છે, એક લોંગ ડ્રાઈવ પર, મેં બૉસ પાસે રજા લઈ લીધી છે”

“થૅન્કયું વીર, ચાલો જલ્દી”

આટલું કહી ગાડી હંકારી બંન્ને લોંગ ડ્રાઈવ ઉપર નીકળી ગયાં.

થોડી જ વાર થઈ હશે, ત્યાં ગાડી કોંક્રિટ નાં જંગલોથી દુર એક વિરાન જગ્યા એ ઉભી રહી, તરત જ સ્વરાંને વર્ષો પહેલાં નો સમય યાદ આવી ગયો, એજ વિરાન જગ્યાં જંગલો ની વચ્ચે, નદીનાં પ્રવાહ નો ખળખળ અવાજ, પંખીઓનો કલરવ, વૃક્ષો ની હારમાળા નાં મીઠા છાંયાં વચ્ચે પહેલી વખત વીરે સ્વરાંને પ્રેમનો એકરાર કરેલું ચિત્ર સ્વરાં ના મનમાં દ્રશ્યમાન થઈ રહ્યું હતું.

વીરે એક બોક્ષ આપતાં કહ્યું “લે સ્વરાં આ ડાયમંડ નો નૅકલેસ જે તારું સ્વપ્ન હતું, અને વીરે પોતાના હાથે સ્વરાંને પહેરાવી દીધો. સ્વરાં ખુબ જ ખુશ હતી.

વીરે ગાડીમાંથી આસન કાઢી ક્લાકો સુધી બેસી એકબીજા નાં મનની વાતો કરી રહ્યાં હતાં.
એટલાં માં જ કોઈક બાળકનો રડવાંનો અવાજ આવ્યો.

બંન્ને સફાળા ઉભા થી આમતેમ નજર દોડાવાં લાગ્યાં. પણ ક્યાંક કોઈ દેખાતું ન હતું. હવે તો એ રુદનનો અવાજ બમણો થઈ ગયો હતો. ત્યાં જ સ્વરાંની નજર વડનાં વૃક્ષની થડ ની વચ્ચે પડી. ત્યાં જઈને જોયું તો આશરે એક માસ ની નવજાત બાળકી હતી. ફુલ ને કરમાવી નાંખે એવી, સૂર્યનાં તેજસમાન આંખો, નાના નાનાં હાથ-પગ, ખુબ જ સુંદર બાળકી રુડન કરતી હતી. સ્વરાં ની આંખમાં પાણી આવી ગયાં. રડતાં રડતાં વીર ને બુમ પાડી બોલાવ્યો.

સ્વરાં એ બાળકીને પોતાનાં ખોળામાં ઉચકી લીધી. બાળકીનો રડવાંનો અવાજ મંદ પડી ગયો હતો. એક પળની રાહ જોયાં વિનાં બંન્ને બાળકી ને લઈને સીધા બારડોલીનાં પોલીસ સ્ટેશનમાં ગયાં અને વીરે સધળી હકીકત ઈન્સ્પેકટર ચિંતનસિંહ ચાવડાં ને જણાવી. ચિંતનસિંહે કહ્યું “તમે બંન્ને એ સારું કાર્ય કર્યું છે, હમણાં જ હું આ બાળકી ને અનાથ આશ્રમ મોકલવાની વ્યવસ્થા કરું છું. ચિંતનસિંહ અનાથ આશ્રમમાં ફોન જોડતાં જ હતાં અને વીરે કહ્યું “તમને તકલીફ ન હોય તો અમે બંન્ને આ બાળકીને ગોદ લેવાં ઈચ્છીયે છે, એમ પણ લગ્ન ને ત્રણ વર્ષ થયાં અમને શેર માટી ની ખોટ જ છે”

“Thats fine Mr. Veer, બસ, જરુરી કાર્યવાહી પૂરી કરી તમે આ બાળકી ને ગોદ લઈ શકો છો.
તમામ કાર્યવાહી પૂરી કરી બંન્ને એ બાળકી ને ગોદ લઈ લીધી.
સ્વરાં મોટાં મોટાં આંસું સાથે બોલી “આ બાળકી નું નામ તમારાં નો પહેલો અક્ષર “વી” અને મારાં નામ નાં છેલ્લો

અક્ષર “રાં” એટલે કે “વીરાં” રાખીયે તો.?

એમ પણ હવે, આ વીરાં આપણી છે વીર,

કેવું કહેવાય આ દુનિયામાં જેને બાળકી આવી એને કદર નથી, અને જેની પાસે નથી એ બિચારાં દરરોજ આંસું સારે છે, આ કુદરત આવાં વ્યક્તિ ને બાળકો કેમ આપતાં હશે? જેને કંઈ પડી નથી, એમનું મન જ કેમ ચાલ્યું હસે આ નવજાત બાળકી તરછોડવાંનું, છોડો વીર હવે આ આપણાં બંન્ને ની અમાનત છે. વીર કુદરતે આજે આપણ ને અનાયસે જ આ ઍનિવર્સરીની સરપ્રાઈઝ ગીફ્ટ આપી છે. અત્યાર સુંધીનું બેસ્ટ સરપ્રાઈઝ છે, મારા જીવનનું.

“કુદરતનાં દરબારમાં દેર છે, અંધેર નથી” આજે ખબર પડી ગઈ. બંન્ને મનોમન ભગવાંનનો આભાર માની “વીરાં” ને લઈને ધરે જતાં રહ્યાં….

લેખક : કુંજ જયાબેન પટેલ “સ્વવિચાર”

રોજ અવનવી વાર્તાઓ વાંચવા માટે આજે જ લાઇક કરો અમારું પેજ 

ટીપ્પણી