“કિટ્ટી -પાર્ટી” હાઈપ્રોફાઈલ અને સામાન્ય એમ સમાજનાં બે વર્ગોની વાત, કુંજ જયાબેન પટેલની કલમે

કિટી-પાર્ટી
સ્મિતાનાં પતિ રાકેશકુમારનો પોતાનો “શૅરબજાર”નો બિઝનેશ હતો, અઢળક સંપતિ કમાયો હતો. તમામ સુખ અને સવલતો સાથે બંન્ને પતિ-પત્નિ ખૂબ જ સુખે થી સુરતના એક હાઈપ્રોફેશનલ સોસાયટીનાં બંગલાંમાં રહેતાં હતાં.
સ્મિતા એટલે એક સરસ દેખાવની મહિલાં. એનું બાળપણ અને જુવાની અમદાવાદમાં જ ગુજરેલી. એકદમ સુખીસંમ્પન્ન કુટુંબ ની દીકરી. પિતાની મરજીથી જ હાલ, ના પૈસાદાર ગણાંતાં યુવાન રાકેશ કુમાર સાથે ૨ વર્ષ પહેલાં જ થયેલાં.
પહેલે થી જ સ્મિતાનાં હાથ એકદમ છુટ્ટા, પૈસા વાપરવાં એ એનો ડાંબા હાથનો ખેલ, દરરોજ શોપિંગ, મૉલમાં ફરવું થિયેટરો માં મુવિ જોવું, હાઈપ્રોફાઈલ મહિલા સાથે ફરવું એ એનો નિત્યક્રમ હતો.
સ્મિતાનાં જમણાં હાથમાં પૈસા આવે તો ડાબાં હાથને ય ખબર નાં પડે અને પૈસા પૂરા થઈ જતાં..સ્મિતાનાં ધરનો વૉર્ડરોબ હંમેશા બિનજરુરી પહેરવેશ અને બિનજરૂરી ચીજવસ્તું થી ભરાયેલો રહેતો.
રાકેશકુમાર ને આ તમામ વસ્તુંઓની જાણ હતી છતાં તે એવું જ વિચારતો કે “આટલું બધું કમાવ છું એ કોના માટે?? સ્મિતા ને એ ખૂબ જ પ્રેમ કરતો  હોવાથી હંમેશા તેને ટોકવાંનું ટાળતો. આ વિષયમાં રાકેશકુમારે એક શબ્દશુધ્ધાં કહ્યાં ન હતાં.
સ્મિતા ને આ વાત નો થોડો અભિમાન ય ખરો. અને આ સ્મિતા ને એક ખૂબ જ ખરાબ લત હતી લત કહો કે વ્યસન કે પછી એનું અભિમાન પણ, એની આ લત હતી “કિટી-પાર્ટી”
સુરતની હાઈપ્રોફાઈલ મહિલાંઓ સાથે અઠવાડિયાંમાં ૪ દિવસ  “કિટી-પાર્ટી” નું આયોજન હોય જ.
ક્યારેક સ્મિતા નાં ધરે તો ક્યારેક સુરતની 5* હૉટલોમાં.
સ્મિતા એક હાઈપ્રોફાઈલ હાઉસવાઈફ હતી. હાઉસવાઈફ તો ફક્ત કહેવા પૂરતી બાકી, તેને તો જમવાનું શું?? ચા બનાવતાંય ન તું આવડતું.
ધરનાં તમમ કામોથી લઈને જમવાનું બનાવવાનું કામ ધરની કામવાળી “શિલાબહેન” કરતી.
આ શિલાબેન એટલે દિલનાં ભોળાં અને નિયતનાં સાફ. કોઈ દિવસ કોઈ કામમાં ફરિયાદ નહીં. તમામ કામ પોતાનાં ધરે કરતાં હોય, એ રીતે કરે, નિયત એટલી સારી કે કોઈ દિવસ સર કે મેડમ નું પર્સ મળે તોય પાછું આપી દે, ધરની તિજોરીની ચાવી પણ એમને ખબર પણ કોઈ દિવસ એમની નજર બગડી ન હતી. કદાચ અમુક ગરીબો ને કુદરત આ ગુણ આપે જ આપે.
એમનું મહેનત કરી કમાવવાનું વલણ, કામ કરી જે-તે પૈસા મળે એ પૈસાથી પોતાના બિમાર પતિ ની દવાંઓમાં અને પોતાંનાં દિકરાં ને ભણાવવાંમાં ખર્ચી નાંખતાં. પોતાનાં માટે એકપણ પૈસાનો ખર્ચ ન કરતાં શિલાબહેન છેલ્લાં ૨ વર્ષથી ફક્ત ૨ જ સાડી પહેરી ધરકામ કરવાં આવી જતાં અને એ પણ હંમેશા સમય સર.
પરંતું હાલ કેટલાંક મહિનાંથી શિલાબેનની જરુરીયાત વધી ગઈ હતી કે કેમ, પણ એ હંમેશા કોઈ ને કોઈ બહાને મૅડમ પાસે અવારનવાર પૈસાની માંગણી કરતાં ગયાં હતા. પરંતું સ્મિતા કોઈ વખત આપતી કોઈ વખત શિલાબેને દુ:ખી ચહેરે જવું પડતું.
આજે શનિવાર હતો, સાંજે સ્મિતાના બંગલા ઉપર જ  “કિટી-પાર્ટીનું આયોજન ફોન ઉપર જ ગોઠવાય ગયું હતું. આ દિવસ શનિવાર હતો શનિવારે શૅરમાર્કેટ બંધ હોવાને લીધે રાકેશ કુમાર પણ બીજા કામના અર્થે મુંબઈ ગયાં હતા.
આખી રાત ચાલે તેવી કીટી-પાર્ટી નું આયોજન થયું. સાંજે ૬ વાગ્યાં ત્યાં જ તો સ્મિતા ના બંગલાંના પાર્કિંગ માં અવનવી મોંધીદાટ ગાડીઓનું આગમન ચાલી રહ્યું હતું. આ તમામ ગાડીઓમાં શહેરનાં નામચીન બિઝનેસમૅન ની પત્નિઓ હતી, જેમને આખો દિવસ ટાઈમપાસ કરવા સિવાય કોઈ કામ હોતું નહીં.
 ટેબલ ખુરશી ગોઠવાય ગયાં, ગંજીફા માં હાલની ફેવરેટ ગૅમ “તિનપત્તિ” ની શરૂઆત થઈ. ટેબલ ઉપર સૌ મૅડમો પાસે લાખો રૂપિયા નાં ઢગલાં હતાં. તમામ લેડી પત્તા રમવામાં મશગૂલ હતી, કોઈક સિગરેટ નાં કસ તો કોઈક બિયરનાં ગ્લાસ પીવાં માં વ્યસ્ત હતા. તમામ હસતાં હસતાં પત્તા રમતાં હતાં. બાજીઓની રમઝટ અને હારજીત ચાલી રહી હતી.
એવાંમાંજ પાછળથી શિલાબહેન આવ્યા અને સ્મિતાબેન ને કહ્યું “મૅડમ ૫૦૦૦₹ આપોને, લાલું ના પિતા ને સારવાર માટે કૅન્સર હૉસ્પિટલ લઈ જવાનું છે, દિવસે દિવસે એમની તબિયત લઠડતી જાય છે, ડૉ. સાહેબે કહ્યું છે કે જો આ મહિનાં માં ઑપરેશન નહીં થાય તો………”
શિલાબેન આનાથી આગળ કાંઈ ના બોલી શક્યા બસ, આંખો નાં આંસું દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો.
“હમણાં કંઈ નહીં મળે, છેલ્લાં કેટલાંય દિવસો માં તું ૧૦,૦૦૦₹ ઉપાડ લઈ ગઈ છે, એ ક્યાં નાંખ્યાં, કેટલાંય દિવસોથી જોંઉં છું બસ પૈસા પૈસાની લત લગાવી રાખી છે,” નશાને લીધે સ્મિતાનાં અવાજમાં ગુસ્સો જણાતો હતો.
રડતાં રડતાં શિલાબહેન બોલ્યાં “મૅડમ તમારા તમામ પૈસા હું ધીરે ધીરે ચૂકતે કરી દઈશ, પાઈ પાઈ કરીને તમારા પૈસા આપી દઈશ. અને આ ઉપાડનાં  પૈસા એમની સારવાર પાછળ જ ખર્ચ્યાં છે..”
“તને ના કહ્યું એ સમજમાં નથી આવતું, આજ પછી તને એકેય રૂપિયો ઉપાડ પેટે નહીં મળે, અને હા હવે ધરે જતી રેહ, અમારી રમતમાં ખલેલ પહોંચે છે” સ્મિતા રૂમમાં પડધાં પડે એટલી જોરમાં બૉલી ગઈ.
“સ્મિતા, આવી કામવાળી ધરમાં નાં રખાય. આવી કામવાળીને કાઢી મૂકવી જોઈયે, શું વારે વારે પૈસા પૈસા પૈસા!!” સ્મિતા ની બાજું માંજ બેઠેલી નિતા સિગારેટનાં ધુમાડાં છોડતાં છોડતાં બોલી.
“શિલા, તું ધરે જા, અમને ડિસ્ટર્બના કરીશ હવે, લે આ મારી ૨૦૦૦ ની ચાલ… રમત ચાલું કરતાં સ્મિતા બોલી.
શિલાબહેન પણ આ સાંભળી સૂકાયેલ ફુલ જેવું મોં કરી રડતાં રડતાં જતાં રહ્યાં.
રાત્રી નાં ૨ વાગ્યાં તોય, સ્મિતા નાં ધરની લાઈટો ચાલું હતી, પત્તા ની રમત પૂરી કરી તમામે એક સાથે ‘ચિયર્સ” કરી  બિયરનો છેલ્લો ધૂંટડો પૂરો કર્યો. ધીરે ધીરે પાર્કિંગમાંથી ગાડીઓ ઓછી થવાં લાગી. સ્મિતા નશા માં હોવાથી સોફા ઉપર જ લંબાવી દીધું.
સવારે સ્મિતા ઉઠી, દિવાલ ઉપર લગાવેલ વૉલક્લોક ઉપર નજર નાંખી તો અવાચક બની ગઈ, ૧૦ વાગી ગયાં હતાં. સફાળી ઉભી થઈ ઘરનાં તમામ રુમો માં નજર કરી પરંતું શિલાબહેન ન દેખાયાં, તેના મનમાં અઢળક સવાલો રમી રહ્યાં હતાં કે, ગઈકાલની વાતનું ખોટું તો ન લાગ્યું હોયને? આજે કેમ ન આવી હશે? દરરોજ ૭ વાગ્યે આવી જતી આજે કેમ નહીં??
આ સર્વે સવાલોનો જવાબ લેવાં સ્મિતા એ તૈયાર થી શિલાબહેનનાં ધરે જવાનું નક્કી કર્યું. પોતાની ગાડી લઈને સ્મિતા શિલાબહેન નાં ધરે પહોંચ્યાં. ત્યાંનું દ્રશ્ય સ્મિતા ને કંપાવી નાંખે એવું હતું. શિલાબહેનની ધરની બહાર લગભગ ૨૦૦ માણસોનું ટોળું હતું, તમામની નજર નીચી હતી, વાતાવરણ એકદમ ગમગીન હતું, ધણાં બધાનો રડવાંનો એક સામટો અવાજ આવી રહ્યો હતો. સ્મિતા એ અંદર જઈને જોયું તો સ્તબ્ધ થઈ ગઈ, અને આંખોમાંથી એક એક આંસું ટપ ટપ કરતાં ગાલો ઉપર વહેવાં લાગ્યાં, શિલા બહેન ખુબ જ આક્રંદથી ચીસો પાડી રડી રહ્યાં હતાં. જમીન ઉપર ૨ શબને સફેદ કાપડ થી ઓઢાડ્યાં હતાં. ધરનાં તમામ લોકો રડી રહ્યાં હતાં.
સ્મિતા થી આ બધું ન જોવાયું, તે તરત જ ધરની બહાર નિકળી ગઈ. બહાર જઈને એક વડીલ કાકાને પૂછ્યું “શું થયું કાકા, આ ૨ શબ કોનાં કોનાં છે?? થોડું વિગત વાર, સમજાવજો.”
“બહેન, આ બંન્ને શબ માંથી એક શબ શિલાબહેનનાં પતિ હસમુખભાઈનું છે, જે છેલ્લાં ૩ વર્ષથી કૅન્સરની બિમારીથી પિડાતાં હતાં, ૨ મહિનાંથી ડૉક્ટરો એ એમનાં ઍપરેશન માટે ૫૦,૦૦૦₹ ભેગાં કરવાં કહ્યું હતું, પરંતું શિલાબહેન આટલાં પૈસા લાવે ક્યાંથી?? બિચારી ધરકામ કરીને તો જેમતેમ પેટ ભરે છે. અને બીજું શબ એમનો એકનો એક દિકરાં “અનંત” નું છે, તે ગઈકાલે રાત્રે પોતાનાં પિતાંનાં ઍપરેશન માટે પૈસાની સગવડ કરવાં માટે ગયો હતો, પરંતું “નસીબે જ એમનાં જીવનમાં ઠોકર મારી હતી,  અને એનું ઍક્સિડૅન્ટ થયું અને એ જગ્યા ઉપર જ મૃત્યું પામ્યો. અને સાંજે એના પિતા પણ મૃત્યું પામ્યાં, બિચારાં શું કરશે શિલાબહેન એમનું આ દુનિયામાં ૨ વ્યક્તિ હતાં એ પણ હવે…….. બસ, કાકા પણ આટલું જ બોલી શક્યાં.
પણ સ્મિતા બધું સમજી ગઈ હતી.
તેનું કપાળ પરસેવાંથી રેબઝેબ હતું, અને આંખો આંસું નાં લીધે સુકાતી ન હતી. એણે પોતાના પર્સ માંથી ૧૦,૦૦૦₹ કાઢી કાકા ને આપ્યાં અને કહ્યું “કાકા આ પૈસા શિલાબહેન ને આપજો અને કહેજો કે, શાંતિથી ક્રિયાક્રમ પૂરો કરે અને વિધિ પૂરી કરે, અને હા, એને કહેતાં નહીં કે આ પૈસા એમની મૅડમ સ્મિતા એ આપ્યાં છે.” આટલું બોલી સ્મિતા પોતાની ગાડી હંકારી ધરે પહોંચી ગઈ, સાંજ થઈ ગઈ પણ, એની આંખોમાં એ જ આંસું વહી રહ્યાં હતાં. પોતાની  જાત ઉપર ખુબ જ પસ્તાવો કરી રહી હતી. પોતાના ધરે રહેલાં મંદિરમાં ગઈ અને મનોમન પ્રભુને કહેવાં લાગી..
“હે, પ્રભું જાણતાં અજાણતાં મારાથી ખુબ જ મોટી ભૂલ થઈ ગઈ છે, મેં ક્યારેય શિલાબહેન ને એ પૂછવાનો પ્રયત્ન ન કર્યો કે તેને પૈસાની જરુર શાં માટે છે?? બસ, હું મારા જ અહંકાર અને અભિમાનમાં વ્યસ્ત હતી. કિટી-પાર્ટીમાં વ્યસ્ત હતી.
આજે મને એવું લાગી રહ્યું છે કે મેં જ શિલા બહેન નાં દિકરાં અને પતિ ની હત્યા કરી છે.
પ્રભું મેં જ શિલાબહેનની જીંદગી બગાડી નાંખી, આજે મને મારી ભૂલ સમજાય છે , મને માફ કરી દો પ્રભું,
આજ થી મારી તમામ “કિટી-પાર્ટીઓ” બંધ, જરુર પૂરતાં જ ખર્ચ, શોપિંગ અને ગંજીફાની રમત બંધ, પૈસાનું શું મહત્વ છે એ મને આજે સમજાય રહ્યું છે, પ્રભુ દિલથી મને માફ કરી કરજો, અને શિલાબહેન ને તમામ દર્દ સહન કરવાની શક્તિ આપજો. અને તેમનાં પતિ અને દિકરાં નાં આત્મને શાંતિ આપજો…
“પૈસાનું મહત્વ સમજો, બીન જરુરી ખર્ચા કરવાનું હંમેશા ટાળો”
લેખક : કુંજ જયાબેન પટેલ  “સ્વવિચાર”
રોજ રોજ નવા વિચાર સાથે નવી વાર્તાઓ વાંચવા માટે આજે જ લાઇક કરો અમારું પેજ – “જલ્સા કરોને જેંતીલાલ”

ટીપ્પણી