“BUNK ” …..a daily sweet mistake વાંચો મજા આવશે

BUNK
             
“a daily sweet mistake”
”એનરોલમેન્ટ નં ૧”
‘પ્રેઝેન્ટ મૅમ”
”નં ૨”
“પ્રેઝેન્ટ મૅમ”
કોમ્પ્યુટર એન્જીનિયરીંગ ના ત્રીજા સેમેસ્ટરનાં સ્ટુડંટ ની હાજરી રિનામૅમ પૂરી રહ્યાં હતાં.
આ રિનામૅમ એટલે સાવ સરળ અને સીધા, સ્ટુડન્ટ પ્રત્યે સારો લગાવ ખરો પણ કોઈ દિવસ ખોટું ના ચલાવે, કોઈ દિવસ કોઈ સ્ટુડન્ટ ને “તું” કહી ને પણ ન સંબોધે. કદાચ એટલે જ સૌના પ્રિય કહેવાતાં.
કહેવાય છે કે,
 “દુનિયા નો છેડો એટલે ધર”
હું કહું છું કે,
“શહેર નો છેડો એટલે કૉલેજ”
આજકાલ આજ બાબતે જોર પકડ્યું છે, શહેરનાં નાંકે જ કૉલેજો હોય, (કદાચ) અવાજ નાં પ્રદુષણ નાં લીધે.
આજ રીતે નવસારી શહેરની એક એન્જીનિયરીંગ કૉલેજ નવસારી શહેરથી દૂર અને છેવાડે અંતરિયાળ વિસ્તારમાં આવેલી. કૉલેજ માં પ્રિંન્સિપાલ તેમજ ટોટલ સ્ટાફથી લઈને તમામ પટાવાળાઓનું સૌથી પ્રિય ગ્રુપ એટલે “એકતા ગ્રુપ”… કારણકે એમનાં ગ્રુપ માં ટોટલ ૬ વ્યક્તિ ની “એકતા” આખી કૉલેજ માં વખણાતી હતી. આ એકતા ગ્રુપ “એકતા” એ ખૂદ પહેલાં સેમેસ્ટરમાં બનાવ્યું હતું. એકતા ગ્રુપનાં વ્યક્તિ એટલે
એકતા, જેતલ, રિયા અને જ્યોતિ એમ ચાર છોકરીઓ અને દિક્ષિત અને સૌરભ એમ બે છોકરાં મળી ૬ જણનું ગ્રુપ હતું. તમામ ખૂબ જ સંસ્કારી અને સારા વ્યક્તિત્વ ધરાવનારા. તમામ મધ્યમવર્ગી. તમામ નવસારી માં જ જૂદી જૂદી જગ્યા એ રહેતાં. પરંતું કૉલેજ બધા સાથે ૩ બાઈક લઈને આવતાં.  અને ધરે પણ સાથે જ જતાં.
ભાવિક પટેલ એટલે આ કૉલેજનાં યુવા પ્રિન્સિપાલ. એમને મન “શિક્ષક નું ભણાવવું એ ધંધો નહીં પણ ધર્મ સમજતાં”.. સ્વભાવ થોડો ગુસ્સાવાળો, એમનો થોડો રુઆબ હતો. અને કૉલેજ નાં કડક નિયમો થી બંધાયેલ હતી, હંમેશા શિસ્તનું પાલન, રેગ્યુલર કૉલેજ નાં તમામ લૅક્ચર ભરવાનાં એટલે ભરવાંનાં. અને અગમ્ય કારણોસર ન આવો તો પણ પહેલે થી જાણ કરવાની. કદાચ આવા નિયમો ને લીધે જ આ કૉલેજ હંમેશા યુનિર્વસિટી માં પ્રથમ આવતી તેમજ ત્યાં ના તમામ વિધ્યાર્થી ને કૉલેજ પૂરી થયાં બાદ સારી કંપનીઓમાં પ્લૅસમૅન્ટ મળી જતું.
એકાતા ગ્રુપ ભણવામાં પણ એટલું જ હોશિયાર અને ઈતરપ્રવૃતિ માં પણ આગળ પડતાં હતાં. કૉલેજ નાં સ્પોટ્સવિક ની રમત દરમ્યાન ૪-૫ ટ્રોફી તેઓએ પોતાનાં નામે કરી હતી.
આજે શુક્રવાર હતો. કૉલેજ સ્ટુડંટનો પ્રિય વાર, કારણકે નવી મૂવી શુક્રવારે રિલિઝ થાય.
એકતા એ જેતલ ને કૉલ જોડ્યો.
“હેલ્લો જેતલ, આજે તમે લોકો ટાઈમસર કૉલેજ નિકળી જજો, મને આવતાં થોડું લૅટ થશે”
“સારું એકતા, કોઈ તકલીફ તો નથી ને” જેતલે આશ્ચર્ય થઈ પૂછ્યૂં.
“ના, યાર કંઈ નહીં આપણે કૉલેજમાં મળીયે” એકતા એ કૉલ કટ કરી નાંખ્યો.
કૉલેજ શરૂ થવાંમાં હજી થોડી વાર હતી કૉલેજ નું કૅમ્પસ સ્ટુડંટો થી ભરેલું હતું આ તરફ “એકતા ગ્રૃપ” એકતા ની આવવાની રાહ જોઈ રહ્યાં હતાં.
૧૦ મિનાટ માં એકતા આવી ગઈ. અને આવી ને પૂરઝપાટે આવી ને કંઈક બોલી ગઈ, તમામનાં ચહેરાં ઉપર એક હાસ્યની મીઠી ઝલક દેખાય રહી હતી. તમામે એકતા ના હાથ ઉપર હાથ રાખી ચિયર્સ કર્યું… અને લૅક્ચરમાં જતાં રહ્યાં.
૪ લૅક્ચર પૂરા કરી “એકતા ગ્રુપ” લૅક્ચર BUNK કરી પોતપોતાની ગાડી લઈને નિકળી ગયું.
કૉલેજ માં રિનામૅમ નૈ ખબર પડી કે એકતા ગ્રુપ નાં ૬ વ્યક્તિ ઓ એ લૅક્ચર બંક કર્યા છે. રિના મૅમે આ પહેલી વાર હોવાથી પ્રિન્સિપલ ને જાણ ન કરી. કારણ કે એકતાગ્રુપનાં તમામ લોકો ભણવામાં હોશિયાર હતાં.
ત્યારબાદ આ લૅક્ચર BUNK કરવાંનો દોર ચાલું થઈ ગયો. દરરોજ ૪ લૅક્ચર પૂરા કરી નિકળી જતું. પછી તો આ નિત્યક્રમ બની ગયું. લગભગ એક મહિનો થઈ ગયો. દરરોજ BUNK કરી એકતા ગ્રુપ ગાડી લઈને જતાં રહેતાં. હવે, તો આ વાત કૉલેજમાં વાયુવેગે પ્રસરવાં લાગી. ન છૂટકે રિનામૅમે આ વાતની જાણ પ્રિન્સિપાલ ને કહી દીધી.
ભાવિક પટેલ ખૂબ જ ગુસ્સે થયાં અને રિનામેમ ને કહ્યું “તમને કંઈ ખબર પડે, આપણી કૉલેજ નાં શિસ્તનો સવાલ છે, એકતા ગ્રુપ છેલ્લાં એક મહિનાંથી લૅક્ચરબંક કરે છે, અને એની જાણ તમે મને આજે કરો છો!” આવતી કાલે તમામ નાં વાલી ઓ સાથે તેમને અહીં હાજર કરો. અને મનોમન વિચારવાં લાગ્યાં કે “ચણાં ચખાય નહીં , વટાળાં વખણાંય નહીં”
રિનામેમ ને કહ્યું “મેડમ આતો વખાણેલી ખિચડી દાઢે વળગી” નહીં.
બીજી તરફ તમામ વાલીઓ એ થોડું માર્ક કર્યું તો ખબર પડી કે છેલ્લાં એક મહિનાંથી તેઓનાં બાળકો નાં વર્તનમાં થોડો બદલાવ છે, તેમજ તે બાળકો એ પોતપોતાનાં પિતા નાં ઍકાઉન્ટમાંથી 5,000-5,000 ₹ પિતાની જાણ બહાર A.T.M માંથી ઉપાડી ને વાપરી નાંખ્યાં હતાં.
બીજા દિવસે એકતાં ગ્રુપ લૅક્ચર ભરી રહ્યાં હતાં, અને એક તરફ સૌના વાલી અને પ્રિન્સિપાલ વચ્ચે મિટિંગ ચાલી રહી હતી. તમામે નક્કી કર્યું કે આજે એ લોકો BUNK કરી નિકળે એટલે એમની પાછળ પાછળ જઈને જોવાનું કે એ લોકો ક્યાં જાય છે, અને આજે રંગેહાથે એ લોકો ને પકડવાં છે અને સજા આપવી છે.
૪ લૅક્ચર પૂરા થયાં, નિયમાનુસાર એકતાગ્રુપ BUNK કરી ગાડી લઈને નિકળી ગયું. પાછળ-પાછળ તમામનાં વાલીઓ અને પ્રિન્સિપાલ “ભાવિક પટેલ”  તમામ એક જ કારમાં પીછો કરવાં લાંગ્યાં.
કૉલેજ થી આગળ ૬-૭ કિ.મી આગળ પહોંચી ત્રણે બાઇકો ઊભી રહી ગઈ. પાછળ વાલીઓનો કાફલો તો ખરો જ.
ત્યાં જઈને જોયું તો વાલીઓ અચરજમાં પડી ગયઘં કે આ શું કરી રહ્યા છે આ લોકો? વાલીઓને અને પ્રિન્સિપાલને સધળી હકીકતની જાણ થઈ ગઈ.
પ્રિન્સિંપલ બોલ્યાં “કાલે કૉલેજોમાં મળીયે, આ તમામની કાલે વાત.
બીજા દિવસે સમયસર વાલીઓનો કાફલો એકતાં ગ્રુપ કરતાં પણ વહેલાં આવી એમની રાહ જોઈ રહ્યાં હતાં. એકતા ગ્રુપ આવતાં જ કૉલેજ નાં કૅમ્પસમાં જ ગાડીઓ ઊભી કરાવી. પ્રિન્સિપાલ અને વાલીઓને જોઈને “એકતા ગ્રુપ” શૂન્યમસ્તક થી ગઈ. મનોમન વિચારવાં લાંગ્યાં કે આજે તો આવી જ બન્યું.
તમામનાં પગો ધ્રુજતાં હતાં.
ભાવિકસર બોલ્યાં “છેલ્લાં એક મહિનાંથી તમે તમામ લોકો લૅક્ચર BUNK કરો છો, કંઈ શરમ નથી આવતી. આ તમારા વાલીઓ એ ગઈ કાલે જ મને મળ્યાં અને ગઈકાલે જ તમારો પીછો કરેલો. ગઈકાલે જ અમને ખબર પડી કે તમે કેમ     દરરોજ BUNK કરો છો. એકતાં હવે તું જ કહી દે કે કેમ દરરોજ તમે આવું કરો છો.”
એકતા એ વાત ચાલું કરી “એક દિવસ મારે થોડું લૅટ થવાંને લીધે હું એકલી આવતી હતી, કૉલેજનાં રસ્તાંમાં જ એક ગામ આવતું, ત્યાં મારી ગાડી નું પંક્ચર પડ્યું અને હું ગામમાં ગઈ, મારી આંખો પહોળી થઈ ગઈ, જ્યારે મેં જોયું કે અહીં ની મહિલાં જ નહીં બાળકો પણ વ્યસન ને રવાડે ચડી ગયાં હતાં સ્કુલે જવાની જગ્યા એ નશામાં રહેતાં હતાં, અને બીજું જોતા ખબર પડી કે અહીં નાં ૮૦%  લોકો નિરક્ષર છે, ત્યારે જ મેં નક્કી કર્યું કે આ બાળકો ને સુધારવાં માટે હું કંઈ પણ કરીશ. અને ગામનાં તમામ નિરક્ષરો ને ભણાવીશ. મેં કૉલેજ આવી આ વાત મારા “એકતાગ્રુપ” ને કરી અને સૌ તૈયાર થઈ ગયાં. અને ત્યારબાદ અમેં ત્યાં જઈ લોકો ને મનાવવાં લાગ્યાં અને તમામ લોકો ને લૅક્ચરબંક કરી ભણાવવાં જઈયે છે. અને આવતી કાલે ક્રિસમસ હોવાથી અમારા તમામ વિધ્યાર્થીઓ ને અમારે શાંતાક્લૉઝ બની ગિફ્ટ આપવાની હોવાથી અમે દરેકે પોતપોતાનાં પિતાની જાણ બહાર ૫,૦૦૦₹ ઉપાડી લીધાં હતાં. સૉરી પપ્પા, સોરી સર આજ થી આવી ભૂલ નહીં કરીયે. આજથી BUNK  કરવાનું બંધ. આટલું બોલી એકતાં નાં ગાલ ઉપરથી આંસું સરવાં લાગ્યાં. તેમજ એકતા ગ્રુપનાં તમામ લોકો પણ થોડાં ઉદાસ હતાં.
પ્રિન્સિપાલ આગળ આવ્યાં અને કહ્યું “શાબાશ, એકતાં આજનાં આ WhatssApp અને Facebook નાં જમાનાં માં પણ તને આ વિચાર આવ્યો એ જ બહું મોટું છે, આજે લોકો પાસે પોતાનાં માટે ટાઈમ નથી અને તમે લોકો બીજા માટે આટલું કરો સાચ્ચે એ કાબિલ-એ-તારીફ છે. ધણાં જ ઉમદા વિચારો છે તમારાં. અને  BUNK કરીને જે તમે લોકે કર્યું એ ખુબ જ સારું કાર્ય છે, બાકી આજની દોરમાં  BUNK કરી સ્ટુડંટ શું કરે એ મારે કહેવાંની જરુર નથી,  તમે  BUNK કરી દરરોજ મીઠીં ભુલ કરી રહ્યાં છો, ધન્ય છે તમારા માતા-પિતા કે એમને તમારા જેવાં બાળકો મળ્યાં છે.
આ સાંભળી આખું કૅમ્પસ ટાળીઓનાં ગડગડાટથી ઝુમી ઉઠે છે. અને તમામ ની આંખો ખુશી થી છલકાઈ રહી હતી.
“એકતાં આવતી કાલે ક્રિસમસ છે, તો તમે જ નહીં હું અને તમારા વાલીઓ પણ સાથે આવીશું અને ક્રિસમસ મનાવીશું, અને હા, આજ થી તમારા ગ્રુપ ને BUNK કરવાની છૂટ છે”
તમામ હસતાં ચહેરાં એ લૅક્ચર ભરવાં જતાં રહ્યાં….
લેખક :  કુંજ જયાબેન પટેલ  “સ્વવિચાર”
રોજ રોજ નવી વાર્તાઓ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ : ” જલ્સા કરોને જેંતીલાલ”

ટીપ્પણી