શીતળા-સાતમ આવે છે તો ઘરમાં બાજરીની કુલેર તો બને જ…તમે આમ જ બનાવો છો ? કુલેરના લાડુ

કુલેરના લાડુ

શ્રાવણ એટલે તહેવારો નો મહીનો…રક્ષાબંધન થી જન્માષ્ટમી સુધીના દરેક ઉત્સવ સાથે કોઈને કોઈ ખાસ વાનગી જોડાયેલી છે… નાગપંચમી અને શીતળાસાતમ આવે એટલે ઘરમાં બાજરીની કુલેર તો બને જ…

આજે યંગ જનરેશન માટે ખાસ આ પરંપરાગત વાનગી બનાવવાની રીત લઈને આવ્યા છે… તો ચાલો શીખી લો બાજરીની કુલેર બનાવવાની રીત…

વ્યક્તિ : ૨
સમય : ૧૫ મિનિટ

સામગ્રી :

૧ કપ બાજરીનો લોટ
૧/૨ કપ કોલ્હાપુરી ગોળ (સફેદ ગોળ)
૧/૪ કપ ઘી
(લાડુ બનાવવા માટે ૧/૮ કપ ઘી વધારે ઉમેરવું)

રીત :

૧) સૌ પ્રથમ ગોળને એકદમ ઝીણો કાપી લો.
૨) ત્યારબાદ ઘી અને ગોળને ભેગા કરી હથેળી વડે એકરસ થાય ત્યાં સુધી ફીણી લો.
૩) હવે તેમાં બાજરીનો લોટ ઉમેરીને બરાબર મસળી લો.
૪) તૈયાર છે બાજરીની કુલેર… લાડુ બનાવવા માટે છુટ્ટી કુલેરને હાથ વડે દબાવી લાડુ વાળી લો.

નોંધ :

★ કુલેર બનાવવા માટે ઠંડુ ઘી જ વાપરવાનું છે.
★ ગોળને ગાંઠા ના રહે તેમ એકદમ પાતળો કાપવાનો છે જેથી લોટમાં બરાબર ભળી જાય.

રસોઈની રાણી : ભૂમિ પંડ્યા – આણંદ

આપ સૌ ને મારી વાનગી કેવી લાગી તે જરૂર થી જણાવજો…

ટીપ્પણી