કુદરતની ક્રુરતા – થ્રીલર સ્ટોરી ગમતી હોય તો જ આગળ વાંચજો…

“સુધીર……”આજે ફરીથી એક વાર એ જ ભયાનક સ્વપ્ન એજ ભયાનક યાદ…..ફરી એક વખત એ સ્વપ્ન જોઈ ને સમીર ના મોંમાંથી ચીસ નીકળી ગઈ અને એ ઊંઘમાંથી ઝબકી ગયો. કપાળ પર હાથ ફેરવ્યો તો તેણે અનુભવ્યું કે એ. સી. ચાલુ હોવા છતાં કપાળ પરસેવે રેબઝેબ છે. કપાળ પરનો પરસેવો લૂછતાં એ ભૂતકાળ ની એ ઘટના માં ફરી ખોવાય ગયો જેમ ઘણી વાર ખોવાય જતો.

સાડા ચાર વર્ષ પહેલાં નો એ દિવસ જ્યારે કોલેજ પૂર્ણ થવાને અને ડિગ્રી મળવાને બસ ગણતરી ના દિવસો બાકી રહ્યા હતા . સમીર અને સુધીર એકદમ ખાસ મિત્રો હતા. અને એવુ જ ખાસ એમનું મિત્રવર્તુળ. જાજા નહી બસ છ છોકરાઓ નું ગ્રુપ પણ જ્યારે ભેગા હોય ત્યારે સાતમા કોઈ ની જરૂર ન પડે. અને એટલે જ હવે કોલેજ પુરી થયા પછી ક્યાં વારે વારે પાછા મળવાના એવુ વિચારી બધાએ ક્યાંક ફરવા જવાનું નક્કી થયું.અને ઘણી દલીલો પછી કચ્છ જવાનું નક્કી થયું.

પ્રવાસ દરમિયાન બધાએ ખૂબ જ મસ્તી મજાક કરી. પોતાની જ કાર લઈને ગયા હતા એટલે બીજી તો કશી ચિંતા હતી નહીં .કચ્છ નું રણ, માંડવી નો દરિયા કિનારો બધી જ જગ્યા એ ફર્યા.યાદો સ્વરૂપે ઘણા બધા ફોટા પણ પડ્યા.અને પ્રવાસ પૂરો કરી પાછા વળ્યાં.

પણ પાછા ફરતી વેળા એ વાતાવરણ માં ભારે ફેરફાર થવા માંડ્યો.તીવ્ર પવન ની સાથે સાથે ચોમાસા ના કારણે ભયાનક વિજળી પણ થવા માંડી.અને આવા વાતાવરણ માં ડ્રાઇવ કારવુ યોગ્ય ન ગણી ને એમણે એક મંદિર પાસે કાર ઉભી રાખી અને બધા મંદિર માં અંદર ગયા.

ત્યાં કોઈ હતું નહીં એટલે જ્યાં સુધી વાતાવરણ થોડું સરખુ ના થાય ત્યાં સુધી બધાએ ત્યાં જ રોકાવાનું નક્કી કર્યું. રાત નો સમય અને ભયાનક વીજળી સાથે ઠંડો પવન. વાતાવરણ ભયાનક ની સાથે સાથે માદક બનતું જતું હતું. અને વીજળી તો એવી ગર્જના કરતી હતી જાણે હમણાં અહીં જ ત્રાટકી પડશે. પણ આ બધા તો જોશ થી ભરેલા જુવાનિયાઓ. એકેય ની આંખ માં જરા સરખો ડર દેખતો નહોતો.

એટલા માં સુધીર ને મજાક સુજી અને બધા ને ડરાવવા એ બોલ્યો “આજ આ વીજળી નક્કી આપણા માંથી જ કોઈક ઉપર પડવાની. આજ નક્કી કોઈ નો કાળ આવ્યો.” આ સાંભળી કિશન ગુસ્સા માં બોલ્યો “બસ કર ને હવે કાળ વાળો તું તો જાણે બઉ મોટો ભવિષ્યવેતા કે કઈ શકે કોક નો કાળ આવ્યો.” આ સાંભળી સુધીર વધુ જોશ માં આવ્યો અને બડાઇ મારવા મંડ્યો તો ચાલો આજ તો એક પ્રયોગ થઈ જાય મારી સિક્સથ સેન્સ સાચી છે કે નઇ એ જોવાનો ?

પ્રયોગ નું નામ સાંભળી બીજા બધા પણ થોડા જોશ માં આવ્યા. સમીર એ પૂછ્યું અને એ વળી કેમ સાબિત થશે તારી સિક્સથ સેન્સ? બધા ને રસ લેતા જોઈ ને સમીર એ પોતાની વાત આગળ વધારી. જોવો બધા એ સામે દૂર જે પેલું બાવળ નું ઝાડ દેખાય છે ને એને આપણા માંથી બધા વારાફરતી અડવા જશે અને પાછા આવી જશે. જેના નસીબ માં વીજળી લખી હશે એના ઉપર વીજળી પડશે. શુ કયો છો બધા છે મંજુર? મારી વાત?

એક પળ માટે સન્નાટો છવાઈ ગયો.બધા ની આંખ માં અજાણ્યો ભય દેખાતો હતો. પણ છેલ્લે એવું થોડું સાચું પડે એવુ વિચારી ને કોઇ એ ઉત્સાહ થી તો કોઈ એ પોતાનો ભય બીજાને ના દેખાય જાય એટલે સુધીર ને હા પાડી દીધી. હવે પહેલા કોણ જશે એના માટે પણ દલીલ ચાલી. અને છેલ્લે ચિઠ્ઠી પડી ને નક્કી થયું કે કોણ જશે.

પહેલો વારો કિશન નો જ આવ્યો. જોશ માં ને જોશ માં એ ગયો અને ઝાડ ને અડકી ને પાછો આવી ગયો. બધા ના મન માં ઉત્સાહ અને ડર ની સયુંક્ત લાગણીઓ ભરાયેલી હતી. વારાફરથી કિશન,  રવિ,  સાહિલ, સુકેતુ અને સુધીર બધા ઝાડને અડકીને પાછા આવી ગયા. હવે વારો હતો સમીર નો.  એતો બિચારો ભયથી ધ્રુજતો હતો.  બધા એને જાવા માટે કહેતા હતા પણ એને મનમાં બીક હતી કે કદાચ સુધીર ની વાત સાચી પડી જાય તો?  એ વિચારે એણે જવાનીના પાડી દીધી. પણ એમ માની જાય તો એ મિત્રો જ શાના?

બધાએ સમીર ને જબરદસ્તી થી ત્યાં મોકલ્યો. એટલી ઠંડીમાંય કપાળે પરસેવો વળી ગયો પગ ધ્રુજવા મંડ્યા. અને માંડ માંડ હિમ્મત ભેગી કરી એ ઝાડ તરફ ચાલવા લાગ્યો. અને મંદિર ની બહાર પગ ઉપડ્યા. હજુ તો માંડ એ અડધે સુધી પહોંચ્યો હશે અને ત્યાં જ એક ભયાનક અવાજ અને જ્યાં પાછળ વળી ને જુએ છે ત્યાં એના આંખ આડે અંધારા છવાઈ ગયા અને મોઢામાંથી ચીસ નીકળી ગઈ….સુધીર…..આખુ મંદિર બળી ને ખાખ થઈ ગયું હતું.

બધાએ સમીર ને જબરદસ્તી થી ત્યાં મોકલ્યો. એટલી ઠંડીમાંય કપાળે પરસેવો વળી ગયો પગ ધ્રુજવા મંડ્યા. અને માંડ માંડ હિમ્મત ભેગી કરી એ ઝાડ તરફ ચાલવા લાગ્યો. અને મંદિર ની બહાર પગ ઉપડ્યા. હજુ તો માંડ એ અડધે સુધી પહોંચ્યો હશે અને ત્યાં જ એક ભયાનક અવાજ અને જ્યાં પાછળ વળી ને જુએ છે ત્યાં એના આંખ આડે અંધારા છવાઈ ગયા અને મોઢામાંથી ચીસ નીકળી ગઈ….સુધીર…..આખુ મંદિર બળી ને ખાખ થઈ ગયું હતું.

વીજળી ની ભયાનકતા એના બધા મિત્રો નો જીવ લઇ ને ચાલી ગઈ હતી….અને બચ્યો હતો તો માત્ર એક અફસોસ ક કાશ હું બહાર નીકળ્યો જ ન હોત. એ ભયાનક રાત કદાચ કયારેય એનો પીછો નઇ મૂકે અને કદાચ આજે પણ એ રાત યાદ કરીને એને પીડા થાય છે અને આજ સુધી એજ વિચારે છે કે કુદરત ની લીલા ને ક્યાં કોઈ ક્યારેય સમજી શક્યું છે?

લેખક : પૂજા ભીમાણી

આપ સૌને આ થ્રીલર સ્ટોરી કેવી લાગી ? અચૂક કેજો !

ટીપ્પણી