ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવવા માંગો છો તો રાખો માટીની બનેલી આ વસ્તુઓ..

માટીમાંથી બનેલી નાની-મોટી અનેક વસ્તુઓ દરેક ઘરમાં હોય જ છે. ઘરની સાજ-સજાવટની વસ્તુઓ ઉપરાંત ઘરના રસોડામાં માટીનો ઘડો તો જોવા મળે જ છે. જૂના જમાનામાં ઘરમાં મહત્તમ રીતે માટીનો ઉપયોગ થતો. આ પ્રથા વિના કારણ ન હતી. આમ કરવાનું મુખ્ય કારણ હતું કે માટી સુખ, સૌભાગ્ય અને સમૃદ્ધિનું કારક છે. વાસ્તુશાસ્ત્રમાં પણ માટીની ઉપયોગીતાને મહત્વ આપવામાં આવ્યું છે. વાસ્તુ અનુસાર માટીનો ઉપયોગ વ્યક્તિને ભાગ્યશાળી અને સમૃદ્ધ બનાવે છે.

વાસ્તુ અનુસાર માટી એ ભૂમિ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે. દરેક વ્યક્તિએ ભૂમિ તત્વ સાથે જોડાયેલા રહેવું જોઈએ. જો કે માટીના પાત્રમાં રાખેલી વસ્તુઓના સેવનથી સ્વાસ્થ્યને પણ લાભ થાય છે. તમે પણ અનુભવ્યું હશે કે ઉનાળાના દિવસોમાં માટીના ઘડામાં રાખેલું પાણી કુદરતી રીતે ઠંડુ રહે છે. માટીના આ ગુણ સિવાય હવે જાણો અન્ય લાભ વિશે જે વ્યક્તિને સમૃદ્ધ બનાવે છે.

માટીના પાત્રોના વિવિધ ઉપયોગ અને તેના લાભ

– માટીના ઘડાનો ઉપયોગ કરવાથી બુધ અને ચંદ્રનો પ્રભાવ શુભ થાય છે.

– માટીનો ઘડો પાણી ભરી અને ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં રાખવો જોઈએ. આમ કરવાથી નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે.

– જો કોઈ વ્યક્તિ માનસિક સમસ્યાથી પીડિત હોય તો તેણે માટીના પાત્રથી લીલા છોડમાં નિયમિત પાણી પીવડાવવું જોઈએ.

– મંગળ ગ્રહથી જે વ્યક્તિ પીડિત હોય તે જો રોજ માટીની કુલડીથી પ્રવાહી પીવાનું રાખે તો લાભ થાય છે. પ્રવાહી એટલે કે ચા, દૂધ, છાશ જેવી વસ્તુઓ.

– તંત્રશાસ્ત્રમાં એક ટોટકાનો ઉલ્લેખ મળે છે. જે અનુસાર દરિદ્રતાથી મુક્તિ મેળવવી હોય તો શનિવારના દિવસે માટીનો નાનો ઘડો ભરી પીપળાના વૃક્ષ નીચે મુકી આવવો જોઈએ. આ ઉપાય કરવાથી દુર્ભાગ્ય દૂર થશે.

– માટીની બનેલી ભગવાનની મૂર્તિ ઘરના મંદિરમાં પૂજા માટે રાખવી જોઈએ. આ મૂર્તિની પૂજા જ્યાં થતી હોય છે ત્યાં ધનની સમસ્યા સર્જાતી નથી.


– જો કોઈ દંપત્તિ વચ્ચે કોઈ કારણોસર મતભેદ થયો હોય અથવા વારંવાર ઝઘડા થતાં હોય તો બંનેમાંથી કોઈ એક પાત્રએ નિયમિત રીતે તુલસીના છોડ પાસે સંધ્યા સમયે માટીના કોડીયામાં ઘીનો દીવો કરવો જોઈએ.


– તંત્રશાસ્ત્ર અનુસાર જે દંપત્તિને સંતાનની ઝંખના હોય તેમણે શ્રીકૃષ્ણ સમક્ષ માટીના કોડીયામાં ચાર વાટનો દીવો કરવો. સંતાન પ્રાપ્તિની ઈચ્છા ઝડપથી પૂરી થશે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવી ઉપયોગી માહિતી મેળવવા માટે લાઇક કરો આપણું પેજ.

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block