ફરસાણ ની અવનવી રેસીપી દિવાળી માં મેહમાનો ને સર્વ કરી ઉત્સવ ની મજા માણો.

- Advertisement -

ક્રિસ્પી ડિલાઇટ (Crispy Delight)

સામ્રગી..

-ઘંઉ નો લોટ…2 વાટકી
-ચોખા નો લોટ…2 ચમચી
-મીઠુ સ્વાદ પ્રમાણે
-તેલ/ઘી મોણ માટે..જરૂર મુજબ
-આદુ મરચા ની પેસ્ટ 1ચમચી
-કાળા તલ..1 ચમચી
– તેલ…તળવા માટે

રીત….

એક બાઉલ માં લોટ , તેલ અને મસાલા નાંખી કપડા માં બાંધી પોટલી કરી કુકર માં મુકી સ્ટીમ કરી લો , 2-3 સીટી વગાળી કુકર બંદ કરી દો પોટલી ખોલી લોટ ઠંડા કરી ચારણી થી ચાણી લો અને પાણી થી નરમ કણક બાંધી લો , કણક માં થી નાના નાના લુઆ કરી હથેલી થી દબાવી નાની નાની થેપલી બનાવી લો અને ગરમ તેલ માં ગોલ્ડન બ્રાઉન તળી લો. પેપર નેપકીન પર કાઢી લો વધારા નું તેલ શોષાઇ જશે પ્લેટ માં સર્વ કરો…તૈયાર છે ક્રિસ્પી ડિલાઇટ

નોંધ: આ સ્નેક્સ ને એર ટાઇટ ડબ્બા માં ભરી 15 – 20 દિવસ સુધી સ્ટોર કરી શકાય.

સરોજ શાહ ..આણંદ

ખુબ ટેસ્ટી વાનગી મિત્રો તમે પણ ટ્રાય કરો અને જણાવો કેવી લાગી. શેર કરો, લાઇક કરો…

ટીપ્પણી