કૃષ્ણ અને કર્ણનો સંવાદ સવાર માં વાંચજો…તમારો દિવસ બની જશે !!!

કર્ણ એ કૃષ્ણ ને પૂછ્યું –
મારા જન્મ થતાં જ મારી માં એ મને ત્યાગી દીધો. શું એમની સંતાન હોવું એ મારો દોષ હતો? દ્રોણાચાર્ય એ મને ગુરુવિધા ના શીખવી કારણકે હું ક્ષત્રિય પુત્ર નહોતો ??

પરશુરામજી એ મને શીખવ્યું તો ખરું પણ શ્રાપ આપ્યો કે જયારે મારે એ વિદ્યાની સૌથી વધુ જરૂર હશે, ત્યારે જ મને તે યાદ આવશે. કારણકે એમના અનુસાર હું ક્ષત્રિય જ હતો.

ફક્ત સંજોગોવશ મારું બાણ એક ગાય ને વાગી ગયું અને એના સ્વામી એ મને શ્રાપ આપ્યો જયારે મારો કોઈ વાંક જ નહોતો.
દ્રૌપદી સ્વયંવરમાં મારું અપમાન થયું. માતા કુંતીએ અંત માં મારા જન્મનું રહસ્ય કહ્યું તો પણ એમના અન્ય પુત્રોથી બચાવવા માટે. જે પણ મને પ્રાપ્ત થયું છે તે દુર્યોધનના દાન ને લીધે જ થયું છે તો જો હું એના તરફ થી લડું તો હું ખોટો ક્યાં છું. ?

કૃષ્ણ એ જવાબ આપ્યો:

કર્ણ, મારો જન્મ કારાગાર માં થયો છે.
જન્મથી પહેલા જ મૃત્યુ મારી રાહ જોઈ ને બેઠું હતું. જે રાતે મારો જન્મ થયો એ જ રાતે માતાપિતા થી દુર કરવામાં આવ્યો.

તારું બાળપણ ખડગ , રથ , ઘોડા, ધનુષ્ય અને બાણ વચ્ચે એની ધ્વનિ સાંભળીને વીત્યું છે. મને ગોવાળની ગૌ શાળા મળી, ગોબર મળ્યું અને ઉભા થઈને ચાલતો થાઉં એ પહેલા જ ઘણા પ્રાણઘાતક હમલા સહન કરવા પડયા.

કોઈ સેના ની, કોઈ શિક્ષા નહિ. લોકોના મહેણાં જ મળ્યા કે એમની સમસ્યાનું કારણ હું છું. તારા ગુરુ જયારે તારા શૌર્યના વખાણ કરતા હતા એ ઉંમર માં મને કોઈ શિક્ષા નહોતી મળી. જયારે હું સોળ વર્ષનો થયો ત્યારે જઈને ઋષિ સાંદીપનીનાં ગુરુકુળમાં પહોચ્યો.

તું તારી પસંદની કન્યા સાથે લગન કરી શક્યો. મેં જે કન્યાને પ્રેમ કર્યો હતો એ મને મળી નહિ અને એની એની સાથે વિવાહ કરવો પડ્યો કે જેને મારી ચાહત હતી અથવા જેને મેં રાક્ષસ થી બચાવ્યા હતા.

મારા આખા સમાજને યમુનાને કિનારેથી ખસેડીને એક દૂર સમુદ્ર કિનારે વસાવવા પડયા, એમને જરાસંઘથી બચાવવા માટે. રણ થી ભાગવા માટે મને ભીરુ પણ કહેવામાં આવ્યો.

કાલે જો દુર્યોધન ઓ યુદ્ધ જીતે છે તો તને બહુ જશ મળશે.
ધર્મરાજ યુધિષ્ઠિર જો જીતે તો મને શું મળશે?
મને ફક્ત યુદ્ધ અને યુદ્ધ થી નિર્માણ થયેલી સમસ્યાઓ માટે દોષ મળશે.

એક વાત નું સ્મરણ રહે કર્ણ –

દરેકને જિંદગી ચુનોતી આપે છે, જિંદગી કોઈ સાથે ન્યાય નથી કરતી.દુર્યોધને અન્યાય નો સામનો કર્યો છે તો યુધિષ્ઠિરે પણ અન્યાય ભોગવ્યો છે.

પણ સત્ય ધર્મ શું છે એ તું જાણે છે.

કોઈ વાંધો નહિ જો આપણું ગમે એટલું અપમાન થાય .. આપણો જે અધિકાર છે આપણને નાં મળે.. મહત્વ એ વાત નું છે કે એ સમય સંકટ નો સામનો કેવી રીતે કરો છો.

રોવાનું બંધ કર કર્ણ જિંદગી ન્યાય નથી કરતી એનો અર્થ એમ નથી કે તને અધર્મ ના પથ પર ચાલવાની અનુમતિ છે.

સાભાર – મૈત્રેય દેસાઈ (અમદાવાદ)

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block